કિર્તેષ પટેલ, સુરતઃ જો તમે મોબાઈલ ફોન પેન્ટના ખીસામાં મુક્તા હોય તો ચેતવા જેવી ઘટના સામે આવી છે. એક યુવાનના ખીસામાં મોબાઈલમાં આગ લાગી હતી. જોકે આ યુવાને ખબર પડતા પોતાના ખીસામાંથી મોબાઈલ કાઢી બહાર ફેંકી દેતા આયુવાનનો જીવ બચી ગયો હતો. જોકે ઘટના પગલે થોડા સમય માટે ત્યાં કુતુહલ સર્જાયું હતું.
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક ફરસાણની દુકાન પાર આવેલી એક યુવાનના ખીસામાંથી ધુમાડા નીકળવા લાગ્યો હતો. જોકે નજીકમાં ઉભેલા અન્ય ગ્રાહક દ્વારા કહેતા આ યુવાન ચોકી ઉઠ્યો હતો અને પોતાના પેન્ટના ખીસું જોતા તેમાંથી ધુમાડા નીકળતા દેખાય હતા.
તાત્કાલિક આ યુવાને પહેલા પોતાનું પેન્ટ કાઠી નાખી તેમાં રહેલ મોબાઈલ ફોન ફેંકી દીધો હતો. જોકે મોબાઈલની બેટરીમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ મોબાઇલ ફોન Mi કંપનીનો હતો. આ યુવાનની સમય સુચકતાને લઈને તેનો જીવ બચી ગયો હતો. આગ લગતા આ યુવાન જાગના ભાગે સામાન્ય દાઝી ગયી હતો.
સ્થાનિક દુકાનમાં કામ કરતા લોકો દોડી આવી આ મોબાઈલ ઉપર પાણી નાખ્યું હતું. આ ઘટના પગલે આ દુકાનમાં ઊભેલા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. આ મોબાઈલમાં આગ કેવી રીતે લાગી હતી.