એમ્બ્રોઇડરીના કામ કરતાં વેપારીએ જણાવ્યું કે, રાજસ્થાની કારીગરો હોળી-ધુળેટી તહેવાર પર ગયા છે. અને કામકાજ ધીમા થયા છે. એકબાજુ પેમેન્ટ સમયસર આવી રહ્યું નથી.
Mehali tailor,surat. એમ્બ્રોઇડરી જોબવર્ક કરતાં કારખાનેદારો પાસે અત્યારે કામકાજ ઓછું છે. પરિણામે ૨૦-૨૫ ટકા મશીનો બંધ થયા છે. વેપારીને જરૂર હોય ત્યારે તે કામ આપતા હોય છે. એટલે જોબવર્ક લેતાં પહેલા પેમેન્ટ કેટલા દિવસે આપશે તે નક્કી કરવાનું હવે કારખાનેદારો વિચારતા થયાં છે. એમ્બ્રોઇડરી મશીનો પર કામ કરતી અંદાજે એક લાખથી વધુ લોકો બેરોજગારને કારણે નાની-મોટી મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જેમાં મશીન પર કામ કરનાર કારીગર, હેલ્પર, વેપારી, દોરા-ઘાગા કટીંગનું કામ કરનારનો સમાવેશ થાય છે.
પ્રિન્ટ ફેશન અને સિમ્પલ કાપડની ફેશન આવતા એબ્રોઈડરીની માંગ ઘટી
બદલાતી જતી ફેશનને લઈને હવે પ્રિન્ટ ફેશન અને સિમ્પલ કાપડની ફેશન આવતા એબ્રોઈડરીની માંગ ઘટી છે. પહેલા આખા કપડા પણ એબ્રોઈડરી વર્ક કરવામાં આવતું હતું અને તેનું વેચાણ પણ સારા પ્રમાણમાં થતું હતું પરંતુ હવે તેની માંગ ઘટી છે.
આ ઉપરાંત જ્યારે માંગ વધારે હતી ત્યારે મોટા પ્રમાણમાં લોકોએ એબ્રોઈડરી મશીનરી શરૂ કરી હતી જેથી માંગ કરતા વધારે એમ્રોડરી કરી કાપડનું ઉત્પાદન કરી લેવાતું હતું અને ઉત્પાદનની સામે તેનો વેચાણ ન થતા આ ઉદ્યોગમાં મંદી આવી હતી.
કામગીરી ઓછી થતાં મહિલાઓની રોજગારીમાં ઘટાડો થયો છે. મહિલાઓના કામકાજમાં ઘાગા-કટીંગનું કામ ઓછુ થતા આર્થીક મુશ્કેલીઓ ઉભી થઇ છે. જયારે કામકાજ જ નથી તો કારખાનેદારો ભારે ભીંસમાં મુકાયા છે. આ સંજોગોમાં ઉદ્યોગ ક્યારે ઐતિહાસિક મંદીમાંથી બહાર નીકળશે તે કહેવું મુશ્કેલ છે.