સુરત : શહેરમાં એક તરફ કોરોના કેસો કુદકેને ભૂસકે વધી રહ્યા છે. તો બીજી તરફ શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે જરૂરી રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનને લઈ ધમાલ મચી છે. એક તરફ સરકાર એમ કહી રહી છે કે ઇન્જેક્શનનો જથ્થો મોકલી આપવામાં આવ્યો છે તો બીજી તરફ કોરોનાગ્રસ્તના સંબંધીઓ આ ઇન્જેક્શન માટે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ બહાર ધરણા પર બેઠા છે.
સંબંધીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બજારમાં રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળાબજારી થઇ રહી છે. અને ઇન્જેક્શન માત્ર સિવિલના દર્દીઓને જ આપવા કહેવાયું છે. જેને લઈને સંબંધીઓ પરેશાન થઇ ચુક્યા છે અને બસ આરોગ્ય અગ્ર સચિવને બોલાવવા માંગ કરી છે.
શહેરમાં કોરોનાને લઈને સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. કોરોનાનાં કેસો વધી રહ્યા છે. તેની સાથે શહેરમાં રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની માંગ પણ વધી રહી છે. તેની સામે શહેરમાં રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઈન્જેક્સન ડોક્ટર લખી આપે છે.
આ ઈન્જેક્શન સિવિલ સિવાય મળતાં નથી. જેથી છેલ્લા ચારેક દિવસથી કોરોના દર્દીના સંબંધીઓ સિવિલ હોસ્પિટલ ધક્કા ખાઈ રહ્યાં છે. ત્યારે ઈન્જેક્શન ન મળતા કોરોનાગ્રસ્તના સંબંધીઓ રોષે ભરાયા હતા. અને સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ બહાર ઈન્જેક્શન માટે ઘરણાં પર બેસી ગયા છે. અને જ્યાર સુધી તેઓને આ ઈન્જેક્શન આપવામાં નહી આવે ત્યાં સુધી ધરણા શરુ રાખશે તેવું જણાવ્યું છે.
કોરોના દર્દીના પરિવારજનો ધરણા પર બેઠા
એક તરફ સરકાર દ્વારા ઇન્જેક્શનનો જથ્થો મોકલી આપવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવે તો બીજી તરફ આ પ્રકારે દર્દીઓના સંબંધીઓએ આ પ્રકારે ધરણા કરવા પડી રહ્યા છે. અને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
કોરોનાગ્રસ્ત દર્દીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, Rmoકહે છે કે, ઉપરથી આદેશને લઈ ઇન્જેક્શન માત્ર સિવિલના દર્દીઓને જ આપવા કહેવાયું છે. બજારમાં રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કાળા બજાર થતાં હોવાનું પણ સામે આવ્યું છે.રૂપિયા આપવા છતાં ઇન્જેક્શન નથી મળી રહ્યું. આ ઉપરાંત તેઓએ ઈન્જેક્શન ન મળે તો આરોગ્ય સચિવ જયંતિ રવિને બોલાવવાની માંગ કરી છે.
" isDesktop="true" id="997547" >
દર્દીઓને ઈન્જેક્શનના અભાવે કંઈ થયું તો જવાબદારી કોની તેમ પણ સંબંધીઓ કહી રહ્યાં છે. દર્દીઓના સંબંધીઓની સાથે કોંગ્રેસના કાઉન્સિલર અસલમ સાયકલ વાળા પણ સપોર્ટમાં ધરણા પર બેસી ગયા છે. જો કે સંબંધીઓએ જણાવ્યું છે ક્વ તમામ લોકોને હાલ જયંતિ રવિને મળવા માટે ક્લેક્ટર કચેરીએ મોકલવામાં આવ્યાં છે. જોકે, અસલમ સાયકલવાલાએ ક્લેક્ટર ઓફિસ જવાની વાત નકારીને દર્દીના લિસ્ટ બનાવી ઈન્જેક્શન આપવાની ડીન અને સુપરિન્ટેન્ડેન્ટ પાસે માંગ કરી છે.