Home /News /surat /કોરોનાનો ડર! લોકો વેક્સિન લેવા લાઇનોમાં લાગ્યા, સુરતમાં 10 દિવસમાં 26,000 કરતા વધુ લોકોએ વેક્સિન લીધી
કોરોનાનો ડર! લોકો વેક્સિન લેવા લાઇનોમાં લાગ્યા, સુરતમાં 10 દિવસમાં 26,000 કરતા વધુ લોકોએ વેક્સિન લીધી
સુરત શહેરમાં કોરોના વાયરસના ભયને લઈને વેક્સિનનો બુસ્ટર ડોઝ લેવા પ્રત્યે લોકો જાગૃત થયા છે.
Surat Corona virus Update: સુરતની સિવિલ તેમજ હોસ્પિટલમાં તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. વેન્ટિલેટર સાથેના બેડ તૈયાર કરવામાં આવ્યા છે. તો ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરી દેવામાં આવ્યો છે.
સુરત: સુરત શહેરમાં કોરોનાને લઈને આરોગ્યતંત્ર સક્રિય થયું છે. તો બીજી તરફ કોરોના વેક્સિન લેનારા લોકોની સંખ્યામાં પણ સતત વધી રહી છે. ત્યારે ચિંતાની વાત સામે આવી છે કે, સુરત મહાનગરપાલિકા પાસે ત્રણ દિવસ ચાલે તેટલા જ વેક્સિનના ડોઝનો જથ્થો છે. તો બીજી તરફ વેક્સિન લેનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.
સુરત શહેરમાં કોરોના વાયરસના ભયને લઈને વેક્સિનનો બુસ્ટર ડોઝ લેવા પ્રત્યે લોકો જાગૃત થયા છે. સુરત શહેરમાં છેલ્લા 10 દિવસમાં 26,000 કરતાં વધારે લોકોએ વેક્સિન લીધી છે. મહત્વની વાત એ છે કે, કોરોના વાયરસના નવા વેરીએન્ટની એન્ટ્રી બાદ લોકો હવે કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ લઈ રહ્યા છે. જોકે કોરોનાનું સંક્રમણ ઘટતા લોકો બુસ્ટર ડોઝ લેવા માટે આગળ આવતા ન હતા પરંતુ છેલ્લા ત્રણથી ચાર દિવસથી પ્રતિદિન 3500 થી 4000 જેટલા વેક્સિનના ડોઝ આપવામાં આવે છે. તો બીજી તરફ ચિંતાની વાત એ છે કે સુરત મહાનગરપાલિકા પાસે ત્રણ દિવસ સુધી ચાલે તેટલો જ કોરોના વેક્સિનનો જથ્થો છે અને દિવસેને દિવસે વેકસીન લેનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
મહત્વની વાત છે કે સુરતની સિવિલ તેમજ હોસ્પિટલમાં તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. વેન્ટિલેટર સાથેના બેડ તૈયાર કરવામાં આવ્યા છે. તો ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. તો આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે ભીડભાડવાળી જગ્યા પર જો લોકો જાય તો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે. સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન લોકોએ કરવું જોઈએ.