Home /News /surat /સંબંધની મર્યાદા મરી પરવારી, સગા પિતાએ 20 વર્ષની દીકરી સાથે કર્યા શારીરિત અડપલા અને પછી...
સંબંધની મર્યાદા મરી પરવારી, સગા પિતાએ 20 વર્ષની દીકરી સાથે કર્યા શારીરિત અડપલા અને પછી...
પોલીસે નરાધની પિતાની ધરપકડ કરી
Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં હેવાન બનેલા પિતાએ પુત્રી પર નજર બગાડી હતી. 20 વર્ષીય પુત્રી સૂતી હતી તે દરમ્યાન પિતાએ શરીર પર હાથ ફેરવીને શારીરિક અડપલાં કર્યા હતા. પાંડેસરા પોલીસે નરાધમી પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી.
સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં હેવાન બનેલા પિતાએ પુત્રી પર નજર બગાડી હતી. મળતી વિગતો પ્રમાણે 20 વર્ષીય પુત્રી સૂતી હતી તે દરમ્યાન શારીરિક અડપલાં કર્યા હતા. આ ઘટનાને પગલે હેવાન પિતા વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સગા પિતાએ જ પોતાની દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા. જેથી પોલીસમાં ફરિયાદ નોંધાતા હેવાન પિતાની ધરપકડ કરવામાં આવી છે.
પિતા પુત્રીના સંબંધ પર લાગ્યું કલંક
‘બાપ દીકરીનો સંબંધ એટલે પવિત્ર સંબંધ’ કહેવાય છે કે, પુત્રીને સૌથી વધુ ચિંતા હોય તો પોતાના પિતાની હોય છે, પરંતુ સુરતમાં આ સંબંધને શાર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ પોતાના 50 વર્ષીય પિતા વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પુત્રી પરિવાર સાથે ભાડાના મકાનમાં રહે છે. માતા ઘરકામ કરે છે અને પિતા મજૂરીકામ કરે છે. યુવતી અને તેનો નાનો ભાઈ નોકરી કરીને ઘરમાં મદદરૂપ થાય છે. જેથી ઘરનું ગુજરાન ચાલે છે.
ઉલ્લેખનીય છે કે, માતા-પિતા, તે અને તેનો નાનો ભાઈ નાનકડા રૂમમાં ઊંઘે છે. પુત્રી નાના ભાઈ સાથે પલંગ પર ઉંઘે છે અને માતા-પિતા જમીન પર ગાદલું પાથરી ઊંધે છે. ગઈ તારીખ 15મી જાન્યુઆરીની રાત્રિના આશરે 2 વાગ્યે પિતા ભરત જાદવ પલંગ નીચેથી પુત્રીના શરીર પર હાથ ફેરવવા લાગ્યા હતા. પિતાની હરકતથી પુત્રી ગભરાઈ ગઈ હતી. અને પિતાનો હાથ ઝાટકી તેમને દૂર જતા રહેવા કહ્યું હતું. બીજા દિવસે તારીખ 16 જાન્યુઆરીની રાત્રે 1 વાગ્યાના અરસામાં ફરી પિતાએ બેશરમ હરકતને દોહરાવી હતી. જેથી આ વખતે યુવતીએ પિતાનો હાથ ઝાટકીને બૂમાબૂમ કરી મુકી હતી.
દીકરીની બૂમાબૂમથી માતા અને ભાઈ પણ જાગી ગયા હતા, અને પરિવારમાં ઝઘડો થયો હતો. આ દરમિયાન બેશરમ પિતા લાજવાના બદલે ગાજ્યા હતા અને ગાળા ગાળી કરી હતી. નાના ભાઈએ ઘરની બહાર જતા રહેવાનું કહેતા પિતાએ તેની સાથે મારામારી કરી હતી. તેમજ મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ મામલે સવારે યુવતીએ પાંડેસરા પોલીસને ફરિયાદ આપતા પોલીસે આરોપી નરાધમ પિતાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.