Home /News /surat /સુરતઃ સસરા પુત્રવધૂને લઈને ભાગ્યા હોવાની વાત થઈ Viral, સસરાએ અફવા ફેલાવનાર સામે પોલીસમાં કરી અરજી

સુરતઃ સસરા પુત્રવધૂને લઈને ભાગ્યા હોવાની વાત થઈ Viral, સસરાએ અફવા ફેલાવનાર સામે પોલીસમાં કરી અરજી

કામરેજ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

આ અંગે તેમની સમાજ પ્રતિસ્થા હાની થઇ રહી છે. જેને લઈને ગતરોજ સુરત ગ્રામ્ય પોલીસના કામરેજ પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી છે.

સુરતઃ શહેરમાં વેવાઈ-વેવાણ, મોટાભાઈ નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયા હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે સસરા (father in law) પુત્રવધૂને (Daughter in la) લઈને ભાગી ગયા હોવાનું સોશિયલ મીડિયામાં (social media) ખૂબ જ વાયરલ (viral) થઈ રહ્યું છે. જોકે, આ બાબતે સસરા દ્વારા અફવા (Rumor) ફેલાવનાર સામે સુરતના ગ્રામ્ય કામરેજ પોલીસમાં (kamarej police station) અરજી કરી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.

શહેરના છેવાડે આવેલા ગામમાં આવેલી સોસાયટીમાં રહેતા આધેડ વયના સસરા યુવાન વયની પુત્રની વહુને લઈને ભાગી ગયા હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ (viral) થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં બંનેના ફોટો અને નામ સાથે પોસ્ટ ફરી રહી છે. સોશિયલ મીડિયામાં સસરા અને પુત્રવધૂના આડાસંબંધની જાણ થયાના બીજા જ દિવસે ભાગી ગયા હોવાનું લખવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયામાં વધુમાં લખવામાં આવ્યું છે કે, સસરા પુત્રવધૂને ભગાવી જતા પુત્ર પર સામાજિક ટીકાઓ અને મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. નારાજ પુત્રએ ભાગેડું સસરા-વહુને શોધી આપનારને 50 હજાર રૂપિયા ઈનામ આપવાની પણ ગામમાં જાહેરાત કરી છે. પોતાની વિષે સોશિયલ મીડિયામાં ફરી રહેલી પોસ્ટ અંગે સસરાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કર્યો છે. જેમાં કહ્યું છે કે, સોશિયલ મીડિયાના માધ્યમથી જે અફવા ફેલાવે છે તે ખોટી છે.

આ પણ વાંચોઃ-પત્નીએ પ્રેમી સાથે મળીને 20 વર્ષ મોટા પતિની કરી હત્યા, આત્મહત્યાની રચી કહાની

આ પણ વાંચોઃ-કેરળઃ ગર્ભવતી હાથણીના મોતની ઘટનાના બાદ ગર્ભવતી ભેંસની હત્યા, છ લોકોની ધરપકડ

આ પણ વાંચોઃ-મજૂર બાપનો ગજબનો જુસ્સોઃ પુત્રને પરીક્ષા અપાવવા માટે સાઈકલ ઉપર 105 km દૂર પહોંચ્યો પિતા

આ અંગે તેમની સમાજ પ્રતિસ્થા હાની થઇ રહી છે. જેને લઈને ગતરોજ સુરત ગ્રામ્ય પોલીસના કામરેજ પોલીસ મથકમાં અરજી પણ કરી દેવામાં આવી છે. તે સાથે એક વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં આ પરિવાર મોભી અને તે પોતાની પુત્ર વધુને લઈને ભાગ્યાની વતા છે.
" isDesktop="true" id="1015155" >

તેમને લોકોને મેસેજ આપ્યો છે કે સમાજના તમામ આગેવાનો અમારી સાથે છે. સોશિયલ મીડિયામાં જે અફવા ફેલાઈ છે તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકોને વિનંતી કરું છું કે, આ વાતને આગળ ફેલાવશો નહીં. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર સજાને પાત્ર છે જોકે પોલીસે આ બાબતે ગંભીરતા દાખવી ને તપાસ તેજ કરી છે.
First published:

Tags: Father-in-law, Rumor, સુરત

विज्ञापन