Home /News /surat /Surat: 'દેશી વાનગીમાં વિદેશી તડકો' જગપ્રસિદ્ધ લોચાનું આવ્યું નવું સ્વરૂપ, હવે બજારમાં આવ્યા લોચા પિઝા!

Surat: 'દેશી વાનગીમાં વિદેશી તડકો' જગપ્રસિદ્ધ લોચાનું આવ્યું નવું સ્વરૂપ, હવે બજારમાં આવ્યા લોચા પિઝા!

સુરતના

સુરતના લોકોમાં લોચા ખુબ જ ફેમસ છે.

સુરતનો લોચો હવે માત્ર તેલના લોચા પૂરતો સીમિત નથી રહ્યો. સુરતના આ લોચામાં અલગ અલગ વેરાયટીનો જોવા મળે છે. ત્યારે હવે આ જ લોચામાં હવે પીઝા લોચો પણ લોકોની પસંદગી બની છે.

    Mehali Tailor Surat; સુરત અને તેના સુરતીલાલા બંને ખાવા માટે જાણીતા છે. જેમ કાશીનું મરણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે એવી રીતે સુરતનું જમણ પણ આખી દુનિયામાં વખણાય છે. અને સુરતના આજ જમણના કારણે સુરતીલાલાઓ પણ ખાવા -પીવાના એટલા શોખીન બન્યા છે. સુરતના જમણની જો વાત કરવામાં આવે તો સુરત જેવા ખમણ અને લોચો દુનિયામાં કોઈ પણ ખૂણે મળે નહિ. અને સુરતી લોકોના કોઈ પણ તહેવારનું જમણએ ખમણ વગર અધૂરું છે. અને પાક્કા સુરતીઓની રવિવારની સવાર લોચા વગર અધૂરી છે.અને એટલે ખમણ અને લોચો ખાવા સુરતીલાલાનો વેહલી સવારે પણ લાઈનમાં ઉભા રહી શકે છે.


    સુરતનો લોચો હવે માત્ર તેલના લોચા પૂરતો સીમિત નથી રહ્યો. સુરતના લોચામાં અલગ અલગ વેરાયટીનો જોવા મળે છે. લોચોમાં પેહલા ચીઝ લોચો લોકોની પસંદગી બની ત્યારબાદ તેમાં ગાર્લિક લોચો, રોલ લોચો, માયોનીઝ અને ચાઈનીઝ લોચો એમ અલગ અલગ વેરાયટીઓ બજારમાં આવી. ત્યારે હવે લોચામાં હવે પીઝા લોચો પણ લોકોની પસંદગી બની છે. સુરતમાં એક ફરસાણ અને ખમણ લોચો-વેચતા ગોવિદભાઈ જેમને લોચાનો પીઝો બનાવી રહ્યા છે. જેને ખાવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. લોચો જોઈ ચોક્કસ પણે એવું કહી શકાય કે 'દેશી વાનગીમાં વિદેશી તડકો'.


    ગોવિંદભાઈ છેલ્લા 10 વર્ષની ફરસાણની દુકાન ચલાવે છે.અને તેમનું માનવું હતું કે માત્ર લોચો શું કામ ખાવો લોચામાંથી કંઈક નવું બનાવી લોકોને આપવું જોઈએ. અને ત્યારે તેમને લોચો વેંચતા વેંચતા તેને પીઝા બનવાનો વિચાર આવ્યો અને બાદ તેમને બનાવી લોકોને માત્ર ટેસ્ટ માટે એમજ આપવાનું શરૂ કર્યું અને લોકોને વાનગી ઘણી પસંદ આવી અને ધીરે ધીરે પીઝ લોચો આખા સુરતમાં જાણીતો બન્યો છે. અને રવિવારે સવારે લોચો ખાવામાં માટે ઘણી ભીડ જમા થાય છે.


    પીઝામાં વપરાતી સામગ્રી વડે લોચો પિઝઝો તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને પિઝાની જેમ ફરી એક વાર ગરમ કરી બનાવવામાં આવે છે. અને હવે દેશી પિઝ્ઝા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.અને માત્ર સુરતથી લોકો અહીંયા નથી આવતા પરંતુ બહારથી સુરતની મુલાકાતે આવેલ લોકો પણ ખાસ લોચો ખાવા માટે જાય છે.


    નોંધી લો સરનામુ

    https://www.google.co.in/search?q=soham+circle+althan&client=safari&channel=iphone_bm&sxsrf=ALiCzsb_hykXuvtutvMxI_9lfuOvvDuzTA%3A1665059256918&ei=uMk-Y8DJN77D4-EPpuWIkAw&oq=soham+circle&gs_lp=ugYECAEYCBITbW9iaWxlLWd3cy13aXotc2VycLgBASoCCAEyBxAAGLADGEMyCBAAGIAEGLADMggQABiABBiwAzILEAAYgAQYsAMYywEyBxAAGB4YsAMyBxAAGB4YsAMyCRAAGB4YsAMYCDIJEAAYHhiwAxgIMggQABiGAxiwAzIIEAAYhgMYsAMyCBAAGIYDGLADMhQQLhiABBjHARivARjIAxiwA9gBATIUEC4YgAQYxwEYrwEYyAMYsAPYAQGQBg1I7RFQAFgAcAB4AMgBAJABAJgB5QGgAeUBqgEDMi0x4gMFIDgSATHiAwQgQRgBiAYB&sclient=mobile-gws-wiz-serp#
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन