Home /News /surat /સુરતઃ નકલી પોલીસે 40 નંગ બિયર લઈ જતા જરીના વેપારીને તમાચો મારીને રૂ.10,000 પડાવવાની કોશિશ કરી, આવી રીતે ફૂટ્યો ભાંડો

સુરતઃ નકલી પોલીસે 40 નંગ બિયર લઈ જતા જરીના વેપારીને તમાચો મારીને રૂ.10,000 પડાવવાની કોશિશ કરી, આવી રીતે ફૂટ્યો ભાંડો

પ્રતિકાત્મક તસવીર

પોલીસનો સ્વાંગ રચનાર ત્રણેય ગઠિયાએ જો કેસ ના કરવો હોય તો વહીવટ માટે 10,000 રૂપિયા આપવા પડશે. નહીં તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી.

સુરતઃ શહેરના જરીના એક વેપારી હેલ્થ પરમીટનો બિયર લઈને જતા સમયે નકલી પોલીસ બનીએ આવેલા આ 3 યુવાનો આ વૃદ્ધને અટકાવી રૂપિયા પાડવાની કોશિશ કરી હતી. જોકે આ વૃદ્ધએ પોલીસને ફોન કરી દેતા અસલી પોલીસ આવી જતા નકલી પોલીસનો (fake police) ભાંડો ફૂટી ગયો હતો અને નકલી પોલીસ જેલના સળિયા પાછળ પહોંચી ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં (surat) ગુનાખોરી સતત વધી રહી છે ત્યારે હવે નકલી પોલીસ બનીને લોકોને ધુતતા હોય છે. ત્યારે આ ચિત્રોને નકલી પોલીસ બનીને એક વૃદ્ધને ઠગવા ગયા અને અસલી પોલીસ આવી જતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો. જોકે સુરતના રીંગરોડ માનદરવાજા વિસ્તારની જાગનાથ સોસાયટીમાં રહેતા જરીના કારખાનેદાર ભુપેન્દ્ર મણીલાલ રાણા ગત રોજ એક્ટીવા મોપેડ પર દિલ્હી ગેટ સ્થિત લોર્ડસ પ્લાઝા હોટલમાંથી હેલ્થ પરમીટના 40 નંગ બિયર લઇ પરત જઇ રહ્યા હતા.

આ દરમિયાન સલાબતપુરા શાસ્ત્રીનગર નજીક ખુલ્લા મેદાન પાસે રીક્ષામાં ઘસી આવેલા ત્રણ યુવાનોએ ભુપેન્દ્રભાઇને અટકાવી એક તમાચો મારી દીધો હતો. ચાલો રીક્ષામાં બેસી જાવ, તમારૂ એક્ટીવા અમે પોલીસ સ્ટેશન લઇ જઇએ છીએ અને કેસ કરવો પડશે એમ કહ્યું હતું. જેથી ભુપેન્દ્રભાઇએ તુરંત જ પુત્ર કપિલને ફોન કરતા તે દોડી આવ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'કેમ મોડું થયું, ફોન કેમ નથી ઉપાડતા?' પતિને આવા સવાલો કરવા પત્નીને ભારે પડ્યા

પોલીસનો સ્વાંગ રચનાર ત્રણેય ગઠિયાએ જો કેસ ના કરવો હોય તો વહીવટ માટે 10,000 રૂપિયા આપવા પડશે. નહીં તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. જોકે વૃદ્ધન પુત્રને આ નાકલી પોલીસ હોવાનું લાગી આવતા તેને આ મામલે  પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા સલાબતપુરા પોલીસની મોબાઇલ વાન આવી ગઈ હતી.

આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ એક ઘટનામાં પતિ-પત્નીનું થયું મોત, પોસ્ટમોર્ટમ થયું તો ડોક્ટરોના ઉડી ગયા હોશ

આ પણ વાંચોઃ-Photos: કંગના રનૌતના સમર્થનમાં આવ્યા સુરતના કાપડ વેપારીઓ, બનાવી કંગના પ્રિન્ટની સાડી

અસલી પોલીસ આવી જતાં પોલીસનો સ્વાંગ રચનાર મોહમંદ હુસૈન મોહમંદ ઇકબાલ પાટીદાર અને મુસા કમલ શા ઝડપાય ગયા હતા. જયારે તેમનો સાથીદાર જિશાન ઉર્ફે મુન્ના અંસાર ભાગી જવામાં સફળ રહ્યો હતો.

જો કે પક્ડાયે આરોપીની પૂછપરછ કરતા તે નકલી પોલીસ બનીને લોકોને ડરાવી તેમનો તોડ કરતા હોવાની કબૂલાત પાંગરેલ પોલીસે બે ઈસમોની ધરપકડ કરી જયારે તેમાં એક સાગરિકનીએ વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
First published:

Tags: Fake police, ગુજરાત, સુરત