Home /News /surat /

Surat Crime: સુરતમાં યુવકને થયો કડવો અનુભવ,‘હું ડી સ્ટાફમાં છું, તારા પર કેસ થયો છે’

Surat Crime: સુરતમાં યુવકને થયો કડવો અનુભવ,‘હું ડી સ્ટાફમાં છું, તારા પર કેસ થયો છે’

સુરતમાં છેલ્લા લાંબા સમયથી પોલીસના નામે લોકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવી લેવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે.

જો કે નકલી પોલીસ ફરિયાદ આવતાની સાથે જ પોલીસ દોડતી થઇ હતી અને નકલી પોલીસને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા યુવક ગામમાં પોલીસ બનીને અન્ય કોઈ સાથે આ પ્રકારની ચીટીંગ કરી છે કે કેમ તે દિશામાં સુરતની રાંદેર પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ જુઓ ...
સુરત (Surat)ના વરાછા વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર સુરતના રાંદેર (Rander Area) વિસ્તારમાં આવેલા એક ગાર્ડનમાં ફરવા ગયા હતા ત્યાં આગળ એક વ્યક્તિ તેમને પોલીસ (Fake Police) બનીને મળ્યો હતો અને યુવકને ધમકાવી તેની પાસેથી મોબાઇલ અને તેના પર્સમાં રહેલા રોકડા પડાવી લીધા હતા. જો કે આ યુવાને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં છેલ્લા લાંબા સમયથી પોલીસના નામે લોકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવી લેવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ જવા પામી હતી. વરાછા વિસ્તારમાં આવેલી માતાવાડી સર્કલ સ્થિત રેડ ટર્નીગ બિલ્ડીંગમાં રહેતો રત્નકલાકાર રાકેશ પરેશ ખોરાશીયા રવિવારે રજા હોવાને લઈને પોતાના મિત્ર સાથે રાંદેર વિસ્તારમાં આવેલા નજીક બોટનીકલ ગાર્ડનમાં ફરવા ગયો હતો ત્યાં મોડી સાંજે એક યુવક રત્ના કલાકાર  પાસે આવ્યો હતોઅને તું અહીં કેમ બેઠો છે? જેથી રાકેશે તમે કોણ એવું પુછતા યુવાને હું ડી સ્ટાફમાંથી આવું છું એમ કહી મોબાઇલ ફોન લઇ લીધો હતો અને તારા પર કેસ થઇ ગયો છે, તારી પાસે કેટલા રૂપિયા છે એમ કહી ખિસ્સામાંથી રૂ. 700 કાઢી લીધા હતા.

આ પણ વાંચો- રાષ્ટ્રીય શિક્ષા નીતિ નવું ક્રાંતિકારી પગલું બની રહેશે

આ દરમિયાન નકલી પોલીસે પીડિત યુવકને એવું પણ કહ્યું હતું કે, હું કહું પછી ફોન લેવા આવજે, હમણા તું અહીંથી નીકળી જા. ત્યાર બાદ પોલીસની ઓળખ આપનારે ટુક્ડ-ટુક્ડે ફોન પે નંબર પર રૂ. 3500 ટ્રાન્સફર કરાવી લઇ ધક્કે ચઢાવ્યો હતો. જેથી રાકેશે તેના મિત્ર પથુ સાપરાજ મોભને જાણ કરતા તેઓ જહાંગીરપુરા પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં સંજય નામના કોન્સ્ટેબલ છે કે નહીં તે અંગે તપાસ કરતા ડી સ્ટાફના નામે ઓળખ આપનારનો ભાંડો ફૂટી ગયો હતો.

આ પણ વાંચો- આ મહિલાએ 400થી વધુ બિનવારસી લાશોની અંતિમવિધિ કરી

જો કે નકલી પોલીસ ફરિયાદ આવતાની સાથે જ પોલીસ દોડતી થઇ હતી અને નકલી પોલીસને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા યુવક ગામમાં પોલીસ બનીને અન્ય કોઈ સાથે આ પ્રકારની ચીટીંગ કરી છે કે કેમ તે દિશામાં સુરતની રાંદેર પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Surat Crime Latest News, Surat crime Surat News, Surat police

આગામી સમાચાર