સુરત: કોરોના મહામારી વચ્ચે લોકો માસ્ક નહીં પહેરતા પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનારા લોકોને ગાઈડલાઇનનું પાલન કરવા માટે દંડ ફટકારવામાં આવતો હોય છે, ત્યારે એક કહેવાતો પત્રકાર નકલી પોલિસ બનીને લોકોનો તોડ કરતા લોકોએ પકડી પાડી અસલી પોલીસના હવાલે કરતા જેલના સળીયા ગણવાનો વારો આવ્યો હતો.
કોરોના મહામારી વચ્ચે તંત્ર દ્વારા લોકોને કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની સૂચના છે, ત્યારે છેલ્લા કેટલાક સમયથી એક ઈસમ પોલીસ બનીને કેટલાક લોકોને દંડના નામે તોડ કરતો હોવાની ફરિયાદ સતત પોલીસને મળતી હતી. જેન પગલે પોલીસે સતત પેટ્રોલિંગ વધાર્યું હતું, ત્યારે આજે લોકો પાસે માસ્ક દંડના નામે તોડ કરતા એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો.
જોકે પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતો અને પોતે એક વીકલી પેપરનો પત્રકાર તરીકે ફરતા યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ યુવાન છેલ્લા કેટલાક દિવસથી પોલીસ તરીકે પોતાની ઓળખ આપીને આવતા-જતા રાહદારી પાસે તોડ કરતો હતો.
તે પોતાના નિત્યક્રમ પ્રમાણે આજે પણ લોકો સાથે તોડ કરતા સ્થાનિક લોકોના સાથે મળીને પોલીસે આ યુવાનની ધરપકડ કરી પૂછપરછ કરતા આ યુવાન પાલનપુર પાટિયા વિસ્તારમાં વીકલી પેપર ચલાવતો હતો અને છેલ્લા કેટલાક દિવસથી માસ્ક વગર ફરતા લોકો પાસે દંડના નામે રૂપિયા પડાવતો હોવાની કબૂલાત કરતા લોકોએ આ નકલી પોલીસ કર્મચારીને અસલી પોલીસ કર્મચારી સોંપતા સરથાણા પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેસરી કાર્યવાહી શરૂ કરી છે.