સુરત: સુરતના અમરોલી વિસ્તાર (Amroli area)માં કિન્નરનો વેશ ધારણ કરીને બે ઈસમોએ એક મહિલા પાસેથી દાગીના પડાવી (Surat cheating) લીધા હતા. બંનેએ મહિલાને વિશ્વાસમાં લઈને ધારેલા કામ થઈ જશે તેવું કહી વિધિ કરવાના બહાને 96 હજાર રૂપિયાના દાગીના પડાવી લીધા હતા. મહિલાએ પોલીસ સ્ટેશન (Police station)માં ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ ઈસમોના નામ બાબુ પરમાર (Babu Parmar) અને મહેશનાથ પરમાર (Maheshnath Parmar) છે. બંને રાજકોટના તરઘડીના રહેવાસી છે. મહત્વની વાત છે કે બાબુ સામે નવ અને મહેશ નામના ઈસમ સામે અલગ અલગ કુલ 15 જેટલા ગુના નોંધાયા છે.
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સાંઈ રો હાઉસમાં નકલી કિન્નર બનીને અશ્વિન સેલ્યા (Ashwin Selya) નામના વ્યક્તિના ઘરે ગયા હતા. તે સમયે અશ્વિન સેલ્યાના પત્ની ભાવના સેલ્યા (Bhavna Selya) ઘરે હતા. નકલી કિન્નરો ઘરે આવ્યા હોવાના કારણે ભાવનાબેને કિન્નરોને સો રૂપિયાનું દાપુ આપ્યું હતું. ત્યારબાદ કિન્નરોએ ભાવનાબેનને કહ્યું હતું કે, તમારા મનમાં જે ધારેલા બે કામ છે તે પૂરા થઈ જશે. પરંતુ અમારે એક વિધિ કરવી પડશે."
આવી વાતથી ઘર માલિક ભાવનાબેન નકલી કિન્નરોની વાતમાં આવી ગયા હતા અને બંને ઈસમોના કહ્યા અનુસાર ભાવનાબેન તેમના ઘરમાંથી પાંચ જેટલા સોનાના દાગીના લઈને આવ્યા હતા. આ સોનાના દાગીનાની કિંમત 96,750 હતી અને સોનાના દાગીના ભાવનાબેને બંને નકલી કિન્નરોને આપ્યા હતા. ત્યારબાદ કિન્નરોએ ભાવનાબેનને કહ્યું હતું કે અમે અડધો કલાકમાં પરત આવીશું. જોકે, ઘરેણાં લઈ ગયા બાદ નકલી કિન્નરો ત્રણ કલાક સુધી પરત ન આવતા ભાવનાબેનને શંકા પડી હતી. આ મામલે તેમણે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ભાવનાબેનની ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે તપાસ શરૂ કરતાં ગણતરીના કલાકોમાં બંને નકલી કિન્નર બનેલા ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ ઈસમોના નામ બાબુ પરમાર (Babu Parmar) અને મહેશનાથ પરમાર (Maheshnath Parmar) છે. બંને રાજકોટના તરઘડીના રહેવાસી છે. મહત્વની વાત છે કે બાબુ સામે નવ અને મહેશ નામના ઈસમ સામે અલગ અલગ કુલ 15 જેટલા ગુના નોંધાયા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર