Home /News /surat /Surat News: સુરતની સ્મીમેર હોસ્પિટલમાં નવતર પ્રયોગ, મુલાકાતીઓને તપાસીને માવા-માસાલા સહિત 40 કિલોનો મુદ્દામાલ જપ્ત કર્યો
Surat News: સુરતની સ્મીમેર હોસ્પિટલમાં નવતર પ્રયોગ, મુલાકાતીઓને તપાસીને માવા-માસાલા સહિત 40 કિલોનો મુદ્દામાલ જપ્ત કર્યો
માર્શલ ચેકિંગ બાદ જ મુલાકાતીને હોસ્પિટલમાં પ્રવેશ આપે છે.
Surat News: સ્મીમેર હોસ્પિટલને પાન-મસાલાની પિચકારીથી બચાવવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં મુલાકાતીઓને તપાસીને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે અને જે તેમની પાસેથી માવા-મસાલા સહિત બીડી-સિગારેટ નીકળે તો જપ્ત કરવામાં આવી રહી છે.
સુરતઃ મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલને પાન-માવાની પિચકારીથી સ્વચ્છ રાખવા એક અનોખું પગલું ભરવામાં આવ્યું છે. હોસ્પિટલના ગેટ પર જ બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે કે, ‘પાન-માવા લઈને હોસ્પિટલમાં પ્રવેશ કરવો નહીં.’. ત્યારે હોસ્પિટલમાં ફરજ બજાવતા માર્સલો મુલાકાતીઓની તપાસ કરી તેમની પાસે રહેલો પાન-માવો, ગુટખા સહિત બીડી જેવી વસ્તુઓ જપ્ત કરી લેતી હતી. તેટલું જ નહીં, કેટલાક લોકોને દંડ પણ ફટકાર્યો હતો. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં 40 કિલો કરતાં વધુ પાન-માવા, ગુટખા, બીડી સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
40 કિલોથી વધુ મુદ્દામાલ જપ્ત
સુરત શહેરને સ્વચ્છ રાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક્ટિવ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલને પણ પાન માવાની પિચકારીથી થતી ગંદકીથી દૂર રાખવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં પ્રતિદિન 10થી 12 હજાર જેટલા લોકો મુલાકાતે આવતા હોય છે. ત્યારે ઘણા લોકો વ્યસન કરતા હોવાના કારણે તેઓ પાન મસાલો ખાઈને હોસ્પિટલની અંદર જ પિચકારી મારીને હોસ્પિટલને ગંદી કરતા હોય છે ત્યારે આવા લોકો સામે હોસ્પિટલ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા સુરત મહાનગરપાલિકાના માર્શલો દ્વારા હોસ્પિટલના મુલાકાતિઓની તપાસ કરવામાં આવે છે. તેમના ખિસ્સા તપાસવામાં આવે છે અને મુલાકાતી પાસેથી કોઈ પણ માવા સહિતની વસ્તુ મળી આવે છે તો તેને જપ્ત કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક મુલાકાતીઓને દંડ પણ કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકાના માર્શલો દ્વારા હોસ્પિટલમાં મુલાકાત લેતા મુલાકાતીઓ અને દર્દીના સગા-સંબંધીઓની તપાસ કરીને 40 કિલો કરતાં વધારે બીડી-સિગારેટ અને ગુટખાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે. જો કે, હોસ્પિટલ પહેલા દિવસે 200 કિલોગ્રામ જેટલો નશાનો સમાન જપ્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કામગીરીથી સુરત હોસ્પિટલને ગંદકીથી બચાવવામાં મોટી સફળતા મળી છે.