સુરત: 'કોરોના મુક્ત થયેલા તમામ લોકોએ અન્ય બે વ્યક્તિઓના જીવ બચાવવા પ્લાઝમાનુ દાન કરવું જોઈએ'
સુરત: 'કોરોના મુક્ત થયેલા તમામ લોકોએ અન્ય બે વ્યક્તિઓના જીવ બચાવવા પ્લાઝમાનુ દાન કરવું જોઈએ'
પ્લાઝમા કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે અકસીર ઇલાજ હોવાથી અને પ્લાઝમા દાન કરવામાં કોઈ આડઅસર નથી થતી હોવાથી કોરોના મુક્ત થયેલા તમામ લોકોએ અન્ય બે વ્યક્તિઓના જીવ બચાવવા માટે દર પંદર દિવસે પ્લાઝમાનુ દાન કરવું જોઈએ.
પ્લાઝમા કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે અકસીર ઇલાજ હોવાથી અને પ્લાઝમા દાન કરવામાં કોઈ આડઅસર નથી થતી હોવાથી કોરોના મુક્ત થયેલા તમામ લોકોએ અન્ય બે વ્યક્તિઓના જીવ બચાવવા માટે દર પંદર દિવસે પ્લાઝમાનુ દાન કરવું જોઈએ.
સુરત : કોરોના મહામારીની સારવાર માટે હજુ સુધી કોઈ અસરકારક દવા શોધાઈ નથી, આ મહમારી સામે લડવા હાલમાં અનેક પ્રકારની સારવાર પર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. તેમાંની એક પ્લાઝમાની સારવાર પણ કેટલાક અંશે અસરકારક જોવા મળી રહી છે. કોરોનાને માત આપી સાજા થયેલા લોકો પોતાના પ્લાઝમાનું ડોનેટ કરી બે લોકોના જીવ બચાવી શકે છે. આજે સુરતમાં પણ કેટલાક લોકો પોતાના પ્લાઝમાનું દાન આપી રહ્યા છે, લોકો વધારેમાં વધારે પ્લાઝમાનું ડોનેટ કરે તેવી લોકોને અપીલ કરવામાં આવી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા પંકજભાઈ રામાણી દ્વારા પણ આજે સ્મીમેર હોસ્પિટલ સ્થિત બ્લડ બેન્કમાં પ્લાઝમાનું દાન કરવામાં આવ્યું હતુ. પંકજભાઈ રામાણીએ જણાવ્યું હતું કે, જૂન મહિનામાં મારા મોટાભાઈને કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો, જેથી તેમને સિવિલ અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, મેં પણ ટેસ્ટ કરાવ્યો હતો પરંતુ મારામાં કોવિડના લક્ષણો હોય તેવું લાગતું ન હતું, ત્યારબાદ મોટાભાઈ વિપુલભાઈના સસરા રવજીભાઈ સાવલીયા કોરોના થતાં તમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમનું કોરોનાના કારણે અવસાન થયું હતું.
આજે રવજીભાઇ સાવલિયાને એક મહિનો અવસાનને થયો હોવાથી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કોરોના દોસ્તોની સારવાર માટે પ્લાઝમાનું દાન કર્યું હતું. સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્લાઝમા કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે અકસીર ઇલાજ હોવાથી અને પ્લાઝમા દાન કરવામાં કોઈ આડઅસર નથી થતી હોવાથી કોરોના મુક્ત થયેલા તમામ લોકોએ અન્ય બે વ્યક્તિઓના જીવ બચાવવા માટે દર પંદર દિવસે પ્લાઝમાનુ દાન કરવું જોઈએ.
બીજીબાજુ, ધારાસભ્ય વિ. ડી. ઝાલાવાડિયાએ પણ આજરોજ સ્મીમેર હોસ્પિટલ ખાતે પોતાના પ્લાઝમાનુ દાન કર્યું હતું. ધારાસભ્ય વિડી ઝાલાવડીયાને કોરોના પોઝિટિવ થયા બાદ ઘરે જ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. તેમણે પોતાના પ્લાઝમાનું દાન કર્યા બાદ તમામ કોરોનામાંથી સાજા થયેલા લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ કરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર