Home /News /surat /લગ્નનું ભવ્ય આયોજન કરી આપવાના બહાને છેતરપિંડી, ઇવેન્ટ કંપનીના માલિકની ધરપકડ

લગ્નનું ભવ્ય આયોજન કરી આપવાના બહાને છેતરપિંડી, ઇવેન્ટ કંપનીના માલિકની ધરપકડ

સુરત ઇકો સેલની કાર્યવાહી

Surat Eco Cell: સુરતમાં દીકરા દીકરીના લગ્નનું ભવ્ય આયોજન કરી આપવાના નામે છેતરપિંડી કરતા ઇવેન્ટ કંપનીના દેસાઈ દંપતીની સુરત ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કુલ 2 કરોડ 12 લાખ 98 હજારની છેતરપિંડી કરવામાં આવી હતી.

સુરત: સુરતમાં દીકરા દીકરીના લગ્નનું ભવ્ય આયોજન કરી આપવાના નામે છેતરપિંડી કરતા ઇવેન્ટ કંપનીના દેસાઈ દંપતીની સુરત ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને દેસાઈ દંપતિ દ્વારા સુરત શહેરના કુલ 43 લોકો સાથે લગ્નનું આયોજન કરવાના નામે એડવાન્સ રૂપિયા લઈને બાદમાં વ્યવસ્થિત આયોજન ન કરી કુલ 2 કરોડ 12 લાખ 98 હજારની છેતરપિંડી કરાઈ હતી. જે અંગે સુરત ઇકો સેલમાં ફરિયાદ નોંધવામાં આવતા ઇકો સેલ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આજે દંપતીની ધરપકડ કરવામાં આવી છે.

લગ્નમાં ભવ્ય આયોજન કરવાનો ટ્રેન્ડ વધ્યો


આજના સમયમાં કોઈ પણ ઘરે લગ્ન પ્રસંગને ધામધૂમથી અને ભવ્ય રીતે આયોજન કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. જેને લઈને લોકો આ રીતે લગ્નનું ભવ્ય આયોજન કરી આપનાર ઇવેન્ટ કંપનીનો સંપર્ક કરતા હોય છે. ઇવેન્ટ કંપની દ્વારા મસમોટી રકમ લઈને ભવ્ય આયોજન પણ કરી આપવામાં આવતું હોય છે પરંતુ કેટલાક ભેજાબાજો આ ઇવેન્ટની આડમાં લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. આવો જ એક કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે. જેમાં સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા પ્રતીક દેસાઈ અને ખ્યાતિ દેસાઈ દ્વારા દેસાઈ ઇવેન્ટ અને વેડિંગ મંત્રા નામની ઇવેન્ટ કંપની શરૂ કરાઈ હતી.

આ પણ વાંચો: સુરતની નવી સિવિલ હોસ્પિટલ દ્વારા દ્વારા સાતમું અંગદાન

ભવ્ય આયોજન કરવાનું કહી એડવાન્સ રૂપિયા લીધા


આ કંપની મારફત શરૂઆતમાં તેમણે થોડા સારા આયોજનો કર્યા હતા. ત્યારબાદ છેલ્લા બે વર્ષથી માલેતુજાર લોકોનો સંપર્ક કરીને તેમના દીકરા કે દીકરીનો લગ્નનું ભવ્ય આયોજન કરી આપવાની વાત કરી આયોજન પેટે એડવાન્સ રૂપિયા લીધા હતા. જોકે ત્યારબાદ વ્યવસ્થિત રીતે આયોજન ન કરી પરિવાર સાથે છેતરપિંડી આચરતા ભોગ બનેલા સુરતના મહિધરપુરા વિસ્તારના ધર્મેશ સાદડીવાલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ભોપાળુ બહાર આવ્યું હતું.

લગ્નનું યોગ્ય આયોજન ન કરી છેતરપિંડી


ધર્મેશ સાદડીવાળાના દીકરાના લગ્ન પ્રસંગે વર્ષ 2020ના જાન્યુઆરી મહિનામાં દેસાઈ દંપતી સાથે લગ્નનું આયોજન કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. જે આયોજન પેટે પ્રતિક અને ખ્યાતિએ ધર્મેશભાઈ પાસેથી એડવાન્સ રૂપિયા લીધા હતા. ત્યારબાદ લગ્નનું યોગ્ય આયોજન ન કરી છેતરપિંડી કરી હતી. આ બાબતે ધર્મેશભાઈ દ્વારા એડવાન્સ આપેલા પૈસા પરત માંગતા આ દંપતી દ્વારા તેમને ચેક આપવામાં આવ્યા હતા. પરંતુ ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થયા હતા. વારંવારની માંગણી કરવા છતાં પૈસા પરત કરવામાં આવ્યા ન હતા. જેથી આખરે ધર્મેશભાઈએ સુરત પોલીસનો સહારો લીધો હતો.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણમાં કોનો હાથ? જાણો કોનું, ક્યા ચાલ્યું લોબિંગ

ફરિયાદના આધારે કંપનીના માલિકની ધરપકડ


ફરિયાદના આધારે પોલીસે તપાસ કરાતા અન્ય ઘણા લોકોએ પણ આ કંપની સામે ફરિયાદ નોંધાવી હતી. આ દંપતી વિરુદ્ધ નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદો જોવા મળી હતી. આ તમામ ફરિયાદોના આધારે થયેલી છેતરપિંડીમાં કુલ બે કરોડથી વધુનો આંકડો સામે આવ્યો હતો. આથી આ તપાસ સુરત પોલીસની ઇકો સેલને સોંપવામાં આવી હતી. ફરિયાદના આધારે ઇકો સેલે દેસાઈ ઇવેન્ટ કંપનીના સંચાલક એવા પ્રતિક દેસાઈ અને ખ્યાતી દેસાઈની ધરપકડ કરી છે. તપાસને અંતે છેતરપિંડીનો આંકડો વધી શકે તેવી શક્યતા હાલ સુરત પોલીસે વ્યક્ત કરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Cheating case, Surat news, ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन