Home /News /surat /Surat: બીજીવાર ખાવાનું મન થાય એવા છે આ નવરાત્રી સ્પેશ્યલ ફરાળી કોર્ન, જાણો ક્યાં મળે છે

Surat: બીજીવાર ખાવાનું મન થાય એવા છે આ નવરાત્રી સ્પેશ્યલ ફરાળી કોર્ન, જાણો ક્યાં મળે છે

નવરાત્રી દરમિયાન અનેક લોકો ઉપવાસ કરતાં હોય છે ત્યારે આ ફરાળી કોર્ન તેઓ ખાય શકે છે.

સુરતની ધ કોર્ન ચાર્ટના દુકાન માલિક ચિરાગ ફળવાણીએ આ વર્ષે ખાસ આ ફરારી કોર્ન ચાટ બનવવામાં આવ્યો છે.

    Mehali tailor,surat; સુરતએ ડાયમંડ અને ટેક્સટાઇલ માર્કેટની સાથે સ્વાદિષ્ટ જમણ માટે પણ જાણીતું છે. હાલ દેશના વડાપ્રધાનએ પણ સુરતના જમણના ખુબ વખાણ કર્યા હતા. અને સાથે જણાવ્યું પણ હતું કે નવરાત્રીના ઉપવાસને લઇ તેઓ સુરતના જમણનો સ્વાદ મણિ નહિ શક્યાનું દુઃખ પણ વ્યતીત કર્યું હતું. પરંતુ હવે સુરતના લોકો નવરાત્રીના ઉપવાસ કરીને પણ હવે સુરતમાં ફરારી ટેસ્ટી ખાવાનું મળી રહેશે. ઉપવાસ કરતા લોકો માટે સુરતના એક વ્યક્તિએ  બનાવ્યો ફરાળી કોન.


    નવરાત્રીના ઉપવાસ માટે સ્પેશિયલ ફરારી કોર્ન ચાટ


    ફરારી કોન ફરારી સ્વામિનાયણ લોટના કોનમાં સાબુદાણા ફરારી ચેવડો,ટામેટા,ગાજર, સિંધવ મીઠું અને લીંબુથી ફરારી લાલા ચટણી અને લીલી ચટણીનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ફરારી કોન બનાવવામાં આવ્યો છે.સુરતની કોર્ન ચાર્ટના દુકાન માલિક ચિરાગ ફળવાણીએ વર્ષે ખાસ ફરારી કોર્ન ચાટ બનવવામાં આવ્યો છે. અને આજે સુરતની લોકોને ફરારી કોર્ન ચાટ ઘણી પસંદ આવી છે. અને તેમને ઓનલાઇન ઓર્ડર પણ ઘણા મળી રહ્યા છે.


    દર વર્ષે નવરાત્રી દરમિયાન ઘણા બધા લોકો કોર્ન ચાટ ખાવા જાય છે. પરંતુ ગ્રુપમાં જતા લોકોમાંથી કેટલાક લોકોના ઉપવાસ કરે છે. જેથી તે ચાટ ખાઈ શકતા નથી. અને જોઈ કોર્ન ચાટના ચિરાગએ ફરારી કોર્ન ચાટ સ્પેશિયલ ઉપવાસ માટે બનાવી હતી. અને ફરારી વાનગી ચિરાગભાઈના પરિવારના સભ્યો જાતે મળીને બનાવે છે.


    નાની લારી પર કોર્ન ચાટ વેચી કરી શરૂઆત


    ચિરાગભાઈના પપ્પા વોચમેન તરીકે કાર્યરત હતા. અને ચિરાગભાઈ એક બ્રાન્ડિંગ રેસ્ટોરટન્ટમાં કામ કરતા હતા.ત્યારબાદ તેમને પોતાની એક કોર્ન ચાટની નાની લારી શરુ કરી હતી.ત્યારે લારીનો કોર્ન ચેટ લોકોને ઘણી પસન્દ આવી. અને ત્યારબાદ લોકડાઉન આવતા લારી બંધ થઇ ગયી હતી. લોકડાઉન સદઉપયોગ કરી વાનગીને બીજી કઈ રીતે બનાવાય છે બાબતે રિસર્ચ કરી લોકડાઉન ખુલ્યા બાદ ફરી તેમને તેમની લારી શરુ કરી અને આજે લારી બે દુકાનમાં પરિવર્તિત થઇ છે. અને સાથે ચિરાગભાઈએ બીજા 8 લોકોને રોજગારી પણ આપી છે.આમ ચિરાગભાઈએ આર્થિક તકલીફની વચ્ચે એક નાની શરૂઆત કરી પોતાના સપના સાકાર કર્યા છે. અને વાનગીને સ્વાદિષ્ટ બનાવની સાથે તેમણે તેમની ગુણવત્તા પણ જાણવી રાખી હતી. અને ગુણવત્તાને લઇ આજે ચિરાગભાઈની બે દુકાન બની છે


    દુકાનનું એડ્રેસ: કોર્ન ચાટ


    1)આનંદ મહેલ રોડ અડાજણ સુરત


    2)રાહુલરાજ મોલ પીપલોદ સુરત

    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन