Mehali tailor,surat: બે પગનો માનવી ધારે એ કરી શકે છે. પરંતુ જે માનવીને પગ નથી એ પણ ધારે એ કરી શકે છે. સુરતની આ મહિલા જે પગથી તો દિવ્યાંગ છે પરંતુ આજે તે પગભર છે. તેના પગ નથી પરંતુ તેની પાસે બે હાથ છે. જેના વડે આજે તે રોજગારી મેળવી રહી છે.
એક વર્ષ પહેલા બિહારથી સુરત આવેલ આ મહિલા આજે સુરતમાં એક અનોખું કામ કરી પોતે તો આત્મા નિર્બળ બની છે આ સાથે જ તે આજે આર્થિક રીતે પોતાના પરિવારને પણ મદદ કરી રહી છે.
એક વર્ષ પહેલાં જ બિહારથી ગુજરાત આવી ગુજરાતી હસ્તલેખન શીખી આત્મનિર્ભર બની
જન્મથી જ બે પગ ન હોવાને કારણે તે એક વર્ષની થઈ ત્યારે જ તેના પરિવારે તેને એનજીઓમાં મૂકી દીધી હતી. જ્યાં તે મોટી થઈ. જેમ જેમ તેની ઉંમર વધતી ગઈ તેમ તેમ તેને જાતે પગભર બનવાનું એક સપનું સેવ્યું હતું.જે સપનાઓ લઇ તે સુરત આવી હતી. એક વર્ષ પહેલા તે સુરત આવી.
ત્યાં તે દિવ્યાંગો દ્વારા ચલાવવામાં આવતું એક ટ્રસ્ટમાં જોડાઈ. આ ટ્રસ્ટમાં જોડાયા બાદ તે અહીંયા ગુજરાતી હસ્ત લેખન શીખી. સુરત આવી ત્યારે તેને ગુજરાતી સમજણ પણ પડતી ન હતી. આમ છતાં તે ગુજરાતી હસ્તલેખન શીખી.હસ્તલેખન શીખ્યા બાદ આજે તે પત્રિકા પુસ્તકો અને ધાર્મિક ગ્રંથો પોતાના હાથેથી લખે છે. અને હવે હાથેથી લખેલી પત્રિકા આપવાનો ટ્રેન્ડ પણ વધુ જોવા મળે છે.
બે પગ નથી તો શું થયું? બે હાથ તો છે જ જેના વડે હું આત્મનિર્ભર બની શકું છું.
આજે આ મહિલા પોતે તો આત્માનિર્ભર બની જ સાથે આજે તે પોતાની આ હસ્તલેખનની કળા દ્વારા તે પોતાના પરિવારને પણ આર્થિક મદદ કરી રહી છે. આ મહિલા ભલે પગથી દિવ્યાંગ હતી પરંતુ તેનું મન ઘણું જ મજબૂત હતું તેનું કેહવું હતું કે,\" ભલે મારી પાસે પગ નથી પરંતુ ભગવાને મને બે હાથ તો આપ્યા જ છે અને આ હાથ વડે હું કોઈપણ કામ કરી આત્મનિર્ભર બની શકું છું. અને મારે આ હાથ કોઈની પાસે આર્થિક મદદ માગવા ન લંબાવો પડે તે માટે આજે આ હસ્ત લેખનની કળા મને ઘણી મદદરૂપ થાય છે.\"
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર