Home /News /surat /

સુરત: આધેડ વેપારીએ મિત્રની પત્નીની છેડતી કરતા ચકચાર, શારીરિક સંબંધ માટે કરતો હતો દબાણ

સુરત: આધેડ વેપારીએ મિત્રની પત્નીની છેડતી કરતા ચકચાર, શારીરિક સંબંધ માટે કરતો હતો દબાણ

બારડોલીમાં મહિલાની છેડતી (Shutterstock તસવીર)

Bardoli woman harassment: આ કેસમાં બારડોલી પોલીસે આઈપીસીની કલમ 354 એ અને 506 મુજબ ગુનો દાખલ કરીને સીટ કવરની દુકાન ચલાવતા આધેડની વેપારીની ધરપકડ કરી છે.

    સુરત: સુરત શહેરના બારડોલી (Bardoli Town) ખાતે મહિલાની છેડતીનો બનાવ બન્યો છે. ફરિયાદી મહિલાના જણાવ્યા પ્રમાણે તેના પતિનો મિત્ર અવારનવાર છેડતી (Eve teasing) કરતો હતો. આ મામલે પોલીસે આધેડ વેપારીની ધરપકડ કરી છે. આધેડ વેપારી પર આરોપ છે કે તે તેના મિત્રની વિધવા પત્નીની છેડતી કરતો હતો. ફરિયાદ પ્રમાણે 2017ના વર્ષથી અત્યારસુધીના સમયગાળા દરમિયાન વિધવાની એકલતાનો ગેરલાભ લઈને વેપારી તેણીને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરી છેડછાડ કરતો હતો. બારડોલી નગરમાં જ અન્ય એક બનાવમાં એક માથાભારે યુવાને અન્ય એક યુવાનને જાહેરમાં છરીના ઘા ઝીંકી દેતા ચકચાર મચી જવા પામી છે. ચપ્પુા હુમલામાં ઈજાગ્રસ્ત  બનેલા યુવાનને હાલ સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

    આ કેસમાં બારડોલી પોલીસે (Bardoli Police) આઈપીસીની કલમ 354 એ અને 506 મુજબ ગુનો દાખલ કરીને સીટ કવરની દુકાન ચલાવતા આધેડની વેપારીની ધરપકડ કરી છે. મહિલાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે હનુમાનગલી રહેતો આધેડ વેપારી અવારનવાર ઘરે આવીને છેડતી કરતો હતો.

    આ મામલે બારડોલી પોલીસે જણાવ્યું હતું કે, "વિધવા મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપી વેપારી વારંવાર તેણીનો પીછો કરતો હોવાનું, તેણીના ઘરે જઈને છેડતી કરતો હોવાનું તેમજ અડપલાં કરતો હોવાની જણાવ્યું છે. આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે વધારે તપાસ કરી રહ્યા છીએ."

    બારડોલી: માથાભારે યુવાને અન્ય યુવકને ચપ્પુ માર્યું


    બારડોલીના જ અન્ય એક બનાવમાં એક માથાભારે શખ્સે એક યુવકને ચપ્પુના ઘા ઝીંકી દેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ બારડોલી નગરના પટેલ ફળિયા ખાતે બની હતી. અહીં ભંડારીવાડ ચકલા ચાર રસ્તા નજીક જતીન ભંડારી (Jatin Bhandari) નામના માથાભારે શખ્સે એન્ય એક યુવાનને ચપ્પુ ઘા ઝીંકી દીધા હતા. જતીન ભંડારીએ કોઈ નજીવી બાબતે અક્ષય ભંડારી (Akshay Bhandari) નામના યુવાનને જાહેરમાં ચપ્પુના ઘા મારી દેતા ચકચાર મચી જવા પામી છે.

    આ પણ વાંચો: પ્રતિષ્ઠિત વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવનાર બે યુવતી સહિત ચારની ધરપકડ 

    હુમલા બાદ હાલ 24 વર્ષીય અક્ષય ભંડારીને સરદાર સ્મારક હૉસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હુમલા બાદ જતીન ભંડારી ફરાર થઈ ગયો હતો. આ મામલે બારડોલી પોલીસ સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Woman, ગુનો, પોલીસ, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन