Home /News /surat /Surat: રસોડામાં પડેલા મસાલાથી બનાવો કોફી બીન્સ, પછી બિન્દાસ્ત પીવો ઘરની કોફી, જુઓ રેસીપી

Surat: રસોડામાં પડેલા મસાલાથી બનાવો કોફી બીન્સ, પછી બિન્દાસ્ત પીવો ઘરની કોફી, જુઓ રેસીપી

X
ઘરે

ઘરે જ બનાવો ટેસ્ટી કોફી

એક ચમચી આખી મેથી લઈ તેને શેકી નાખવી આ મેથીનો કલર ડાર્ક બ્રાઉન ન થાય ત્યાં સુધી શેકવી. આ કોફી શેકાઈ ગયા બાદ તેમાં એક કપ દૂધ અને એક કપ પાણી નાખે તેને ઉકાળી કોફી બનાવી શકાય છે.

    Mehali tailor,surat; કોફી દરેક લોકોને પ્રિય છે અને કોફી તરત તાજા કરતો પીણું પણ છે. જેને પીવાથી તમારો થાક તરત ઉતરી જશે અને તમારો મિજાજ પણ સારો થઈ જાય . શું તમને ખબર છે કે આપણે કોફી બીન્સ વગર પણ બનાવી શકીએ છે. અને તે પણ આપણા ઘરમાં પડેલા મસાલામાંથી તો આવો આપણે જાણીએ કે કોફી કોફી બીન્સ વગર કઈ રીતે બને.


    જાણો કોફી બીન્સ વગરની કોફી કઈ રીતે બને


    સુરતની એક મહિલા હીનાબેન પટેલ જેને આવી અવનવી વાનગી બનાવવાનો ઘણો શોખ છે. અને જેઓ આવી અલગ અલગ વાનગી બનાવતા રહે છે.તેમણે પોતાની એક વાનગીમાંથી વાનગી એટલે કે કોફી બીન્સ વગરની કોફી કઈ રીતે બને તે જણાવ્યું હતું. કોફી બનાવવા માટે સૌપ્રથમ એક ચમચી આખી મેથી લઈ તેને શેકી નાખવી મેથીનો કલર ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી. કોફી શેકાઈ ગયા બાદ તેમાં એક કપ દૂધ અને એક કપ પાણી નાખે તેને ઉકાળી કોફી બનાવી શકાય છે.


     

    ઘરમાં પડેલ મસાલામાંથી કોફી બનાવી શકીએ છે.


    આમ આપણે હવે કોફી બીન્સ વગર ઘરમાં પડેલ મસાલામાંથી કોફી બનાવી શકીએ છે. કોફી એટલે કે મેથી કોફી સ્વાસ્થ્ય માટે ઘણી લાભદાયક નીવડે છે. કોફી બીન્સ વાળી કોફી ના પિતા લોકો પણ કોફી પી શકે છે. કોફીમાં આપણે મેથીના તમામ ગુણો મેળવી શકીએ છે અને સાથે કોફીનો સ્વાદ પણ માણી શકે છે.


    કોફી લીવર અને કિડની ને પણ ફાયદો કરે


    જો તમે રોજની ચાર કપથી વધારે રેગ્યુલર કોફી પીતા હોય તો હાઈ બ્લડપ્રેશર અને હાર્ટ અટેકનું પણ જોખમ રહે છે અને અનિદ્ર જેવો ખતરનાક રોગનો ભોગ પણ બની શકે છે .પરંતુ મેથીની કોફી પીવાથી પ્રકારના જોખમ તાળી શકે છે. ઉપરાંત કોફી લીવર અને કિડની ને પણ ફાયદો કરે છે સાથે સ્નાયુના દુખાવાના પણ રાહત મળે છે. ડાયાબિટીસના દર્દી માટે કોફી ઘણી લાભદાયક હોય છે.તો જરૂર એકવાર મેથી કોફી ઘરે ટ્રાય કરવી

    First published:

    Tags: સુરત

    विज्ञापन