Home /News /surat /Surat Municipal Corporation: સુરતમાં હવે કચરો લેવા ઇ-વ્હિકલ આવશે, જાણો મનપાનો નવો એક્શન પ્લાન

Surat Municipal Corporation: સુરતમાં હવે કચરો લેવા ઇ-વ્હિકલ આવશે, જાણો મનપાનો નવો એક્શન પ્લાન

ફાઇલ તસવીર

Surat Municipal Corporation: સુરત મહાનગરપાલિકાની કચરો ઉઘરાવતી 35 જેટલી ઇ-ગાડીઓ કાર્યરત થઈ છે અને બીજી વધારાની ગાડીઓ માટેના વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે.

સુરતઃ મહાનગરપાલિકા ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી પર તબક્કાવારી રીતે કામગીરી આગળ વધારી રહી છે. કોર્પોરેશનમાં સાઈટ જેટલી ગાડીઓએ વ્હિકલ બ્રાન્ચ કરવા જઈ રહી છે. જો કે, અત્યાર સુધીમાં 35 જેટલી ગાડીઓની લોન કરી દીધી છે અને તબક્કાવાર ગાડીઓની સંખ્યા વધારી 150 કરતાં વધુ કરવામાં આવશે.

60 જેટલી ઇ-વાનનો ઓર્ડર આપ્યો


દેશભરમાં સુરત મહાનગરપાલિકા પોતાની આગવી કામગીરી માટે જાણીતી છે. ત્યારે હાલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ઇલેક્ટ્રિક વ્હિકલને જે રીતે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. તેને લઈને સુરત મહાનગરપાલિકાએ સૌપ્રથમ 300 જેટલી નવી બસ ઉમેરી હતી. ત્યાં જ હવે સુરતવાસીઓને ઘરે કચરો ઉઘરાવવા માટે જતી ડોર ટુ ડોર ગાર્બેજ ગાડીઓ પણ ઇલેક્ટ્રિક થવા જઈ રહી છે. હાલ તેમાંની 35 ગાડીઓ કાર્યરત છે. આગામી દિવસોમાં બીજી 60 કરતાં વધુ ગાડીઓનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.


સૂકા-ભીના કચરા માટે અલગ વાહન


તબક્કાવાર રીતે મહાનગરપાલિકા આ ગાડીઓની સંખ્યા વધારીને 150 કરતાં વધુ કરવા જઈ રહી છે. ત્યારે સુરતના મુખ્ય માર્ગો પર ફરતી આ ઇલેક્ટ્રિકલ ગાડીઓને કારણે પાલિકાનું આર્થિક ભારણ ઘટશે. આ ઉપરાંત સૂકા અને ભીના કચરા માટેની ગાડીઓ પણ અલગ અલગ રાખવામાં આવી છે. જેને લઈને કામગીરી સરળ થશે અને મહાનગરપાલિકાને મોટો ફાયદો થશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વૈશ્વિક કક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર બનશે

સ્વચ્છતામાં બીજા નંબરે પહોંચે તેવી શક્યતા


આ પ્રકારની કામગીરી કરીને સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં અત્યારે દેશમાં 13માં નંબરે છે. જે હવે સૌથી સ્વચ્છ ઇન્દોર બાદ બીજા નંબરે આવે તો નવાઈ નહીં. ઉલ્લેખનીય છે કે, આખા ગુજરાતના 35 ટકા વાહનો અને આખા ભારતના 2 ટકા ઇલેક્ટ્રિક વાહનો સુરત શહેરમાં છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: SMC, Surat Latest News, Surat Municipal corporation, Surat municipality, Surat news, સુરત, સુરતના સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन