Home /News /surat /

બારડોલીમાં અનરાધાર વરસાદ, 7 ફૂટ સુધી પાણી ભરાતાં ભારે નુકસાન

બારડોલીમાં અનરાધાર વરસાદ, 7 ફૂટ સુધી પાણી ભરાતાં ભારે નુકસાન

બારડોલી (bardoli)માં સતત વરસી રહેલા વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે

રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં લોકોની ઘરવખરી સહિતનો સામાન પલડી ગયો હોવાની ફરિયાદો સાંભળવા મળી રહી છે.

    બારડોલી: રાજ્યમાં ફરી એકવાર વરસાદની તોફાની બેટિંગ (heavy rain) શરૂ થઇ છે. ગઇકાલથી લગભગ સમગ્ર રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે સામાન્ય જનજીવનને અસર પડવાની સાથે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. બારડોલી (bardoli)માં સતત વરસી રહેલા વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં વિઠ્ઠલવાડીમાં 6થી 7 ફૂટ જેટલા પાણી ભરાઇ ગયા છે.

    રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં લોકોની ઘરવખરી સહિતનો સામાન પલડી ગયો હોવાની ફરિયાદો સાંભળવા મળી રહી છે. સાથે જ લોકો પોતાના ઘરોનો સામાન ઊંચી જગ્યાએ મૂકવા કવાયત કરી રહ્યા છે, જેથી આ વસ્તુઓને પાણીમાં પલડતી રોકી શકાય.

    ખાડી પર પૂરાણો કરતાં સ્થિતિ વણસી હોવાનું કહેવાય છે. જેના લીધે પાણી રહેણાક વિસ્તારો તરફ ભરાતું હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે, 15 વર્ષમાં પહેલી વખત વિઠ્ઠલવાડીમાં આટલા પાણી ભરાયા છે. પહેલીવાર આટલું પાણી ભરાયું છે અને ગળા સુધી પાણી ભરાયા છે. સ્થાનિક તંત્રે સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને પાણીના નિકાલની વાત કરી હતી.


    આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાક આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

    ઉલ્લેખનીય છે કે, આજે આવેલા વરસાદના 24 કલાકના આંકડા પ્રમાણે રાજ્યમાં 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં ઝરમર વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.

    હવામાન વિભાગની આગાહી (rain forecast) પ્રમાણે, રાજ્યમાં 48 કલાક વરસાદી માહોલ યથાવત રહેશે. સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, દ્વારકા,ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આ સાથે અન્ય જીલ્લામાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Heavy rain, Rain forecast, Surat news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन