સુરત: શહેરમાં (Surat) ચાલતા નશાના કારોબારને નાબૂદ કરવા માટે સુરત પોલીસે (Surat Police) લાંબા સમયથી કમર કસીને કામગીરી કરી રહી છે. ત્યારે સુરત આજુબાજુના વિસ્તારમાં સરસ નેટવર્ક ચલાવતા કુખ્યાત લાલા ચદ્દરને ચરસ આપવાના ગુનામાં 11 વર્ષથી વોન્ટેડ પ્રૌઢને સુરત એસઓજીએ નાસિકના વડાલા ગામથી ઝડપી લીધો હતો. કૌટુંબિક ઘોડા અને બગ્ગીના ધંધાની સાથે ચરસ વેચતો 53 વર્ષીય યુનુસ શેખ સુરતમાં વોન્ટેડ જાહેર થયા બાદ પોલીસથી બચવા સતત ઘર બદલીને જુદાજુદા શહેરોમાં રહેતો હતો. જોકે સુરત પોલીસ મોટી સફળતા મળી છે.
સુરત સહિત આજુબાજુના જીલ્લાઓમાં જે રીતે નશાનો કારોબાર ચાલી રહ્યો છે અને નશાના કારોબાર મેં તોડી પાડવા માટે સુરત પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આ કારોબાર કરતા લોકોને ઝડપી પાડી જેલમાં મોકલવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે. ત્યારે વર્ષ 2011માં પોલીસની તપાસમાં 91200 રૂપિયાનું 912 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ સમયે અબ્દુલ રઝાક ઉર્ફે લાલા ચદર વસીમ ખાન પઠાણ અને તેની પત્ની આશાબાનુને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે, પોલીસે આ સમયે પૂછપરછ કરતાં ચરસનો જથ્થો જેવો નાસિકના એક વ્યક્તિ પાસેથી લાવતા હતા જેનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટે અલગ અલગ બનાવી ગયો. ઘણી વખત પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ આરોપી ઝડપાયો ન હતો. ત્યારે ગતરોજ બાતમીના આધારે ચરસ સપ્લાય કરનાર નાસિકના યુનુસ શેખને નાસિકના વડાલાગામ ખાતે વોચ ગોઠવી તેને ઝડપી લીધો હતો.
જોકે, આરોપી પોલીસ પકડથી બચવા માટે અલગ-અલગ શહેરોમાં સંતાઈને લાંબા સમયથી રહેતો હતો. ગુનો કર્યા બાદ ૧૧ વર્ષે આરોપીને પકડી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી હતી. પકડાયેલા આરોપી કૌટુંબિક ઘોડા અને બગ્ગીના ધંધાની સાથે ચરસ વેચતો હોવાની કબૂલાત કરતાં પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર