Home /News /surat /'સપનું' : અગ્નિકાંડ પર 18 વર્ષની એક દીકરીની આંખ ઉઘાડતી હૃદયસ્પર્શી વાર્તા..

'સપનું' : અગ્નિકાંડ પર 18 વર્ષની એક દીકરીની આંખ ઉઘાડતી હૃદયસ્પર્શી વાર્તા..

”દાદી, હું આગમાં ઉભી હોઈશ અને ચારે તરફ કેમેરાના ઝબકારા થતા હશે. જોજો તમે. તમારી દીકરી છાપાની હેડલાઈન બની જશે.”

”દાદી, હું આગમાં ઉભી હોઈશ અને ચારે તરફ કેમેરાના ઝબકારા થતા હશે. જોજો તમે. તમારી દીકરી છાપાની હેડલાઈન બની જશે.”

  સપનું

  “પપ્પા જોજો એક દિવસ હું સહુથી ઉપર હોઇશ અને મારી સામે કેટલાય લોકો ફોટા પાડવા ઉભા હશે. હું હસીને હાથ ઉપર કરીશ અને લોકો મારી સાથે હાથ મેળવવા પડાપડી કરશે. છાપા મારા સમાચારથી ભરાઈ જશે. બસ મને એક વાર મોડેલીંગ કરવા દો.” શિખા રમેશભાઈને વિનવી રહી હતી. પણ જુનવાણી વિચારધારા સામે તેનું કશુજ ન ચાલ્યું. પોતાના સપના તેને ધર્બાવી દેવા પડ્યા.

  હજુતો ભણવાનું પત્યું ને માંગા આવવા લાગ્યા. 21 વર્ષ તો કઈ લગ્નની ઉમર છે? આ બધાથી છુટકારો મેળવવા એણે આગળ ભણવાનું નક્કી કરી લીધું. જોકે આ વખતે ઓછું કરગરવું પડ્યું. ઘરેથી બહાર નિકળવા એણે નિર્ધાર કર્યો હતો. એ બહાને કોઈ નાનો મોટો ચાન્સ મળે તો કોઈને કીધા વિના એકાદ રેમ્પવોક કરીને શોખ પૂરો કરી લેવાય. શિખા સુંદર તો હતીજ. વળી ભણવામાં પણ ખૂબ જ હોંશિયાર. ઘરથી બહુ દુર ન જવાની શરતે ટ્યુશન રાખવાની રજા મળી. દસજ દિવસમાં નવા મીત્રોતો બન્યા પણ બારમાં ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા માટે નોકરી પણ મળી ગઈ. સવારે ડબ્બો લઈને આવે. પહેલા પોતે ભણે અને પછી ભણાવે. સાંજ પડે ઘરે જાય ત્યારે થાકના બદલે સંતોષ વધારે લઈને જાય. લગ્ન માટે કોઈ જોવા આવવાની વાત નીકળે કે,” રજા નથી.” કહીને છટકી
  જાય. પહેલો પગાર પપ્પાના હાથમાં મુકતા એણે ફરી રજૂઆત કરી.” પપ્પા, મને મોડેલીંગ કરવા દ્યોને. જોજો હું સ્ટેજ પર આગ લગાડી દઈશ.” “ ના દીકરા, એવું ન બોલાય. આગ લાગે તારા દુશ્મનોને.” સમજ્યા વિના દાદીમાં બોલી ઉઠ્યા. “અરે દાદી, હું આગમાં ઉભી હોઈશ અને ચારે તરફ કેમેરાના ઝબકારા થતા હશે. જોજો તમે. તમારી દીકરી છાપાની હેડલાઈન બની જશે.” રમેશભાઈએ નકારમાં માથું ધુણાવ્યું.

  શિખાના સપનાની વાત હવે ક્લાસમાં બધાને ખબર હતી. કોઈ એવું પણ માનતું કે જો તે ધારે તો મિસ યુનિવર્સ પણ બની શકે. પણ શિખાનું ધારવાનું એના હાથમાં ક્યાં હતું? એકવાર બધા પિકનિક પર ગયા ત્યારે બધાએ એમજ બગીચામાં કેટવોક કર્યો અને એનો વિડીઓ વાયરલ થયો એમાં શિખાના સહુથી વધારે વખાણ થયા. પણ ઘરે ઠપકો પણ એવોજ પડ્યો. માંડ હાથે પગે પડીને પાછા આવવા માટે કરગરવું પડ્યું.

  એક બપોરે શિખા જમતી હતીને એક વિદ્યાર્થીએ આવીને કહ્યું,’ તમને કોઈ મળવા આવ્યું છે.” જમીને તે બહાર આવી તો એક સુંદર યુવાન તેની પ્રતીક્ષા કરતો હતો. “ તમને અહી આવતા ડર નથી લાગતો? કેવી બંધિયાર જગ્યા છે? વળી દાદરો પણ જુનો ખખડી ગયેલો જુના લાકડાનો. મને તો લાગે છે કે ધરતીકંપ આવેને તો બધા ધરબાઈ જ જાય.” “ અને આગ લાગે તો?” શિખાએ મજાક કરી.” પેલો યુવાન તેના હાસ્ય ને માણવામાં જવાબ આપવાનું ભૂલી ગયો. શિખાએ તેના નાક પાસે ચપટી વગાડી. “ તમને કાઈ કામ હતું?” એ, હા. તમારો વિડીઓ જોયો. મારી સાડીની બ્રાંડ છે. ફરાક સાડી. પેલી નવી ઝુલઝુલ વાળી સાડી આવી છે ને તે. ફરાક સાડી. મારે મોડેલ જોઈએ છે.” નામ સાંભળીને ના પાડવાની ઈચ્છા થઇ આવી. શોખ છે. પણ તે પૂરો કરવા સાવ આવી બ્રાંડ? પણ પછી વિચાર આવ્યો,” મજાકમાં બનાવેલો વીડિયો જો એક કામ અપાવી શકે તો એક એડ મોટું કામ આપવી જ શકે.” તેણે પોતાનો દુપટ્ટો સરખો કરતા પૂછી લીધું કે બીજા કોણ કોણ હશે એમાં? અને જવાબ તેની અપેક્ષાથી અલગ હતો. “ દીપિકા પાદુકોણ” “ તો મારે શું પાછળ જગ્યા પુરવા ઉભા રહેવાનું છે?” ના રેમ્પવોક તમે કરશો. દીપીકાજી જજ હશે અને પૂછશે, કોનસી સાડી હે? અને તમે કહેશો ફરાક સાડી.” હૃદયના ધબકારા બમણા થઇ ગયા હતા તો પણ તેણે ઠાવકાઈ થી પૂછ્યું,” અને રેમ્યુંનરેસન?” “ પચીસ હજાર?” આંખો અને મસ્તક બંને નમી ગયા. ડર માત્ર ઘરે મનાવવાનો હતો. હું વિચારીને કહું. કહીને એણે વાત ને થંભાવી દીધી.

  “ પપ્પા, એક વાર. મારું સપનું છે. હું તમારું નામ ઉપર આવે તેવું કરીશ. એક વાર પપ્પા.” સામે માત્ર મૌન હતું. દરરોજ સવાર સાંજ બસ આજ પ્રક્રિયા ચાલતી હતી. અંતે દાદીની વિનવણી થી રમેશભાઈ માન્યા. શુટીંગના દિવસે આખો ક્લાસ ત્યાં હાજર હતો. દીપિકા સેલ્ફી પડાવીને થાકી ગઈ. ઘરે આવતાજ રમેશભાઈએ ધડાકો કર્યો. “ ચાલો હવે અમે તમારી વાત માની તો તમે અમારી વાત માનો. કાલે રજા છે તો ત્રણ છોકરાને જોવાનું ગોઠવ્યું છે. શિખાના પગ નીચેથી જમીન સરકી ગઈ. બીજા દિવસે સવાર અને સાંજની લાગણીઓમાં ઘણો ફરક હતો. એણે એક છોકરો સાચેજ પસંદ કરી લીધો હતો. પેલો ફરાક સાડી વાળો એને જોવા આવ્યો હતો. મહિનો પૂરો થતા નોકરી છોડવાનો નિર્ણય લેવાયો. અને એ જ દિવસે પેલી એડનું લોન્ચિંગ પણ ગોઠવાયું. સવારે બધાને નાસ્તો કરાવ્યા બાદ શિખાએ આભાર પણ માન્યો.

  આ પણ વાંચો- અગ્નિકાંડમાં એક દીકરી કદાચ અધિકારીની કે નેતાપુત્રી હોત તો શું થાત?

  આ પણ વાંચો- ત્વચા રહેશે આજીવન ટાઈટ, કરવું પડશે ફક્ત આ 1 કામ

  આજે તેની ક્લાસમાં એક નવી છોકરી આવી હતી. એની નાની ભત્રીજીને લઈને. શિખાએ એના માટે ચોકલેટ મંગાવી. એ છેલ્લા વર્ગમાં ભણાવતી હતી અને અચાનક ધુમાડો ફેલાવા લાગ્યો. સામે દેખાતું બંધ થયું. એણે મોબાઈલ ની લાઈટ ચાલુ કરી અને બાળકોને બહાર નિકળવા બુમ પાડી. સાંકડા પેસેજમાં માંડમાંડ બધા બહાર આવ્યા.’ બહેન દાદરો સળગી ગયો.’ હવે શું કરવું તે વિચારે શિખાના શ્વાસ થંભી ગયા. એણે બારીઓ ખોલી નાખી. ધુમાડા સાથે હવે આગ પણ પ્રસરી રહી હતી. એ બારીમાંથી નીચે ઉતરી. સાવ સાંકડી જગાએ ઉભા રહીને મદદ માટે હાથ ઊંચા કરી બુમો પાડી. લગભગ સો માણસોનું ટોળું ફોટા પાડી રહ્યું હતું. લોકોની ચીચીયારીઓમાં એનો અવાજ દબાઈ ગયો. એણે પોતાનો દુપટ્ટો કાઢ્યો. એક બાળકના હાથમાં દુપટ્ટો પકડાવી અને તેણે નીચે તરફ લટકાવ્યો. નીચે ચાર માળ સુધી બધુજ ખાલી હતું. તેનો અવાજ કોઈને સંભળાતો ન હતો. એ બાળક બીજા માળના નાનકડા શેડ પર પડ્યો. હવે એણે બીજા બાળકને ઉતાર્યું. પેલું નાનું બાળક એને ચીપકીને ઉભું હતું. ચાર વિદ્યાર્થીઓ શેડ પર ઉતરતા જ શેડ પડ્યો અને બધા જમીન પર પટકાયા.

   આ પણ વાંચો- એલોવેરાનાં 12 અક્સિર ચમત્કારો, વજન પણ ઉતારી નાખશે સટાસટ

  ટોળામાંથી એક માણસ બીજા માળ સુધી ચડ્યો અને શિખાએ લટકાવેલા બે વિદ્યાર્થીઓને નીચે ઉતારવામાં મદદ કરી. આગ નજીક આવી રહી હતી. શ્વાસ રૂંધાતા હતા અને હજુ વીસ વિદ્યાર્થીઓ બાકી હતા. અચાનક પેલું બાળક કોઈ જીલી લેશે એમ માનીને કુદી ગયું. શિખાના મો માંથી રાડ નીકળી ગઈ. થોડી વારમાં બંબા આવ્યા. એમની સીડી ટૂંકી પડી. શિખાનો દુપટ્ટો હવે ફાટી રહ્યો હતો. ચાર વિદ્યાર્થીઓ ઉતર્યા ત્યાં આગ શિખા સુધી આવી ગઈ. એની પીઠ સળગી રહી હતી. તે બે હાથ ઊંચા કરીને મદદ માટે ચીસો પાડતી હતી. અનેક લોકો એના ફોટા લેતા હતા. તે હસી.  ” મારુજ સપનું હતું ને?” ટીવીમાં સમાચારની વચ્ચે પેલી એડ ચાલતી હતી. આજે લોકોને માત્ર સમાચારમાં રસ હતો. બીજા દિવસે બધાજ છાપામાં ચોથા માળેથી સળગીને કુદતી શિખાના ફોટા હતા. એનું સપનું પૂરું થયું હતું.

  લેખિકા: વિશ્વા રાવલ
  Published by:Bansari Shah
  First published:

  Tags: Dream, Life style, સમાચાર, સુરત

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन