સુરતઃ સુરત શહેરમાં (surat city news) ધમકીઓ અને છેતરપિંડીની (fruad case in surat) ઘટનાઓ બનતી રહે છે ત્યારે સુરતમાં વધુ એક જમીન અંગેની છેતરપિંડીની ઘટના બની હતી. અહીં ભટાર રોડ (Bhatar road) ઉમાભવન વિસ્તારમાં રહેતા ઍડવોકેટનો અલથાણ ઠાકોર પાર્કમાં આવેલ પ્લોટ પચાવી પાડવાના (land gabrring case surat) ઈરાદે પ્લોટમાં ગેરકાયદે કબજો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ડોક્ટર પરિવારના (doctor family) 13 સામે પોલીસમાં ફરિયાદ (police complaint) નોધાવી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ ભટાર રોડ ઉમાભવન પાસે ઓરોવીલ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્ર કાંતીલાલા માટલીવાળા (ઉ.વ.52) વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ધર્મેન્દ્રભાઍ અલથાણના રે.સ. નં 58 બ્લોક નં 72/2 વાળી જગ્યામાં પાડવામાં આવેલ ઠાકોર પાર્ક સોસાયટીમાં પ્લોટ નં-બી-9 દક્ષેશ ડોકટર પાસેથી ખરીદી વેચાણ દસ્તાવેજ બનાવ્યો હતો.
દરમિયાન આ પ્લોટ પચાવી પાડવાના ઈરાદે અલથાણ કેનાલ રોડ બેલાકાશા ઍપાર્ટમેન્ટમાં રહેતા આનંદ નવીનચંદ્ર ડોકટર, અલથાણ ન્યુ સીટીલાઈટ રોડ ઠાકોર પાર્ક સોસાયટીમાં રહેતા રીષી અશોક ડોકટર, પુરન દિનેશ ડોકટર, ચેતનકુમાર ભોગીલાલ ડોકટર, દિનેશ રતિલાલ ડોકટર, સુરેશ રતિલાલ ડોકટર, નવીનચંદ્ર રતિલાલ ડોકટર, હિતેન્દ્ર નટવરલાલ ડોકટર, અશોકકુમાર ધનસુખ ડોકટર, રજનીકાંત કૌશિકલાલા ડોક્ટર, હેમંતકુમાર નટવરલાલ ડોક્ટર, સતીષ નટવરલાલ ડોક્ટર, અને અજયકુમાર કૌશિકલાલ ડોક્ટરને પ્લોટમાં ગેરકાયદે પ્રવેશ કરી ઠાકોરપાર્ક સોસાયટીમાં પાડવામાં આવેલ પ્લોટ પૈકી પ્લોટ નં-બી-9 વાળા મિલ્કત જે આનંદ નવીનચંદ્ર ડોક્ટર તથા બીજા 12 વ્યકિતઓ તમામની સંયુક્ત માલીકીની ચાલી આવેલ છે.
અને પ્લોટનો ઓરિજનલ વેચાણ દસ્તાવેજ અને જમીનનો કબજા અમારા કબજામાં ચાલી આવેલ છે. અને કોઈ પ્રવેશ કરશે તે કરાવશે તો કાનુની પગલા ભરવામાંઆવશે હોવાનુ જાહેર ચેતવણીનું બોર્ડ માયું હતું. આ અંગે ધર્મેન્દ્રાભાઈને જાણ થતા તેઓ સ્થળ પર જઈ તેમને કહેવા જતા ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
તેમજ દસ્તાવેજ લખી આપનાર દક્ષેશ ડોક્ટરના ભત્રીજા હર્ષ કલ્પેશ ડોકટરને આરોપીઓઍ પ્લોટ ખરીદનાર પ્લોટ ઉપર આવશે તો મારમારી તોડી નાંખીશુ અને તેઓને આજ પ્લોટમાં દાટી દઈશુ અને આ સોસાયટીમાં અમો ડોકટર ફેમીલી રહીઍ છીઍ ઍટલે બીજાને રહેવા નહી દઈશુ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ધર્મેન્દ્રભાઈ માટલીવાળાની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.