Home /News /surat /સુરતની અર્શ હોસ્પિટલમાં પતિને સારવાર માટે લઈને ગયેલી મહિલા સાથે તબીબની માથાકૂટ, ડોક્ટરે જાનથી મારવાની ધમકી આપી

સુરતની અર્શ હોસ્પિટલમાં પતિને સારવાર માટે લઈને ગયેલી મહિલા સાથે તબીબની માથાકૂટ, ડોક્ટરે જાનથી મારવાની ધમકી આપી

ડોક્ટર મહિલા વચ્ચે થઈ માથાકૂટ

Surat Police: સુરતના સચીન GIDC વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પરિણીતાના પતિને બે મહિનાથી પીઠમાં દુખાવો થતો હતો. આથી પરિણીતા પતિને 30મી જાન્યુઆરીએ સારવાર માટે અર્શ હોસ્પિટલમાં લાવી હતી. જ્યાં તેના પતિ એડમિટ કરાયો હતો. 4 ફેબ્રુઆરીએ મહિલાના પતિને રજા આપી દેવાઇ હતી.

વધુ જુઓ ...
સુરત: સુરતના ઉન શાકભાજી માર્કેટ પાસે અર્શ હોસ્પિટલમાં પતિને સારવાર માટે લઈને ગયેલી મહિલા સાથે તબીબની માથાકૂટ થઈ હતી. જેમાં તબીબે મહિલાની છેડતી પણ કરી હતી. આ અંગે સચીન GIDC પોલીસમાં મહિલાએ ફરિયાદ ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ડો. ઈકબાલ અને તેના ભત્રીજા મોસીન સામે છેડતી અને ધમકીનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અર્શ હોસ્પિટલમાં મહિલા અને ડોક્ટર વચ્ચે બબાલ


સુરતના સચીન GIDC વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પરિણીતાના પતિને બે મહિનાથી પીઠમાં દુખાવો થતો હતો. આથી પરિણીતા પતિને 30મી જાન્યુઆરીએ સારવાર માટે અર્શ હોસ્પિટલમાં લાવી હતી. જ્યાં તેના પતિ એડમિટ કરાયો હતો. 4 ફેબ્રુઆરીએ મહિલાના પતિને રજા આપી દેવાઇ હતી. 5 તારીખે ફરી દુખાવો થતા મહિલા પતિને 6 તારીખે અર્શ હોસ્પિટલમાં લાવી હતી. પતિની સારવાર બરાબર ન કરવાના મુદ્દે મહિલાએ તબીબ સાથે માથાકુટ કરી હતી.

આ પણ વાંચો: ક્યા છે ગુજરાતનો વિકાસ? અહીં છેલ્લા 11 મહિનાથી ગ્રામ પંચાયતની ચૂંટણી જ નથી યોજાઈ! 

સારવાર મામલે ડોક્ટર સાથે થઈ માથાકુટ


ઉલ્લેખનીય છે કે, તબીબે કહ્યું કે, તમારા પતિની સારવાર સારા ઓર્થોપેડિક પાસે કરાવી છે. આથી મહિલાએ કહ્યું કે, સારા તબીબ પાસે સારવાર કરાવી છતાં તેમને દુખાવામાં કેમ રાહત નથી. તમે અત્યારે ઓર્થોપેડિક તબીબને બોલાવી મારા પતિની સારવાર કરાવો. જેથી ડોક્ટર ઈકબાલ ગુસ્સે થઈ મહિલાને ગાળાગાળ કરી હતી. મહિલા દવાખાનામાં ઊભી હતી તે વખતે ડો. ઈકબાલે મહિલાનો હાથ પકડી બળજબરીથી ખેંચી સોફા પર બેસાડી દીધી હતી. પછી કોઈ માણસને બોલાવી મહિલા અને તેના પતિને સારવાર માટે ડિંડોલી લઈ ગયા હતા.


આ પણ વાંચો: ભારતની વધુ એક માનવતા, તુર્કી અને સીરિયાના ભૂકંપગ્રસ્તોને મોરારિબાપુ તરફથી રૂપિયા 25 લાખની સહાય

ડોક્ટરે મહિલાના પતિને મારી નાખવીની ધમકી આપી


મહિલા ફરી ડોક્ટર ઈકબાલની હોસ્પિટલે ગઈ હતી. જ્યાં મહિલાએ કહ્યું કે, મારા પતિની સારવાર બરાબર કરી નથી અને અમારી પાસેથી ખોટી રીતે પૈસા લીધા છે. તેમ કહેતા ડોક્ટર ઈકબાલે દંપતીને હોસ્પિટલમાંથી ચાલી જાવ નહિતર અત્યારે તને અને તારા પતિને જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપી હતી. આ સાથે સાથે ડોકટરના ભત્રીજાએ પણ દંપતીને ગાળો આપી હતી. એટલું જ નહિ ડોકટરે પાછો મહિલાનો હાથ પકડી લીધો હતો. આ સમગ્ર મામલે ડોકટર અને તેના ભત્રીજા સામે મહિલાએ છેડતી અને ધમકીની ફરીયાદ સચિન GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
Published by:Vimal Prajapati
First published:

Tags: Surat news, Surat police, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો