Home /News /surat /PM Speech Surat: સુરતમાં ઓલપાડના મેગા મેડિકલ કેમ્પમાં વડાપ્રધાને કહ્યુ, ‘ડોક્ટરની નાની સલાહ દર્દીનું જીવન બદલી શકે’

PM Speech Surat: સુરતમાં ઓલપાડના મેગા મેડિકલ કેમ્પમાં વડાપ્રધાને કહ્યુ, ‘ડોક્ટરની નાની સલાહ દર્દીનું જીવન બદલી શકે’

નરેન્દ્ર મોદીએ સુરતમાં વર્ચ્યુઅલ સંબોધન કર્યુ હતુ

PM Speech Surat: ઓલપાડના મેગા મેડિકલ કેમ્પમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત તેમણે સંબોધન કરતા કહ્યુ હતુ કે, ‘મેગા મેડિકલની કલ્પના પણ બહુ મોટી વાત છે.’

  સુરતઃ ઓલપાડના મેગા મેડિકલ કેમ્પમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે આ પ્રસંગે લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને તેમની સમસ્યા સહિત યોગ્ય સારવાર મળી રહે છે કે નહીં તે અંગે વાતચીત કરી હતી. તેમણે આ પ્રસંગે સંબોધન કરતા કહ્યુ હતુ કે, ‘મેગા મેડિકલની કલ્પના પણ બહુ મોટી વાત છે.’

  ડોક્ટરની નાની સલાહ જીવન બદલી શકેઃ PM


  આ ઉપરાંત મોદી સંબોધનમાં કહે છે કે, ‘આરોગ્ય કેમ્પ લગાવવાનું સુરતમાં જ વિકસિત થયું છે. આજનો આ મેગા મેડિકલ કેમ્પ પણ તેની એક કડી છે. હું આ કેમ્પ સાથે જોડાયેલા ડોક્ટરોને આગ્રહ કરવા માગુ છુ કે, તમે સારવારની સાથે સાથે દર્દીઓની લાઇફસ્ટાઇલ વિશે પણ તેમની સાથે ચર્ચા કરો. તેમને પૌષ્ટિક આહાર ખાવા માટે પ્રેરિત કરો. ડોક્ટરની નાની સલાહ એક વ્યક્તિનું જીવન બદલી શકે છે. સમાજ અને સરકાર એકસાથે જ્યારે સેવાના કામમાં ઝંપલાવે છે ત્યારે નક્કી સફળતા મળે જે છે અને તે સફળતા સર્વવ્યાપી હોય છે.

  વિવિધ યોજનાઓ લોકોને મદદરૂપ થાય છેઃ મોદી


  આ ઉપરાંત તેઓ આરોગ્યની વિવિધ યોજનાઓ વિશે જણાવતા કહે છે કે, ‘સરકારે ચાલુ કરેલી વિવિધ આરોગ્ય યોજનાઓનો લાભ પણ લોકોને મળી રહ્યો છે. ચિરંજીવી યોજના, જનની સુરક્ષા યોજના, ખિલખિલાહટ એમ્બ્યુલન્સ વગેરે જેવી યોજના માત્ર નિમ્ન ક્લાસના લોકોને જ નહીં, મધ્યમ ક્લાસના લોકોને પણ મદદરૂપ થાય છે. ગુજરાત સરકારે સારવાર માટે 2 લાખ રૂપિયા આપવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે યોજનાને દેશવ્યાપી બનાવી ‘આયુષ્ય ભારત યોજના’ નામ આપ્યું હતું. જેમાં લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવારમાં મદદ કરવામાં આવે છે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Narendra modi speech, PM Narendra Mod, Surat news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन