Home /News /surat /Hit and Run: સુરતના ડિંડોલીમાં દૂધ લેવા નીકળેલા યુવકને કાર ચાલેક અડફેટે લેતા મોત
Hit and Run: સુરતના ડિંડોલીમાં દૂધ લેવા નીકળેલા યુવકને કાર ચાલેક અડફેટે લેતા મોત
યુવકની ફાઈલ તસવીર
Surat Crime News: દૂધ લેવા નીકળેલા યુવાને એક કાર ચાલકે અડફેટે લેતા તેને ગંભીર ઇજા થવા પામી હતી. જોકે યુવક સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખાતે ખસેડવામાં આવતા યુવક કરુણ મોત થવા પામ્યું હતું.
સુરતઃ સુરતના ડિંડોલી વિસ્તારમાં દૂધ લેવા નીકળેલા યુવાન સાથે હિટ એન્ડ રનની (Hit and run) ઘટના બની હતી. સારવાર દરમિયાન યુવકનું કરુણ મોતસુરતના ડીંડોલી વિસ્તાર આજે સવારે બનેલી હિટ એન રન ઘટના પગલે ચકચાર મચી જવા પામી હતી. દૂધ લેવા નીકળેલા યુવાને એક કાર ચાલકે અડફેટે લેતા તેને ગંભીર ઇજા થવા પામી હતી. જોકે યુવક સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખાતે ખસેડવામાં આવતા યુવક કરુણ મોત થવા પામ્યું હતું. જોકે યુવાન સાથે બનેલી હિટ એન રનની ઘટના નજીકના સીસીટીવી કેદ થઈ જાવા પામી હતી. જોકે પોલીસે આ મામલે સીસીટીવીના (CCTV) આધારે ગુનો દાખલ કરી કાર ચાલકની શોધ ખોળ શરૂ કરી છે.
સુરત ના ડીંડોલી વિસ્તારમાં બનેલ ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં હાલ ચકચાર સાથે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી અંબિકા ટાઉનશીપમાં રહેતો રાકેશ રાવલ નામનો યુવક આજે સવારે ઘર નજીક દૂધ લેવા માટે નીકળ્યો હતો તે સમયે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો.
બેફામ ગતિએ દોડી ને આવતી કારે યુવકને અડફેટે લીધો હતો જેને લઇને તેને ગંભીર ઈજા થવા પામી હતી. જોકે સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવી યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત થયું હતું.
હિટ એન્ડ રનની ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો જોકે આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
આ મામલે તપાસ શરૂ કરતાં પોલીસને સીસીટીવી મળી આવ્યા હતા. જોકે સીસીટીવીના આધારે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ પોલીસેગુનો દાખલ કરી સીસીટીવી ની મદદ થી ગાડી ચાલકને શોધી કાઢવા માટેની તજવીજ લીંબડી પોલીસે શરૂ કરી છે ત્યારે બીજી બાજુ યુવકના મોત ને લઈને પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.