Home /News /surat /ડીંડોલીમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે હત્યાના મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ કરી
ડીંડોલીમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે હત્યાના મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ કરી
ડીંડોલીમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો
Dindoli Police: સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ભેસ્તાન આવાસમાં 8 જાન્યુઆરીના રોજ એક યુવકની હત્યા થઈ હતી. ત્યારે આ ઘટનાને લઇ પોલીસે હત્યાનો મુખ્ય આરોપી અને હત્યાનું કાવતરું ઘડનાર આમ બે આરોપીને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યા છે.
સુરત: ડીંડોલી વિસ્તારમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ડીંડોલી પોલીસે હત્યાના મુખ્ય આરોપીની ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની સાથે અન્ય એક ઈસમને પિસ્ટલ સાથે ઝડપાયો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ સમાધાન માટે બોલાવી ફિરોઝ નામના ઈશમની કરી હત્યા હતી. પોલીસ દ્વારા હત્યામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ હજી ચાલુ છે. સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ભેસ્તાન આવાસમાં 8 જાન્યુઆરીના રોજ એક યુવકની હત્યા થઈ હતી. ત્યારે આ ઘટનાને લઇ પોલીસે હત્યાનો મુખ્ય આરોપી અને હત્યાનું કાવતરું ઘડનાર આમ બે આરોપીને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યા છે.
ડીંડોલી પોલીસની કાર્યવાહી
સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ભેસ્તાન આવાસમાં 8 જાન્યુઆરી 2023ના રોજ ફિરોજ અન્સારી નામના એક યુવકની હત્યાની ઘટના બની હતી. આ ઘટનાને લઇ ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને મર્ડરના ગુનામાં ભાગતા ફરતા આરોપીઓને શોધવામાં આવી રહ્યા હતા તે દરમિયાન બાતના આધારે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI હરપાલસિંહ અને તેમના સ્ટાફે અગાઉ 5 આરોપીને અગાઉ ઝડપી પાડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ હત્યાનો મુખ્ય આરોપી પોલીસથી બચવા માટે ભાગતો ફરતો હતો. ત્યારે પોલિસે વર્કઆઉટ દરમિયાન મુખ્ય આરોપી ઇમરાન માનસિકને પણ પકડી પાડ્યો છે. હત્યાના ગુનાના મુખ્ય આરોપી ઈમરાનની ધરપકડ બાદ પોલીસે તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે, ભેસ્તાન આવાસમાં શરીફ ઉર્ફે ચાઈનીઝ નામના ઇસમે આ હત્યાનું કાવતરું રચ્યું હતું. જેથી શરીફ ઉર્ફે ચાઈનીઝના ઘરે જઈને પોલીસે આ ઈસમની ધરપકડ કરી અને તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો પણ કબજે કર્યો હતો.
મળતી વિગતો પ્રમાણે હત્યામાં ઇમરાનની સાથે શેરા, અરમાન ચોટલી, સાહિલ કદવા સાથે 10થી 12 ઈસમોએ કરી હત્યા હતી. ઇમરાનની પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે, આ હત્યામાં શરીફ ચાયનીઝ નામનો વ્યક્તિ પણ સંડોવાયેલો છે. એક મહિના અગાઉ પણ ફિરોઝની હત્યાનો પ્લાન કરી ચૂક્યા હતા. આ આરોપીઓ અગાઉ પ્લાન કરેલી હત્યામાં એક મૌલવીને પણ મળ્યા હતા. ઇમરાનની સાથે ઝડપાયેલા શરીફને ત્યાંથી એક દેશી પિસ્ટલ પણ મળી આવી હતી. પોલીસ દ્વારા હાલ અગાઉ પાંચ આરોપીઓ સહિત કુલ સાત આરોપીની હાલ સુધી ધરપકડ કરવામાં આવી છે.