Home /News /surat /ભાવનગરના વેપારી સાથે દોઢ કરોડના હીરાની છેતરપિંડી, આરોપીને પકડવા ગૃહમંત્રીનો આદેશ

ભાવનગરના વેપારી સાથે દોઢ કરોડના હીરાની છેતરપિંડી, આરોપીને પકડવા ગૃહમંત્રીનો આદેશ

આરોપીને પકડવા ગૃહમંત્રીનો આદેશ

Surat News: છેતરપિંડી આચરનાર ટોળકીને તાત્કાલિક પકડીને તેમની સામે કાર્યવાહી કરવા માટે આઈડીઆઈ (ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટ)ના ચેરમેન દિનેશ નાવિડાય અને મનિષ કાપડિયાએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરતાં, હર્ષ સંઘવીએ તાત્કાલિક આરોપીઓને પકડવા આદેશ આપ્યો હતો.

વધુ જુઓ ...
સુરત: મહિધરપુરામાં બોલાવીને ભાવનગરમાં હીરા વેપારીના દોઢ કરોડ રૂપિયાના હીરા ચિટિંગ કરીને પડાવી લેનાર ચિટર ટોળકીને તાત્કાલિક પકડીને તેમની સામે કાર્યવાહી કરવા માટે આઈડીઆઈ (ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટ)ના ચેરમેન દિનેશ નાવિડાય અને મનિષ કાપડિયાએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરતાં, હર્ષ સંઘવીએ તાત્કાલિક આરોપીઓને પકડવા આદેશ આપ્યો હતો.

વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ


ભાવનરમાં હીરાનો વેપાર કરતાં વેપારી કટ એન્ડ પોલિશ્ડનું કામ કરે છે. એક હીરા દલાલે તેમને કહ્યું હતું કે, મુંબઈની પાર્ટી તમારી પાસેથી હીરાની ખરીદી કરવા માંગે છે અને તમે સુરત આવો. હીરા વેચવા માટે ભાવનગરના વેપારી સુરતમાં આવ્યા હતાં અને દલાલ સાથે મહિધર પુરવામાં ગયા હતાં. ભાવનગરના વેપારીઓ હીરાઓ બતાવ્યા એટલે પાર્ટીએ કહ્યું કે, મને આ હીરા પસંદ પડ્યા છે. આપડી ડિલ પાકી છે, દોઢ કરોડ રૂપિયાના હીરાના પેકેટને સિલ કરી દઉ છું અને જ્યારે તમને આંગડિયા દ્વારા રૂપિયા મોકલું એટલે તમે મને હીરા મોકલી આપજો.

આ પણ વાંચો: મોરબીના બાયપાસ નજીક આવેલ જર્જરિત થઈ ગયેલ સમય ગેટ ઉતારી લેવાયો 

ભાવનગરના વેપારી સાથે છેતરપિંડી


ઉલ્લેખનીય છે કે, બાદ ડિલ નક્કી થઈ જતા હીરા ખરીદનાર પાર્ટીએ ચા મંગાવી હતી. ચા આવી ગયા બાદ જાણી જોઈને ચાનો કપ ઢોળ્યો હતો. જેથી ભાવનગરના હીરા વેપારી નીચે પડી ગયેલો ચાનો કપ લેવા માટે ગયા ત્યારે હીરા ખરીદનાર પાર્ટીએ ખબર વગર જ હીરાનું પેકેટ બદલી નાંખ્યું હતુ. ભાવનગરના હીરા વેપારી ત્યાંથી નિકળી ગયા હતાં અને ત્યાર બાદ આંગડિયા કયા જ્યા પર મોકલશે તેનું એડ્રેસ આપવા માટે હીરા ખરીદનાર પાર્ટીને ફોન કર્યો હતો પરંતુ તેમનો ફોન સતત બંધ આવવાને કારણે તેમને શંકા ગઈ હતી અને હીરાનું પેકેટ ચેક કરતાં તેમાં હીરા ન હતાં.

આ પણ વાંચો: મોરબીમાં કોન્ટ્રાકટરના અપહરણના ગુનામાં નાસી છૂટેલા બે આરોપી ઝડપાયા

આરોપીઓને પકડી પાડવા ગૃહમંત્રીનો આદેશ


દોઢ કરોડ રૂપિયાના હીરા દલાલ અને અન્ય વ્યક્તિ દ્વારા ચિટિંગ કરવામાં આવી હોવાથી મહિધરપુરા પોલિસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં કેસ ઝડપથી આગળ વધે અને આરોપીઓ તાત્કાલિક પકડાય તે માટે આઈડિયાઈના ચેરમેન દિનેશ નાવડિયા અને મનિષ કાપડિયાએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. હર્ષભાઈ સંઘવીએ રજૂઆતને પોઝિટીવ લઈને પોલિસને તાત્કાલિક આરોપીને પકડવા માટે આદેશ આપ્યો હતો.
Published by:Vimal Prajapati
First published:

Tags: Surat news, Surat police, ગુજરાત