Home /News /surat /સુરત : રત્નકલાકારની 3 મિત્રોએ થાપામાં સાતેક ઘા મારી હત્યા કરી, બે બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું

સુરત : રત્નકલાકારની 3 મિત્રોએ થાપામાં સાતેક ઘા મારી હત્યા કરી, બે બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું

અમરોલીમાં રત્નકલાકારને તેના જ મિત્રોએ ચાકુના ઘા મારી અને મોતને ઘાટ ઉતાર્યો

Surat News : સુરતના અમરોલીમાં મિત્ર બન્યા હત્યારા, જૂના ઝઘડાની અદાવતમાં રત્નકલાકારની હત્યા કરી લાશ ફેંકી દીધી, એકની ધરપકડ

સુરત : સુરતના અમરોલી વિસ્તારમાં રત્નકલાકારની હત્યાનો (Diamond Worker Murder in Amroli Surat) સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. આ રત્નકલાકાર ને તેના જ ત્રણ જેટલા મિત્રો બે વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં થાપાના ભાગે સાત જેટલા ઘા (Diamond Worker Stabbed To Death in Surat Amroli) મારી કરપીણ હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. મિત્રો સાથે (Liquor) દારૂ પીધા બાદ થયેલા ઝઘડામાં આ રત્નકલાકારની હત્યા નીપજાવવામાં આવી છે. પોલીસે આ મામલે એક યુવકની (Surat Police) ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ત્યારે સુરતમાં ફરી ગુનાખોરીનો (Surat Crime) માહોલ ઉલાળો મારતો જોવા મળી રહ્યો છે. મૃતક બે બાળકોનો પિતા હતો અને આ હત્યાના પગલે તેના બે બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.

બનાવની વિગતો એવી છે કે સુરતના અમરોલી વિસ્તારમાં ગતરોજ મોડીરાત્રે એક રત્નકલાકાર યુવકની થાપાના પાછળના ભાગે સાત જેટલા ઘા મારી હત્યા કરાયેલી લાશ મંદિરના ગેટ પાસેથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી .જોકે ઘટનાની જાણકારી મળતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇ આ મામલે તપાસ શરૂ કરી હતી સુરતમાં હત્યાની ઘટનાને લઈને અમરોલી વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે તપાસ કરતાં મરનાર યુવાનનું નામ સનોજ હોવાનું સામે આવ્યું હતું.

10 વર્ષથી સુરતમાં રહેતા હતાં. 2 વર્ષ પહેલાં સનોજ નામ ના વ્યક્તિ એ ગાળા ગાળી કરતા વાત ઝગડા સુધી પહોંચી હતી

શનિ ભાઈઓ સાથે સંયુક્ત પરિવારમાં રહેતો હતો અને નોકરી કરી પોતાની પત્ની અને બાળકોનું ગુજરાન ચલાવતો હતો સની મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો રાત્રે 9 વાગ્યે તેની લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં જાણકારી મળી હતી કેમૂળ બિહારના રહેવાસી છે. 10 વર્ષથી સુરતમાં રહેતા હતાં. 2 વર્ષ પહેલાં સનોજ નામ ના વ્યક્તિ એ ગાળા ગાળી કરતા વાત ઝગડા સુધી પહોંચી હતી. લગભગ 3 વાર સનોજે ઝગડો કર્યો હતો.

આ પણ વાંચો :  સુરત : ગોળવાળા દંપતી દુકાનમાં ચોરખાના વાળો દરવાજો બનાવી ચલાવતા હતા ડ્ર્ગસનો કારોબાર

'રવિવારની રાત્રે સનોજ પણ ભાઈ શનિ સાથે જ હતો. એણે જ શનિની હત્યા કરી લાશને મંદિરના ગેટ બહાર ફેંકી દીધી'

રવિવારની રાત્રે સનોજ પણ ભાઈ શનિ સાથે જ હતો. એણે જ શનિની હત્યા કરી લાશને મંદિરના ગેટ બહાર ફેંકી દીધી હોય  તેની જાણકારી મળતાં પોલીસે મિત્રો સાથે ફરવા અને દારૂ પીવા ગયો હતો તે ત્રણમાંથી એક મિત્રની ધરપકડ કરી લીધી હતી જોકે બીજી બાજુ ની અત્યાર ની જાણકારી મળતા જ પરિવાર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને શનિનો મૃતદેહ જોઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું પોલીસની તપાસમાં.

શનિ પરિણીત હતો અને બે બાળકોનો પિતા હતો

2 વર્ષ પહેલાં સનોજ નામ ના વ્યક્તિ એ ગાળા ગાળી કરતા વાત ઝગડા સુધી પહોંચી હતી. લગભગ 3 વાર સનોજે ઝગડો કર્યો હતો. રવિવારની રાત્રે સનોજ પણ ભાઈ શનિ સાથે જ હતો. એણે જ શનિ શર્મા ની હત્યા કરી લાશને મંદિરના ગેટ બહાર ફેંકી દીધી હોય એવું જણાવ્યું હતું.અમરોલી પોલીસે હાલ શનિના હત્યા કેસમાં એકની અટક કરી તપાસ હાથ ધરી છે. શનિ પરિણીત હતો અને બે બાળકોનો પિતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
" isDesktop="true" id="1136925" >

હત્યા પાછળ હજી કોઈ યોગ્ય કારણ જાણી શકાયું નથી જોકે આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે ત્યારે પરિવાર પોતાના યુવાન પુત્રના મોતને લઇ પગમાં ગરકાવ થઇ ગયું છે ત્યારે બીજીબાજુ પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ બાદ અન્ય બે મિત્રોની ધરપકડ કરી હતી તેનું સાચું કારણ શું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે
Published by:Jay Mishra
First published:

Tags: Diamond worker, ગુનો, સુરત, હત્યા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन