Home /News /surat /સુરત: દીપડો નહીં પણ ગ્રામજનોને દેખાયું હરણ, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

સુરત: દીપડો નહીં પણ ગ્રામજનોને દેખાયું હરણ, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

વાયરલ વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, હરણ એક ખેતરમાં દોડીને જઇ રહ્યુ છે.

Surat Viral video: મહુવા તાલુકાનાં ગામોમાં દીપડાઓની વસ્તી જોવા મળે છે. ત્યારે મંગળવારે બપોરે અચાનક વાંસકુઈ નેવાણીયા ફળિયામાં એક ખેડૂતના ખેતર નજીક હરણ દેખાયુ હતુ.

સુરત: દીપડાની વસ્તી ધરાવતા મહુવા તાલુકામાં હરણ જોવા મળતા લોકોમાં અચરજ વ્યાપી ગયું છે. હરણ કાર સાથે અથડાયા બાદ ખેતરમાં પલાયન થઇ ગયુ હતુ. તે સમયનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, હરણ એક ખેતરમાં દોડીને જઇ રહ્યુ છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, મહુવા તાલુકાનાં ગામોમાં દીપડાઓની વસ્તી જોવા મળે છે. ત્યારે મંગળવારે બપોરે અચાનક વાંસકુઈ નેવાણીયા ફળિયામાં એક ખેડૂતના ખેતર નજીક હરણ દેખાયુ હતુ. હરણ દેખાતા કોઇ વ્યક્તિએ તેનો વીડિયો બનાવી દીધો હતો. જે વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

જોકે, આ ઘટના પણ વાયુવેગે ગામમાં ફેલાઈ જતાં ગ્રામજનો હરણ જોવા ખેતરે દોડી આવ્યા હતા. ત્યારબાદ અચાનક હરણ મહુવા-અનાવલ સ્ટેટ હાઈવે તરફ દોડી ગયુ હતું.

આ પણ વાંચો: ફિલ્મી વાર્તાને ટક્કર મારે એવું જીવે છે વલસાડના આ 63 વર્ષનાં યુવાન



સ્ટેટ હાઈવે ક્રોસ કરવા જતાં હરણ સામેથી આવતી ફોર વ્હીલ કાર સાથે ધડાકાભેર અથડાઇ ગયુ હતુ. આ અકસ્માતમાં કારને મોટું નુકસાન થયું હતું. અકસ્માત બાદ પણ હરણે દોડવાનું ચાલુ રાખ્યું હતું અને નજીકના ખેતરમાં પલાયન થઈ ગયું હતું.
First published:

Tags: ગુજરાત, વાયરલ વીડિયો, સુરત

विज्ञापन