Home /News /surat /સુરતમાં પિતા જેલમાં હોવાથી દીકરીએ શરૂ કર્યો MD ડ્રગ્સનો ધંધો, બે આરોપીની ધરપકડ
સુરતમાં પિતા જેલમાં હોવાથી દીકરીએ શરૂ કર્યો MD ડ્રગ્સનો ધંધો, બે આરોપીની ધરપકડ
પોલીસે યુવતીને લઈ આવી પૂછપરછ શરૂ કરી છે.
સુરત પોલીસ કમિશ્નર દ્વારા એક મુહિમ હાથ ધરવામાં આવી છે. જેમાં ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ નેમ હેઠળ આ મુહિમ ચલાવવામાં આવે છે ત્યારે અત્યાર સુધીમાં અનેક લોકોમે માદક દ્રવ્યો એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે
સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં સૃષ્ટિ રો-હાઉસ પાસે રીક્ષામાં એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા બે આરોપીને પોલીસે બાતમીના આધારે પકડી પાડ્યા હતા. જે આરોપી પાસેથી એમડી ડ્રગ્સ, મોબાઈલ અને રીક્ષા સહિત 1.50 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો અને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત પોલીસ કમિશ્નર દ્વારા એક મુહિમ હાથ ધરવામાં આવી છે. જેમાં ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ નેમ હેઠળ આ મુહિમ ચલાવવામાં આવે છે ત્યારે અત્યાર સુધીમાં અનેક લોકોમે માદક દ્રવ્યો એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અને જેમની પાસેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ કબ્જે કરવામાં આવ્યું છે ત્યારે વધુ એક બાતમી અમરોલી પોલીસને મળતા કાર્યવાહી કરી બે ઇસમને ઝડપી પાડ્યા હતા.
શહેરના અમરોલી સૃષ્ટિ રો-હાઉસની પાસે રિક્ષામાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા ચાલક સહિત બે આરોપીને અમરોલી પોલીસે બાતમીને આધારે પકડી પાડ્યા છે. પકડાયેલા આરોપી ઈમરાન ઉર્ફે બોબડા પાસેથી 77,700ની કિંમતનું 7.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. રાંદેરના અઝીઝખાને એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે રિક્ષાચાલક ઈમરાને મોક્લ્યો હતો અને 500 રૂપિયા ભાડુ નક્કી કર્યું હતું. ડ્રગ્સ કોને આપવાનું હતું તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી.
હાલમાં અમરોલી પોલીસે રિક્ષાચાલક મોહંમદ ઈમરાન ઉર્ફે બોબડા મોહંમદ કાસીમ શેખ અને એમડી ડ્રગ્સ આપનાર સૂત્રધાર અઝીઝખાન ઉર્ફે માજરો શરીફખાન શેખને પકડી પાડી ધરપકડ કરી છે. સાથે પોલીસે એમડી ડ્રગ્સ, મોબાઇલ અને રિક્ષા મળી 1.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અઝીઝખાનને રાંદેરમાં એક યુવતીએ એમડી ડ્રગ્સ આપ્યું હતું. પિતા જેલમાં હોવાથી હાલમાં ધંધો યુવતી કરતી હોવાની વાત સામે આવી રહી છે. પોલીસે યુવતીને લઈ આવી પૂછપરછ શરૂ કરી છે.