આ સમગ્ર મામલે ભોગ બનનાર વ્યક્તિએ સુરત સાયબર સેલમાં ફરિયાદ આપી હતી.
આ સમગ્ર મામલે ભોગ બનનાર વ્યક્તિએ સુરત સાયબર સેલમાં ફરિયાદ આપી હતી. જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, આરોપીએ 1 નવેમ્બર 2021ના રોજ 18 લાખ 98 હજાર પીપલોદ બ્રાન્ચના HDFC બેન્કના એકાઉન્ટમાંથી અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.
ફરિયાદીના બેન્ક એકાઉન્ટ મોબાઈલ નંબરનું સીમકાર્ડ બંધ કરાવીને બોગસ આધારકાર્ડનો ઉપયોગ કરી નવું સીમકાર્ડ મેળવી નેટ બેન્કિંગની મદદથી ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવનાર આરોપીની સુરત સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
સુરત સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં ભોગ બનનાર ફરિયાદી દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, 30 ઓક્ટોબર 2021થી 2 નવેમ્બર 2021 સુધી તેમની જાણ બહાર તેમની HDFC બેન્કના કરંટ અકાઉન્ટમાંથી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા 21 લાખ 7 હજાર રૂપિયા અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે ભોગ બનનાર વ્યક્તિએ સુરત સાયબર સેલમાં ફરિયાદ આપી હતી. જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, આરોપીએ 1 નવેમ્બર 2021ના રોજ 18 લાખ 98 હજાર પીપલોદ બ્રાન્ચના HDFC બેન્કના એકાઉન્ટમાંથી અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ 2 નવેમ્બર 2021ના રોજ 27 હજાર સેવિંગ અકાઉન્ટમાંથી અલગ અલગ બેંકના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આમ કુલ મળીને આરોપીએ ફરિયાદીના બેન્કના ખાતામાંથી 21 લાખ 7 હજાર રૂપિયા અલગ અલગ બેંકના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.
આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી અને ટેકનિકલ સર્વેનેસના આધારે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમીર પ્રસાદ આર્ય નામના એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે સમીર પ્રસાદ આર્ય બેરોજગાર છે અને તે બિહારના પટનાના બરકી મહમદપુરનો વતની છે. પોલીસની પૂછપરછમાં આરોપીએ કબુલાત કરી હતી કે તેને પહેલા તો ભોગ બનનાર ફરિયાદીના બેન્ક એકાઉન્ટ સાથે જે મોબાઈલ નંબર એડ હતો તે રજીસ્ટર નંબરનું સીમકાર્ડ બંધ કરાવી દીધુ હતુ. ત્યારબાદ બોગસ આધારકાર્ડ મેળવીને તેના પરથી ભોગ બનનારના નંબરનું નવું સીમકાર્ડ મેળવીને નેટ બેન્કિંગના ID પાસવર્ડનો ઉપયોગ કરી ભોગ બનનાર ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાંથી 21 લાખ 7 હજાર રૂપિયા અલગ અલગ બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી.