Home /News /surat /

સુરત: શેર બજારમાં વધારે પૈસા કમાવાની લાલચ 15 લાખમાં પડી, ટીપ્સ મેળવવાના ચક્કરમાં ગુમાવી રકમ

સુરત: શેર બજારમાં વધારે પૈસા કમાવાની લાલચ 15 લાખમાં પડી, ટીપ્સ મેળવવાના ચક્કરમાં ગુમાવી રકમ

પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી.

Surat cyber fraud: સુરત સાઇબર ક્રાઇમ સેલે શેર માર્કેટમાં રોકાણ કરવાની ટીપ્સ આપવાની લોભામણી અને લલચામણી વાતો કરી અલગ અલગ સર્વિસ ચાર્જ પેટેલ પૈસા વસૂલ કરીને છેતરપિંડી કરતી ગેંગ ઝડપી પાડી.

સુરત: ધ માર્કેટ જનરલ કંપની (The market general company) તથા એએબી અસોસિએટ કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી શેર માર્કેટમાં રોકાણ કરવાની ટીપ્સ (Share Market investment tips) આપવાની લોભામણી અને લલચામણી વાતો કરી અલગ અલગ સર્વિસ ચાર્જ (Service charges) જણાવી એક વ્યક્તિ પાસેથી 15,86,900 રૂપિયા વસૂલ કરીને છેતરપિંડી કરનાર આરોપીઓને ઇન્દોર, મધ્યપ્રદેશથી સાઇબર ક્રાઇમ સેલે (Surat cyber crime) ધરપકડ કરી છે.

સાઇબર ક્રાઇમ પોલીસ (Cyber crime police) સ્ટેશનમાં છેતરપિંડીનો એક ગુનો દાખલ થયો હતો. 22/07/2021 થી તા.12/12/2021 દરમિયાન ફરિયાદીને લોકેન રાજપુત, જીતેન, રોહિત, રઘુરાજ અને રીયા જૈન તરફથી ફોન કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તે ધ માર્કેટ જનરલ કંપની તથા એએબી એસોસિએટ કંપનીમાંથી બોલે છે. ત્યારબાદ ફોન કરનારે ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ કરી વધારે પૈસા કમાવાની ટીપ આપશે તેવું કહીને તેમનો વિશ્વાસ કેળવી લીધો હતો.

ચાર્જ વસૂલ કર્યો


જે બાદમાં અલગ અલગ સર્વિસ ચાર્જ જણાવી ફરિયાદી પાસેથી રૂ.15,86,900 પડાવી લીધા હતા. આ ઉપરાંત ફરિયાદીને એન્જલ બ્રોકિંગના ડીમેટ એકાઉન્ટ (Demat Account)માં 80,0000 રૂપિયાનું નુકસાન કરાવીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. ફરિયાદીને આ બાબતે જાણ થતા તેમને તાત્કાલિક સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી હતી.

પોલીસે તપાસ શરૂ કરી


પોલીસે તપાસ દરમિયાન આરોપી રાહુલ બોદડે, લોકેન રાજપુત, જિતેનને મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી ઝડપી પાડ્યા હતા. પકડાયેલા ઈસમોએ આ પ્રકારે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં અનેક ગુના ઉકેલાય તેવી શક્યતા રહેલી છે. જોકે, પકડાયેલા ઈસમો આખી ટીમ કેટલા સમયથી અને કોની કોની સાથે રહીને આવી છેતરપિંડી કરતા હતા તેમેજ આવો આઇડિયા તેમને ક્યાંથી આવ્યો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ આરોપીઓની ધરપકડ બાદ વધુ તપાસ કરી રહી છે.


છેતરપિંડી બનાવ-2: સીમ કાર્ડ બંધ થાય તો ચેતજો


કેવાયસી (KYC) માટે બેંક એકાઉન્ટ સાથે મોબાઈલ નંબર લિંક કરવાની યોજનાનો સાઇબર ગઠીયા (Cyber criminals)ઓ ગેરલાભ ઉઠાવી નાગરિકો સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાની એક ઘટના સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Cyber crime police station)માં નોંધાઈ છે. શહેરની એક કોટન કંપનીના ઓફિશિયલ મોબાઈલ નંબરને હેક કરીને અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂ.2.39 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કિસ્સો તમામ લોકો માટે લાલબત્તી સમાન છે. સાઇબર ગઠિયા આવી રીતે કોઈના પણ બેંક ખાતાને સાફ કરી શકે છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: CYBER CRIME, Cyber fraud, ગુનો, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन