Home /News /surat /Cyber Crime: દહેજ-ઘોઘા રો-રો ફેરી સર્વિસ કંપની સાથે એક ઇમેલ બાદ રૂ. 67 લાખની છેતરપિંડી થઇ ગઇ

Cyber Crime: દહેજ-ઘોઘા રો-રો ફેરી સર્વિસ કંપની સાથે એક ઇમેલ બાદ રૂ. 67 લાખની છેતરપિંડી થઇ ગઇ

ડેટોક્ષ કંપની દ્વારા મેઇલ ચેક કરવામાં આવતા તેમાં બીજા મેઇલ આઇડી મોકલાવીને રૂપિયા માંગવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

Surat news: હાલ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. છેલ્લા કેટલાક દિવસ થી ઠગબાજો સતત ઓનલાઈના મારફતે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. બીજી બાજુ આટલી મોટી કંપનીએ કોઈ વેરિફિકેશન વગર નાણા ટ્રાન્ફર કરતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

વધુ જુઓ ...
એક મેઈલને લઈને લાખો રૂપિયાની છેતરપિંડી (online Fraud) થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરત (surat)થી  દહેજ અને ઘોઘા રો-રો ફેરી સર્વિસ (Ghogha Dahej Ro Ro Ferry Service) કંપની સાથે કોઇ અજાણ્યાએ શીપયાર્ડ કંપનીના નામે મેઇલ કરીને 67 લાખ ટ્રાન્સફર (bank Fraud) કરાવી લીધા હતા. આ મામલે કંપની દ્વારા બીજીવાર પેમેન્ટની માંગણી કરવામાં આવતા શીપયાર્ડ કંપની સાથે ઠગાઇ થઇ હોવાનું સામે આવ્યું હતું.

જે અંગે હાલ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. છેલ્લા કેટલાક દિવસ થી ઠગબાજો સતત ઓનલાઈના મારફતે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. બીજી બાજુ આટલી મોટી કંપનીએ કોઈ વેરિફિકેશન વગર નાણા ટ્રાન્ફર કરતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે આ મામલે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો- AHEMDABAD: વધતી ગરમીમાં ધગધગતું શહેર, ગરમીનો પારો 45 ડિગ્રીને પાર

સાઈબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ તેજ કરી

સુરતના વેસુના આભવા રોડ ઉપર ટાઇમ્સ લક્ઝરીયામાં રહેતા સમકીત નટવરલાલ મહેતા ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ આપતી ડેટોક્ષ કંપનીમાં નોકરી કરે છે. તેઓનું એમ.કોચીન શીપયાર્ડ કંપની સાથે ટાયપ છે અને બંને વચ્ચે વ્યવહાર પણ છે. આ વ્યવહારના અંદાજીત બે કરોડ રૂપિયા એમ.કોચીન શીપયાર્ડ કંપનીને લેવાના નીકળતા હતા. શરૂઆતમાં ડેટોક્ષ કંપની દ્વારા 1.40 કરોડ આપી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન ડેટોક્ષ કંપનીને કોઇ અજાણ્યાએ રૂપિયાની ઉઘરાણી માટે શીપયાર્ડ કંપનીના નામે મેઇલ કરીને એકાઉન્ટ નંબર પણ મોકલી આપ્યો હતો. જો કે શીપયાર્ડ કંપનીએ મેઇલ જોયા વગર જ સીધા જ 67.79 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. થોડા દિવસ બાદ શીપયાર્ડ કંપની દ્વારા મેઇલ કરીને રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

આ પણ વાંચો- ભારતે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો, જાણો કેમ સરકારે આ નિર્ણય લેવો પડ્યો

ડેટોક્ષ કંપની દ્વારા મેઇલ ચેક કરવામાં આવતા તેમાં બીજા મેઇલ આઇડી મોકલાવીને રૂપિયા માંગવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇને પોલીસ ફરિયાદ થતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મેઇલથી મેસેજ કરીને રૂપિયા માંગ્યા હતા

ડેટોક્ષ કંપની દ્વારા બંને મેઇલ આઇડી ચેક કરવામાં ઠગાઇ બહાર આવી મુંબઇમા આવેલી એમ શીપયાર્ડ કંપનીના ઓફિશ્યલ મેઇલ આઇડીમાં પાછળની તરફ ડોટ.ઇન લખ્યું છે, જ્યારે અજાણ્યાએ જે મેઇલથી મેસેજ કરીને રૂપિયા માંગ્યા હતા. તેમાં સીજીથ.એમકોચીનશીપયાર્ડ લખીને પાછળની તરફ એટ્ધરેટ જીમેઇલ ડોટ.કોમ લખ્યું હતું. સુરતની ડેટોક્ષ કંપનીએ પણ એમકોચીન શીપયાર્ડ નામ જોતા જ રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારબાદ જ્યારે કંપનીના બંને મેઇલ આઇડીને ચેક કરતા ઠગાઇ થઇ હોવાનું બહાર આવ્યું હતું.
Published by:Rakesh Parmar
First published:

Tags: CYBER CRIME, Ghogha, Ro Ro Ferry, Ro ro ferry service, Surat news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો