Home /News /surat /સુરતમાં 2.29 કરોડની છેતરપિંડી કરનારા રીઢા ગુનેગારોને ઇકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા
સુરતમાં 2.29 કરોડની છેતરપિંડી કરનારા રીઢા ગુનેગારોને ઇકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા
રીઢા ગુનેગારોની કરાઈ ધરપકડ
Surat Eco Cell: સુરત શહેરને ટેક્સટાઇલ સીટી કહેવામાં આવે છે, ત્યારે કાપડ વેપારીઓ સાથે છેતરપિંડીની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટના અલગ અલગ કાપડ તેમજ ડાંગ મિલના વેપારીઓ સાથેથી 2.29 કરોડ જેટલી રકમની છેતરપિંડી કરનારા રેઢા ગુનેગારોને સુરત શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
સુરત: સુરત શહેરને ટેક્સટાઇલ સીટી કહેવામાં આવે છે, ત્યારે કાપડ વેપારીઓ સાથે છેતરપિંડીની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. સુરત શહેર ઇકો સેલ દ્વારા કાપડ તેમજ મીલના વેપારીઓ સાથે છેતરપિંડી કરનારા રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરતમાં કાપડના વેપાર સાથે સંકળાયેલા વેપાઈઓ દ્વારા છેતરપિંડી બાબતે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલે તાત્કાલિક ગુનો દાખલ કરીને આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસ દ્વારા કાપડના વેપારી અને ડાંઇગ મિલના માલિકો સાથે છેતરપિંડી કરતા ત્રણ ઈસમોને પકડવામાં આવ્યા છે.
ફરિયાદના આધારે ઇકો સેલની કાર્યવાહી
તપાસમાં સામે આવ્યું છે કે, ગિરધારી લાલ ભાદુ, રાજન કશ્યપ અને વિશાલ ખેની નામના ઇસમે આયોજનબદ્ધ રીતે કાવતરું ઘડીને સુરતની ટેક્સટાઇલ માર્કેટના અલગ અલગ કાપડના વેપારીઓ પાસેથી ગ્રે કાપડની ખરીદી કરી અને ત્યારબાદ આ ગ્રે કાપડને અલગ અલગ મિલોમાં ડાંઇગ કરાવ્યું હતું. આરોપીઓએ કાપડના વેપારી તથા ડાઈંગ મિલના વેપારીઓને પેમેન્ટ ચૂકવ્યું ન હતું. આ ત્રણેય આરોપીઓએ સાથે મળીને આયોજનબદ્ધ રીતે સુરતના કાપડ વેપારીઓ તેમજ ડાંઇગ મિલના માલિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ સમગ્ર મામલે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાતાની સાથે જ ઇકો સેલ દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને એક ટીમ બિકાનેર ખાતે રવાના કરી ત્યાંથી મુખ્ય આરોપી ગિરધારી લાલની ધરપકડ કરી તેને સુરત લાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત સુરત ખાતેથી રાજન કશ્યપ કે જે મિલ માસ્ટર છે તેની અને વિશાલ ખેની નામના ઈસમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પહેલા ગિરધારીલાલ અને રાજન કશ્યપની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આ બંને આરોપીઓ વિશાલ ખેનીના કહેવા અનુસાર કામગીરી કરતા હતા તેથી પોલીસે વિશાલ ખેલીની પણ ધરપકડ કરી છે. જોકે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમની વધુ પૂછપરછ કરવામાં આવશે. તેમની સાથે આ કાવતરામાં હજુ કોઈ ઈસમ જોડાયેલો છે કે, નહીં. આ ઉપરાંત પોલીસને પ્રાથમિક વિગતો એવી પણ મળી છે કે, આરોપીઓ આ માલનું વેચાણ મુંબઈના કોઈ ઈસમોને કરતા હતા.
ઉલ્લેખનીય છે કે, આ દિશામાં પણ આગામી દિવસોમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આ ઘટનાઓમાં અલગ અલગ બે ગુના દાખલ થયા છે. જેમાં એક ગુનામાં ગ્રે કાપડનું વેચાણ કરનારા વેપારીઓની 1 ફરિયાદ લેવામાં આવી છે. આ તમામ ફરિયાદીઓ પાસેથી આ ઈસમોએ 1.80 કરોડ જેટલી રકમનું કાપડ લીધું હતું. બીજી ફરિયાદ ડાંઇગ મિલના માલિકોની લેવામાં આવી છે. જેમાં આરોપી ગ્રે કાપડના વેપારી પાસેથી કાપડ ખરીદીને જે મિલમાં કાપડનું ડાઇંગ કરાવી પેમેન્ટ ન ચૂકવતા હતા. તેવી બે ડાંઇગ મિલની ફરિયાદ લેવામાં આવી છે અને અને ડાંઇગ મિલ સાથે છેતરપિંડીની રકમનો આંકડો 41 લાખ રૂપિયા જેટલો બહાર આવ્યો છે. આરોપી પકડાયા છે તેમાં ગિરધારી લાલનામના આરોપી સામે અગાઉ 4 જેટલા ગુના નોંધાયેલા છે અને વિશાલ ખેની નામનો આરોપી છે તેની સામે અગાઉ 6 જેટલા ગુનાઓ નોંધાય ચૂક્યા છે.