સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં હત્યા કરાયેલી ઝાડીમાંથી મળી આવેલી લાશ મામલે મારનાર યુવાનના બે સગા ભાઈની પોલીસે ધરપકડ કરી છે. પગારના રૂપિયા લઇ લીધા હતા તેની અદાવતમાં હત્યા (Murder) કરી ચહેરા પર ઓસીડ નાંખી ઈંટ તથા લોખંડના રોડાથી માથામાં ઘા કરી પગ વડે તેનું ગળી દબાવી હત્યા કરી નાખી હતી. એને મોડી રાત્રે લાશને મકાન પાછળ આવેલી ઝાડીમાં નાખી દીધી હતી. જોકે પોલીસે (Police)આરોપીઓને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે, ત્યારે ગતરોજ પોલીસને પાંડેસરા જગન્નાથ નગર સોસાયટીના પ્લોટ નં.86ની બાજુમાં આવેલ ખુલ્લી ઝાડી ઝાંખરવાળી જગ્યામાં અંદાજીત 35 થી 40 વર્ષના યુવાનની કહોવાયેલી લાશ મળી હતી. માત્ર જીન્સ પેન્ટ અને અંડરવિયર અડધે સુધી ઉતરેલી હાલતમાં મૃતક યુવાનના શરીરે મળ્યા હતા. તેનો ગુપ્ત ભાગ અને આજુબાજુનો ભાગ સંપૂર્ણ કહોવાઇ ગયા હતા. તેના જમણા હાથના બાવડાના ભાગે હનુમાનજીનું છૂંદણું, પંજા ઉપર ઓમનું છૂંદણું અને કાંડાના ભાગે ડિઝાઈન વચ્ચેના દિલના આકારમાં ' ઓમ'નું છૂંદણું હતું.
પ્રપથમ દ્રષ્ટીએ જ હત્યાનો મામલો જોવા મળી રહ્યો હતો. કોઇ અજાણ્યા ઈસમોએ અગમ્ય કારણોસર કોઇ હથિયાર અથવા કોઇ બોથડ પદાર્થ વડે માથાના ભાગે ઈજા કરી અને મરનારનું ગળુ દબાવી ખુન કરેલ હોવાનું પોસ્ટમોર્ટમ દરમિયાન સામે આવતા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. મારનાર યુવાન મુળ રહે. ગામ. કરનોઈ, પોસ્ટ. ખંડદુલ, તા, આકા, જી.ગંજામ . ( ઓડીસ્સા ) પ્રશાંત ઉર્ફે મિથુન અનંતકુમાર ગૌડ હોવાનું સામે આવ્યુ હતું.
જોકે પોલીસે આ મામલે તેની રૂમમાં તેની સાથે રહેતા ક્રિષ્ણા ચકપાણી ગૌડ અને નારાયણ ચક્રપાણી ગૌડને અટકાયતમાં લઈને પૂછપરછ કરતા મરનાર યુવાન પ્રશાંત ઉર્ફે મિથુન અનંતકુમાર ગૌડ બંને સાગા ભાઈ છે અને તેની સાથે તેની રૂમમાં રહેતા હતા. જોકે પ્રશાંતે બંને ભાઈ પાસે રહેલ બે મહિનાનો પગાર રૂપિયા 22 હજાર બળજબરીથી લઇ લીધો હતો, બન્ને જણાએ રૂપીયા લીધેલાની અદાવત રાખી પ્રશાંત ઉર્ફે મિથુનને તા. ૨૨ / ૦૨ / ૨૦૧૬ના રોજ બપોરના બાર વાગ્યે રૂમમાં સુતેલ હોય, ત્યારે તેની હત્યા કરવા સારૂ એસીડ લઈ આવેલ જે એસીડ મરનારના ચહેરા ઉપર નાંખી ઈંટ તથા લોખંડના રોડાથી માથામાં ઘા કરી પગ વડે તેનું ગળી દબાવી હત્યા કરેલ, ત્યાર બાદ લાશ રૂમમાં જ રહેવા દઈ મોડી રાત્રીના લાશ ઉપાડી બિલ્ડીંગની છત ઉપર લઈ જઈ, લાશની ઓળખ ન થાય તે સારૂ આખા શરીર ઉપર એસીડ નાંખી , લાશને છત પરથી નીચે ઝાડી ઝાંખરમાં ફેકી દિધી હતી. પોલીસની પુછપરછમાં હત્યા પોતે કરી છે તેવી કબૂલાત કરતા પોલીસે આ મામલે બંને ભાઈની હત્યાના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.