Home /News /surat /

Surat Crime: સુરતમાં વેબસાઇટ ઉપર મલ્ટીલેવલ માર્કેટીંગના ઓથા હેઠળ 2 કરોડની છેતરપિંડી

Surat Crime: સુરતમાં વેબસાઇટ ઉપર મલ્ટીલેવલ માર્કેટીંગના ઓથા હેઠળ 2 કરોડની છેતરપિંડી

સુરત ઇકો સેલ પોલીસે આરોપીની દિલ્હી ખાતેથી ધરપકડ કરી છે.

સુરત શહેર આર્થિક નગરીમાં ઘણા ગુનેગારો અવનવી સ્કીમો ચલાવી સ્કીમમાં સભ્ય બની વધુ સભ્યો બનાવી કમીશન પેટે વધુ વળતર મેળવવાની લોભામણી લાલચ આપી લોકો સાથે છેતરપીંડી આચરી રહ્યા છે.

સુરત (Surat)માં સતત ગુના ગોરીનો ગ્રાહક વધી રહ્યો છે તેમાં મલ્ટી લેવલ માર્કેટિંગના નામે છેતરપિંડી (Fraud)ની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે ત્યારે સુરત ઇકો સેલ 80 જેટલા લોકોએ તેમની સાથે થયેલી છેતરપિંડી (Online Fraud)ની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જેમાં કોઈન નામની કંપનીના ત્રણ સંચાલકો દ્વારા 10 થી 12 ટકા વળતર આપવાનું કહી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જો કે આ મામલે ત્રણમાંથી એક આરોપીને સુરત ઇકો સેલ પોલીસ દ્વારા દિલ્હી ખાતેથી ધરપકડ કરી સુરત લાવી આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરત શહેર આર્થિક નગરીમાં ઘણા ગુનેગારો અવનવી સ્કીમો ચલાવી સ્કીમમાં સભ્ય બની વધુ સભ્યો બનાવી કમીશન પેટે વધુ વળતર મેળવવાની લોભામણી લાલચ આપી લોકો સાથે છેતરપીંડી આચરી રહ્યા છે. છેતરપિંડીના ગુનાનું પ્રમાણ વધતા રોજે રોજ મલ્ટીલેવલ માર્કેટીંગ નામે છેતરપિંડી કરતા હોય છે ત્યારે આવી ફરિયાદો સામે આવતાપોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપી પકડી પાડવા કામગીરી શરૂ કરી હતી ત્યારે SIMBACOIN.LIVE વેબસાઇટ ઉપર મલ્ટીલેવલ માર્કેટીંગના ઓથા હેઠળ રોજે રોજ રીર્ટન અપાવવાની લાલચ આપી 2 કરોડ જેટલી માતબર રકમની છેતરપીંડી ફરિયાદ સામે આવી હતી.

આ પણ વાંચો- ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 6000 પાર, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

જેમાં 80 લોકો સાથે આ છેતરપિંડી થઈ હોવાને લઇને સિમ્બા કોઇન લોન્ચ કરવા અંગેની સ્કીમ બતાવનાર (1) શશીકાંત સુખદેવ અઢવ (2) સુંગા બસપ્પા હરતાપરએ જુલાઇ-2021 દરમ્યાન સુરત શહેર ખાતે આવી રેલ્વે સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ હોટલોમાં રોકાઇ ફરીયાદી મેહુલભાઇ ગોરધનલાલ પટેલ તથા અન્ય રોકાણકારોને સિમ્બા કોઇન નામની કંપનીમાં યુ.એસ.ડોલરમાં રોકાણ કરવાની સ્કીમ બતાવી સોમથી શુક્ર સુધી 0.5 થી 5 % સુધીનું દર મહીને રીર્ટન તેમજ જેટલી આઇ.ડીઓ બનાવો તે રીતે કમિશન આપવાની વાત કરી સ્કીમ સમજાવી SIMBACOIN.LIVE_ નામની વેબસાઇટ ઉપર લોગીન કરાવ્યા બાદ ફરીયાદી તથા અન્ય રોકાણકારોને પણ સ્કીમમાં રોકાણ કરાવી વેબસાઇટ બંધ કરી રોકાણકારો સાથે અંદાજીત 2 કરોડ રૂપીયાનું ચીટીંગ કર્યું હતું.

આ પણ વાંચો- હર ઘર તિરંગા અભિયાન અતંર્ગત અમદાવાદમાં 22 લાખ તિરંગા વિતરણનો ટાર્ગેટ, જાણો ક્યાંથી મળશે?

આ વિગત ધ્યાને આવતાં ઇકો સેલ દ્વારા તપાસ હાથ ધરતાં ww.simbacoln , live નામની વેબસાઇટ દિલ્હીના નિવાસી અંકિત લક્ષ્મણસીંગ ચાહર ધ્વારા બનાવવામાં આવેલ હોય શશીકાંત અઢવ, સંગ્મેશ હરલાપુર અને અંકીત ચહર તથા તેમના મળતિયા માણસો ધ્વારા મલ્ટીલેવલ માર્કેટીંગના ઓથા હેઠળ SIMBACOIN.LIVE નામની કંપની ઉભી કરી સીમ્બા કોઇનમાં રોકાણ કરાવી કોઇપણ પ્રકારની રીટર્ન / કમિશન કે રોકાણ કરેલ રકમ પરત નહી આપી છેતરપીંડી કરી હતી.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Surat Crime, Surat Crime Latest News, સુરત પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन