Home /News /surat /Coronaના ગ્રસ્ત સી.આર.પાટીલે હોસ્પિટલના બિછાનેથી બાળકને બચાવવા કરી મદદ? Video થયો વાયરલ

Coronaના ગ્રસ્ત સી.આર.પાટીલે હોસ્પિટલના બિછાનેથી બાળકને બચાવવા કરી મદદ? Video થયો વાયરલ

તકલીફ થતા તેને સાચી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં મેડિકલ તપાસમાં બાળકની અન્નનળીમાં પ્રોબ્લેમ હોવાનું સામે આવ્યું હતું, જેની માટે ડોક્ટર દ્વારા ઓપરેશન કરવાનું જણાતા બાળકના પિતા ટેન્શનમાં મુકાયા હતા

તકલીફ થતા તેને સાચી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં મેડિકલ તપાસમાં બાળકની અન્નનળીમાં પ્રોબ્લેમ હોવાનું સામે આવ્યું હતું, જેની માટે ડોક્ટર દ્વારા ઓપરેશન કરવાનું જણાતા બાળકના પિતા ટેન્શનમાં મુકાયા હતા

સુરત : ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલનો આજે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વીડિયોમાં સી.આર.પાટીલ પોતાના સંસદીય મત વિસ્તારના એક યુવાન સાથે વિડીયો કોલ પર વાત કરી રહ્યા છે. યુવાન દ્વારા પોતાના બાળકના ઓપરેશન માટે મદદ માગી રહ્યો છે, જેને સાંસદ અને પ્રદેશ અધ્યક્ષો સી.આર.પાટીલ દ્વારા સરકારી યોજના સમજાવવાની સાથે ઉદાર મનથી મદદ પણ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, હાલમાં સી.આર.પાટીલ કોરોના પોઝિટિવ હોવાના કારણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં એડમિટ છે તેમ છતાં તેમના દ્વારા મત વિસ્તારના લોકોની મદદ કરતા આ વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. સી.આર.પાટીલ હાલમાં કોરોના સંક્રમિત થાય હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેમ છતાં પોતાના મત વિસ્તારના જરૂરિયાતમંદ લોકોની મદદ કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાઇ રહ્યો છે.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ સાઈબાબા સોસાયટીમાં રહેતા રવિભાઈ ત્રિપાઠી એક શિક્ષક છે. તેમના દીકરાને તકલીફ થતા તેને સાચી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં મેડિકલ તપાસમાં બાળકની અન્નનળીમાં પ્રોબ્લેમ હોવાનું સામે આવ્યું હતું, જેની માટે ડોક્ટર દ્વારા ઓપરેશન કરવાનું જણાતા રવિભાઈ ટેન્શનમાં મુકાયા હતા. પોતાના બાળકની સમસ્યાને લઈને તેમણે પોતાના સાંસદ સી.આર.પાટીલ વિડીયોકોલથી કોલ કર્યો હતો. જ્યાં સાંસદ સીઆર પાટીલે વિડીયો કોલનો જવાબ આપતા યુવાન શિક્ષકની તમામ વાતો સાંભળી હતી.

આ પણ વાંચોVideo: સુરતમાં મહિલાઓ બની રણચંડી: એક પાર્ટી પ્રમુખને ઓફિસમાં જ બેલ્ટ, ચપ્પલથી ધોઈ નાખ્યા


રવિ ત્રિપાઠી દ્વારા પોતાના બાળકની સમસ્યા અને હોસ્પિટલમાં ખર્ચ અંગે સીઆર પાટીલે જણાવ્યું હતું, ત્યારે સીઆર પાટીલે સૌથી પહેલા મા કાર્ડ વિશે શિક્ષકને પૂછ્યું હતું, પરંતુ શિક્ષક દ્વારા પોતાની પાસે માં કાર્ડ નહીં હોવાનું જણાવતાં તેને તાત્કાલિક સાંસદે પોતાની ઓફીસ જવા સૂચના આપી હતી જ્યાં ઓફિસ દ્વારા શિક્ષકોના પરિવારને મા કાર્ડ કઢાવવા સ્ટાફ મદદરૂપ થશે. આ ઉપરાંત સાંસદ દ્વારા તાત્કાલિક બાળકના ઓપરેશન માટે હોસ્પિટલના નામનો ૨૫ હજારનો ચેક લખી આપવા પોતાની ઓફિસને સૂચના આપી હતી, જે ચેક એજ દિવસે શિક્ષકને મળી ગયો હતો.



ઉલ્લેખનીય છે કે, સી. આર. પાટીલ હાલમાં કોરોના સંક્રમિત થયા હોવાથી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે તેમ છતાં પણ આવી રીતે પોતાના મત વિસ્તારના લોકોની સમસ્યા ફોનથી સાંભળી અને તેની મદદ મદદ કરતો વાયરલ થયેલા વિડિયોની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. સી આર પાટીલ ની મદદ મળ્યા બાદ આ વિડીયો શિક્ષક રવિભાઈ ત્રિપાઠીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેની પ્રશંસા લોકો કરી રહ્યા છે.
First published:

Tags: CR Patil, CR patil BJP

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો