Home /News /surat /સીઆર પાટીલ પર AAP નેતાને ધમકી આપ્યાનો આરોપ, ફોન કરીને કહ્યા અપશબ્દો

સીઆર પાટીલ પર AAP નેતાને ધમકી આપ્યાનો આરોપ, ફોન કરીને કહ્યા અપશબ્દો

સી.આર. પાટીલે લિંબાયતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ધમકી આપ્યાનો આપ પાર્ટીનો આરોપ.

પંકજભાઈ તાહિર જે પહેલા ભાજપના નેતા હતા. પરંતુ હાલમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પંકજભાઈ મરાઠી સમાજ એટલે કે સી.આર. પાટીલના સમાજથી આવે છે.

આમ આદમી પાર્ટી (Gujarat AAP)ના કાર્યકર્તા સાથે સી.આર. પાટીલ (CR Patil) એ ફોન પર ધાક ધમકી આપી હોવાનો આરોપ ગોપાલ ઈટાલિયા (Gopal Italia)એ લગાવ્યો છે. ત્યાં જ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી માંગણી કરી છે કે પોલીસ સી.આર. પાટીલ (CR Patil)ની ધરપકડ કરે. ત્યાં જ તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, પાટીલના ઈશારે આમ આદમી પાર્ટી (Aam Adami Party)ના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે.

ગુજરાત આમ આદમી પાર્ટી (Gujarat Aam Aadmi Party)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પત્રકારોને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન ગુજરાતના તમામ જિલ્લા, તાલુકા, ગામડાઓમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આ આંદોલનને ગુજરાતભરમાંથી લોકોનું અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. આ આંદોલનમાં લાખો લોકો જોડાઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં હોર્ડિંગ્સ, બેનરો, પોસ્ટરો લગાવીને ફ્રી વીજળી આંદોલનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં ફ્રી વીજળી આંદોલન દ્વારા જે જાગૃતિ ફેલાવવામાં આવી છે તે પછી હવે ગુજરાતની જનતા પણ કહી રહી છે કે વીજળી ફ્રી થવી જોઈએ અને ભાજપે વીજ કંપનીઓ સાથેની મિલીભગત બંધ કરી પ્રજાને ફાયદો થાય તે રીતે વીજળી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.



આ ફ્રી વીજળી આંદોલન ઘણું સફળ થઇ રહ્યું છે, તે વાતનો અંદાજો સૌ કોઈ એ વાત પરથી લગાઈ શકે છે કે, ભાજપના પ્રમુખ સી.આર. પાટીલના ઈશારે અમારા કાર્યકર્તા અને નેતાઓની ઠેર-ઠેર અટકાયત કરવામાં આવી રહી છે, અમારા પર કેસ કરવામાં આવી રહ્યા છે, અમારા હોર્ડિંગ્સ અને બેનરો તોડી નાખવામાં આવી રહ્યા છે. પરંતુ છેલ્લા થોડા દિવસો પહેલા સી.આર. એ તમામ હદો વટાવી દીધી છે.



ગોપાલ ઈટાલિયાએ વધુમાં કહ્યું કે, થોડા દિવસો પહેલા સી.આર. પાટીલે બધી મર્યાદા ઓળંગી દીધી છે. ‘આપ’ના કાર્યકર્તા પંકજ તાહિરે સમગ્ર લિંબાયતમાં ફ્રી વીજળી આંદોલનના પોસ્ટરો અને બેનરો લગાવ્યા અને વીજળી આંદોલનના મુદ્દાઓને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું. લિંબાયતમાં ફ્રી વીજળી આંદોલન માટે મળી રહેલું અભૂતપૂર્વ જન સમર્થનથી પરેશાન સી.આર. પાટીલે પંકજભાઈ તાહિરને ફોન કરીને તેમને ધમકી આપી હતી. ફોનમાં ધમકી આપતા સી.આર. પાટીલે કહ્યું, “તમારામાં એટલી હિંમત આવી ગઈ છે કે તમે લિંબાયત વિસ્તારમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છો. હવે હું જોઉં છું કે તમને કોણ બચાવે છે."

આ પણ વાંચો- એકનાથ શિંદે માટે ઉદ્ધવ ઠાકરેએ CM પદ છોડવાની ઓફર કરી- સૂત્ર

વધુમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે,

આજે જનતાની સામે અમે સી.આર. પાટીલની વાસ્તવિકતા ઉજાગર કરવા અમે અહીં આવ્યા છીએ અને અહીંથી અમે લિંબાયત પોલીસ સ્ટેશન જઈને સી.આર. પાટિલ વિરુદ્ધ FIR પણ નોંધવાના છીએ. અને અમે ઇચ્છિએ છીએ કે પોલીસ દ્વારા પાટીલની ધરપકડ થાય. ચૂંટણીના એફિડેવિટમાં સી.આર. પાટીલે જે નંબર આપ્યો હતો તે જ નંબર પરથી પંકજભાઈ તાહિર ને ફોન આવ્યો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે સી.આર. પાટીલે જ ફોન પર ધમકી આપી હતી.

જણાવી દઇએ કે, પંકજભાઈ તાહિર જે પહેલા ભાજપના નેતા હતા. પરંતુ હાલમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પંકજભાઈ મરાઠી સમાજ એટલે કે સી.આર. પાટીલના સમાજથી આવે છે.
First published:

Tags: AAP Gujarat, AAP Party, CR Patil, Gopal Italiya, Gujarat AAP, Surat news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો