Home /News /surat /સુરત Corona Update : હીરા ઉદ્યોગ માર્કેટો સજજડ બંધ, બપોર સુધીમાં 308 કેસ

સુરત Corona Update : હીરા ઉદ્યોગ માર્કેટો સજજડ બંધ, બપોર સુધીમાં 308 કેસ

પ્રતિકાત્મક તસવીર

હેરમાં આજે બપોરના બાર વાગ્યા સુધીમાં કોરોના સંક્રમણના ૩૦૮ પોઝિટિવ કેસો સામે આવ્યા છે અને બે દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.

સુરત : શહેરમાં કોરોનાથી પરિસ્થિતિ ખૂબજ ખરાબ થઈ ચૂંકી છે. કોરોના વાયરસે સમગ્ર શહેરને ઝપટમાં લઈ લીધુ છે. પ્રથમ વખત ઍવુ બન્યુ છે. કે શહેરમાં બે હજાર કરતા વધુ કેસ સામે આવ્યા છે. ગઈકાલે ઍક જ દિવસમાં રેકોર્ડ ૨૧૫૫ કેસો સામે આવ્યા બાદ આજે બપોરના બાર વાગ્યા સુધીમાં શહેરમાં ૩૦૮ સંક્રમીત કેસો અને જિલ્લામાં ૧૦૫ સંક્રમીત કેસો સાથે કુલ કેસ ૪૧૩ નોંધાયા છે જે સાથે કુલ કેસની સંખ્યા ૮૫૮૬૪ ઉપર પહોંચી છે આજરોજ મોટા વરાછા થતા સલાબતપુરાના બે મહિલા દર્દીઓના મોત થયા છે જે સાથે કુલ મરણાંક ૧૪૩૨ ઉપર પહોંચ્યો છે.

શહેર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. દિવસે ને દિવસે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. કોરોના સંક્રમણ રોકેટની ગતિથી વધીને જનજીવનને ભરડામાં લઈ રહી હોવાતી શહેરીજનો રિતસરના પારેવાની જેમ ફફડી રહ્ના છે. સાથે ગંભીર પર્સિ્થિતિના પગલે તંત્રની દોડધામ વધી જવા પામી છે. કોરોના સંક્રમણના ફેલાવા વચ્ચે હવે લોકો પાસે જાણે ઍક જ માર્ગ સ્વયંભૂ શિસ્તનું પાલન કરવાનો જ રહ્ના છે. આખુ શહેર અને જિલ્લો મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે લોકો સરકારની ગાઈડ લાઈનનો પાલન કરે તે ખુબ જરૂરી છે. ઔઘોગિક નગરી સુરત ટેક્ષટાઈલ અને ડાયમંડના વેપારીઓઍ બે દિવસનું સ્વયંભૂ લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી ગઈકાલે સફળ થયું હતું. અને આજે પણ સ્વયંભુ બંધ રહેતા સફળ થતુ દેખાઈ રહ્નાં છે.

મનપા તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણ ટેસ્ટીંગનું પ્ર્માણ વધારી દેવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ સંક્રમીત વિસ્તાર ટેક્ષટાઈલ માર્કેટ અને ડાયમંડ ફેકટરીઓને વિસ્તાર જાવા મળ્યો હતો. વહીવટી તંત્રની સાથે પોતાની નૌતિક જવાબદારી સમજીને વેપારી ઍસોસીઍશન આગળ આવીને સ્વયંભુ બંધ પાળ્યુ છે. શહેરના વરાછા, કતારગામ, કાપોદ્રા સહિતના તમામ વિસ્તારોના મુખ્ય ડાયમંડ ફેકટરીઓ અને ડાયમંડ માર્કેટ આજે પણ ચૂસ્તપણે સ્વયંભુ લોકડાઉન પાલન કયું છે. રોજના લાખોની સંખ્યામાં અવર જવર કરતા વેપારીઓ અને દલાલો આજે પણ દેખાયા ન હતા.

આ પણ વાંચોસુરત : ડિંડોલીમાં જાહેરમાં માથાભારે યુવકની હત્યા, પવન અને વીરૂએ ચપ્પાના ઘા માર્યા અને...

બપોર સુધીમાં આજે 308 કેસ

વધુમાં શહેરમાં આજે બપોરના બાર વાગ્યા સુધીમાં કોરોના સંક્રમણના ૩૦૮ પોઝિટિવ કેસો સામે આવ્યા છે અને બે દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા ૬૬,૬૯૧ અને મુત્યુની સંખ્યા ૧૧૩૦ ઉપર પહોચી છે. આ ઉપરાંત જિલ્લામાં પણ પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. ચોર્યાસી. કામરેજ, પલસાણા, બારડોલી અને ઓલપાડ તાલુકામાં સંક્રમીત કેસોમાં ખુબજ વધારો નોંધાઈ રહ્ના છે. આજે બપોરના બાર વાગ્યા સુધીમાં નવા ૧૦૫ કેસ સામે આવતા કુલ કેસની સંખ્યા ૧૯,૧૭૩ ઉપર પહોંચી છે.આમ શહેર જિલ્લામાં કુલ કેસની સંખ્યા ૮૫,૮૬૪ અને મરણાંક ૧૪૩૨ ઉપર પહોચી છે. જેને લઈને તંત્રની ઉંધ હરામ થઈ ગઈ છે.

સુરતીઓ ગમે તેવી આપદા આવી પડે તો તેનો હિંમતભેર સામનો કરવામાં ક્યારેય પાછળ પડ્યા નથી. કોરોના મહામારીમાં પણ સુરતીઓઍ પોતાનો મિજાજ બચાવી દાનનો ધોધ વહેવડાવી દર્દીઅો માટે ૨૫ લાખથછી વધુનું દાન કયું છે આ સાથે ૧ હજાર લોકો દર્દીઓની સેવા કરવા તૈયાર છે સોરાષ્ટ્ર પટેલ સમાજે તો ત્યાં સુધી ક્હ્નાં છે કે દર્દીઓની મદદ કરવા માટે જરૂર પડશે તો હોસ્ટેલ બનાવવા માટે આવેલ દાનનો ઉપયોગ કરીશુ હોસ્ટેલ મોડી બને તો સાલે પણ દર્દીનો જીવ બચવો જાઈઍ. વરાછાના અલગ અલગ વિસ્તારોમાં ૬ દિવસમાં ૭ આઈસોલેશન સેન્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં ઓકસિજન બેડની વ્યવસ્થા કરાઈ છે. હાલ ૨૦૦ દર્દીઓ દાખલ છે અને મોટા વરાછા અને સુદામા ચોકના આઈસોલેશન સેન્ટર ફુલ થઈ ગયા છે. દરેક દર્દીને ૩ ટાઈમ જમવાનું ૨ ટાઈમ નાસ્તો અપાય છે.

ટ્રાવેલ્સના માલીક પાસે રૂ. 50 હજારની ખંડણી માંગનાર ચાર પત્રકારો સામે ગુનો દાખલ

એક તરફ સામેથી વેપારીઓ આગળ આવી કોરોનાની ચેન તોડવા માટે સ્વયંભૂ બંધ આપી રહ્યા છે, ત્યારે કેટલાક લેભાગુ લોકો આવા કપરા સમયમાં પોતાનો ફાયદો શોધી રહ્યા છે. સચીન દુરદર્શન ચાર રસ્તા પાસે ટ્રાવેલ્સ બસના સંચાલકને બસમાં વધુ પડતા પેસેન્જર બેસાડ્યા છે, સોશ્યલ ડિસ્ટન્ટ જળવાતુ નથી. પોલીસ કેસ કરવો પડશે હોવાની ધમકી આપી રૂપિયા ૫૦ હજારની ખંડણીની માંગણી કરનાર ચાર પત્રકારો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચોભાવનગર: 'પુત્ર સાથે કરેલા ઝગડાનો ઠપકો આપવા ગયા', કુટુંબીના પરિવારે પુત્રોની સામે જ પિતાને રહેંસી નાખ્યા

પુણાગામ સરગમ સોસાયટીમાં રહેતા બીપીન લાલજી શેલડીયા (ઉ.વ.૪૧) નાના વરાછામાં ઍસ.ઍમ.સી કોમ્પ્લેક્ષમાં રસીયા ટ્રાવેલ્સની ઓફિસ ધરાવે છે. બીપીનભાઈ ગત તા ૧૬મીના રોજ સાંજે ઓફિસમાં બેઠા હતા ત્યારે સચીનથી ઉત્તરપ્રદેશ ખાતે પેસેન્જર મુકવા માટે લોકો આવ્યા હતા. જેથી બીપીનભાઈ ગઈકાલે બપોરે બારેક વાગ્યે ડ્રાઈવર ચંદ્રેશ વિઠ્ઠલ હીરપરા (રહે, શાંતીનગર ઍપાર્ટમેન્ટ હીરાબાગ)ને ટ્રાવેલ્સની બસ લઈને પેસેન્જર લેવા માટે સચીન દુગદર્શન ચાર રસ્તા પાસે મોકલી આપ્યો હતો.

ચંદ્રેશે બસમાં પેસેન્જર બેસાડતો હતો તે વખતે તેની પાસે જયદેવ વિશ્વકર્મા, સુનિલ પ્રજાપતિ, અભિષેક યાદવ અને વાલો ભરવાડ નામના વ્યકિતઍ તેની પાસે આવી પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી બસમાં વધુ પડતા પેસેન્જરો હોવાથી સોશ્યિલ ડિસ્ટન્સ જળવાતુ નથી જેથી હું પોલીસ બોલાવી તમારી ટ્રાવેલ્સ જ કરાવી દઈશ અને તમારી સામે પોલીસ ફરિયાદ કરીશ અને જા તમારી સામે ફરિયાદ ના થવા દેવી હોય તો સમાધાન પેટે રૂપિયા ૫૦ હજાર આપવા પડશે. તમારા ટ્રાવેલ્સના માલીકને બોલાવી લો હોવાની કહી બીપીનભાઈ સાથે મોબાઈલ પર વાત કરાવી હતી.

બીપીનભાઈ તેના મિત્ર ચેતન હીરપરા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. આરોપીઓઍ બીપીનભાઈને પણ પોલીસ ફરિયાદ ન થવા દેવી હોય તો ૫૦ હજાર આપવા પડશે હોવાનુ કહ્યું હતું. જોકે બીપીનભાઈઍ પૈસા આપવાની પાડતા આરોપીઓ પોલીસને ફોન કરી પોલીસ વાન સ્થળ પર બોલાવી લીધી હતી, અને બીપીનભાઈને વાનમાં બેસાડી પોલીસ મથકમાં લઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં આવ્યા બાદ પણ આરોપીઓઍ હજી પણ સમાધાન થઈ શકે છે, બોલો ૫૦ હજાર આપવા માટે તૈયાર છે તો હું પોલીસ ફરિયાદ નહી કરુ તેમ જણાવ્યું હતુ. પોલીસે બીપીનભાઈની ફરિયાદ લઈ ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
First published:

Tags: Corona Vaccination, Surat Coronavirus