Home /News /surat /સુરતમાં Coronaનો કૂદકોને ભૂસકો: આજે 1920 કેસ અને 26 પરિવારમાં માતમ, તંત્રની ચિંતા વધી

સુરતમાં Coronaનો કૂદકોને ભૂસકો: આજે 1920 કેસ અને 26 પરિવારમાં માતમ, તંત્રની ચિંતા વધી

પ્રતિકાત્મક તસવીર

આજે કોરોનાની સારવાર દરમિયાન 26 લોકોના મોત થયા છે જેમાં 302 મૃત્યુ જિલ્લાના છે અને 1102 શહેર વિસ્તારના છે

સુરત : દેશભરમાં કોરોનાવેક્સિન (Corona Vaccination) આપવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી (Corona patient)ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 1920 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 1522 જયારે ગ્રામીણ વિસ્તારમાં 398 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 83296 પર પહોંચી છે, જયારે આજે 26 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1404 પર પહોંચ્યો છે, તેવામાં આજે 831 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસ(Coronavirus)ને લઇને લોકો કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરવાને લઈને ત્રીજ વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 1920 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 1522 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 64663 જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 398 કેસ સાથે દર્દી સંખ્યા 18633 પર પહોંચી છે.

આજે કોરોના ની સારવાર દરમિયાન 26 લોકોના મોત થયા છે જેમાં 302 મૃત્યુ જિલ્લાના છે અને 1102 શહેર વિસ્તારના છે. કુલ મૃતઆંક 1404 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 638 જ્યારે જિલ્લામાં આજે 193 દર્દીને રજા આપતા, કુલ 831 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા કુલ 71987 જેમાં શહેર વિસ્તારમાં 56269 જયારે ગ્રામ્ય વિસ્તારના 15718 દર્દી છે.

આ પણ વાંચો - વિચિત્ર હકિકત: આ છે કલિયુગની 'કુંભકર્ણ', 1 વખત ઊંઘી જાય તો 13 દિવસ સુધી નથી ખોલતી આંખો

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોનમાં 141, વરાછા એ ઝોનમાં 140, વરાછા બી 2 106 , રાંદેર ઝોન 290, કતારગામ ઝોનમાં 288, લીંબાયત ઝોનમાં 134, ઉધના ઝોનમાં 139 અને અથવા ઝોનમાં 284 કેસ નોંધાયા છે.

જોકે ગતરોજ સુરતમાં અથવા અને ખાસ કરીને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને કેટલાક વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - રૂવાંટા ઉભા થઈ જાય તેવો Video: અડધા સળગેલા મૃતદેહને ફેંદી ખાઈ રહ્યા શ્વાન, તંત્રની પોલ ખુલી

જિલ્લામાં ક્યાં કેટલા કેસ?

જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 62, ઓલપાડ 116, કામરેજ 30, પલસાણા 03, બારડોલી 102, મહુવા 54, માંડવી 19, અને માંગરોળ 12, અને ઉમરપાડા 00 કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અહીંયા પણ વધારવામાં આવ્યું છે. જોકે સતત વધી રહેલા કેસમાં બહાર ગામથી આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને જો લોકો નિયમો નહીં પાળે તો આગામી દિવસોમાં કોરોના વિસ્ફોટ થાય તેવું લાગી રહ્યું છે.
First published:

Tags: Corona Vaccination, Surat Coronavirus