Home /News /surat /સુરતઃ હીરા બજારમાં Coronaએ ફરી ચિંતા વધારી! એક જ હીરા પેઢીમાંથી 22 પોઝિટિવ કેસ મળ્યા, કારખાનું સીલ કરાયું

સુરતઃ હીરા બજારમાં Coronaએ ફરી ચિંતા વધારી! એક જ હીરા પેઢીમાંથી 22 પોઝિટિવ કેસ મળ્યા, કારખાનું સીલ કરાયું

પ્રતિકાત્મક તસવીર

સુરત શહેરમાં પાછલા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઘટી રહી હતી ત્યારે ફરી એક વખત હીરા માર્કેટમાં આવી રીતે એક સાથે કેટલા કેસ આવવા એ ચિંતાનો વિષય છે.

સુરતઃ સુરતમાં (Surat) ફરીથી ડાયમંડ ફેક્ટરીમાં (Diamond Factory) કોરોના વાયરસના (coronavirus) કારણે ફફડાટ વ્યાપ્યો હતો. ગોપીપુરા, તીનબત્તી વિસ્તારમાં સ્થિત ભણસાલી ઍન્ડ કંપની નામક ડાયમંડ ફેક્ટરીમાં કાર્યરત 192 કર્મચારી ઓના ઍન્ટિજેન ટેસ્ટ દરમિયાન કુલ 22 વ્યક્તિના ટેસ્ટ પોઝિટિવ (corona test) આવ્યા છે. ઍક જ વિભાગમાંથી બે દિવસમાં 22 પોઝિટિવ કર્મચારી ઓ મળી આવતાં મનપાના સેન્ટ્રલ ઝોન દ્વારા હીરાનું કારખાનું સીલ કરી દીધું છે.  મોટા ભાગના હીરાના કારીગરો એકસાથે જમતા હોવાનુ સામે આવ્યું હતું . જમતી વખતે બધા એક સાથે હોઈ અને માસ્ક પણ ના હોઈ જેથી જ સંક્રમણ ફેલાયું છે.

ઍન્ટિજેન ટેસ્ટની ઝૂંબેશ દરમિયાન ગત શનિવારે સેન્ટ્રલ ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા ભણસાલી ઍન્ડ કંપની નામક ડાયમંડ ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. કુલ 70 ટેસ્ટ શનિવારે કરાયા હતા. જેમાં કુલ 4 પોઝિટિવ કર્મચારી ઓ મળી આવ્યા હતા. કારખાનામાં 200થી વધુ કર્મચારીઓ કામ કરતા હોવાથી આજે ફરીથી સેન્ટ્રલ ઝોનની સ્ટેટિક ટીમ દ્વારા કારખાનામાં ટેસ્ટની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.

આજે કારખાનામાં હાજર વધુ 122 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 18 કર્મચારીના ટેસ્ટ રીપોર્ટ પોઝિટિવ મળ્યા છે. સેન્ટ્રલ ઝોનના આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી હીરાના કારખાનાને સીલ કરી દીધું છે.

આ પણ વાંચોઃ-લૂંટેરી દુલ્હનના કારણે લગ્ન કરાવનાર યુવકને ગુમાવવો પડ્યો જીવ, વાંચો મધ્ય પ્રદેશની ફિલ્મી કહાની જેવી ઘટના

સુરત શહેરમાં પાછલા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઘટી રહી હતી ત્યારે ફરી એક વખત હીરા માર્કેટમાં આવી રીતે એક સાથે કેટલા કેસ આવવા એ ચિંતાનો વિષય છે.

આ પણ વાંચોઃ-સુરતઃ શું રત્નકલાકારોની Diwali સુધરશે? બોનસ આપવાની માંગ સાથે ડાયમંડ વર્કર યુનિયનેકલેક્ટરની કરી રજૂઆત

આ પણ વાંચોઃ-ડાંગ જિલ્લા BJP પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોને ચિકન સેન્ટર સંચાલક સાથે કરી મારામારી, live મારામારીનો video

મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે તમામ કારખાનાના માલિકોને તેમજ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે કામગીરી દરમિયાન કે રીસેશ ટાઇમમા જમતી વખતે યોગ્ય દુરી રાખવી ખૂબ જ જરૂરી છે. હાલમાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું હોય તમામ લોકોએ પોતાના ટિફિન માંથી જ ખાવું જોઈએ એકબીજાના સંપર્કમાં આવવાથી કોરોના સંક્રમણ ફેલાઇ છે.



કર્મચારીને કોરોના આવતા તેના પરિવારમાં પણ કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય રહેલો છે જેથી મહાનગરપાલિકા તો વધારેમાં વધારે ટેસ્ટિંગ ડાયમંડ યુનિટો ના વિસ્તારમાં કરી રહી છે પરંતુ હીરા કારખાના દ્વારા પણ સહકાર મળો ખૂબ જ જરૂરી છે.
First published:

Tags: Coronavirus, ગુજરાત, સુરત