Home /News /surat /corona positive news: સુરતના ઠક્કર પરિવારની ત્રણ પેઢીએ એકસાથે કોરોનાને હરાવ્યો

corona positive news: સુરતના ઠક્કર પરિવારની ત્રણ પેઢીએ એકસાથે કોરોનાને હરાવ્યો

ઠક્કર પરિવારની તસવીર

સુરત સિવિલના તબીબોની સારવાર થકી દાદા-દાદી, પુત્ર, પુત્રવધુ અને પૌત્ર-પૌત્રીઓ એકસાથે પોઝિટિવમાંથી નેગેટિવ થઈને કોરોના મુક્ત બન્યા છે.

સુરત: શહેરના પુણા બોમ્બે માર્કેટ (Bombay Market) વિસ્તારના સ્વામિનારાયણ નગર નિવાસી ઠક્કર પરિવારની (thakkar family) ત્રણ પેઢીએ (Three generations) એકસાથે કોરોનાને (coronavirus) હરાવ્યો છે. મક્કમ મનોબળ, પૂરતી સાવધાની અને સિવિલના તબીબોની સારવાર થકી દાદા-દાદી, પુત્ર, પુત્રવધુ અને પૌત્ર-પૌત્રીઓ એકસાથે પોઝિટિવમાંથી નેગેટિવ થઈને કોરોના મુક્ત બન્યા છે. તેમાં પણ સિવિલના (surat civil) તબીબોએ બી નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતાં 67 વર્ષીય દાદા કનૈયાલાલ ઠક્કરને બી પોઝિટિવ ગ્રુપનું પ્લાઝમા આપી સફળ પ્લાઝમા સારવાર કરીને કોરોના સામે જીત અપાવી છે.

દાદા કનૈયાલાલ ઠક્કરને કોરોના પોઝિટિવ આવતાં તા.૫ ઓગસ્ટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આથી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા પુણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેમના પરિવારના તમામ સભ્યોની તપાસ કરવામાં આવી. તપાસમાં 65 વર્ષિય દાદી સુમિતાબેન, કનૈયાલાલના 36 વર્ષીય પુત્ર અજય, પુત્રવધુ નેહાબેન, 17 વર્ષની પૌત્રી ઈશિતા, 13 વર્ષીય ધ્રુવી અને 06 વર્ષના પૌત્ર મોનાર્કના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં.

ડાયાબિટીસ ધરાવતા દાદાજી કનૈયાલાલને સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં, જ્યાં તેમનું ઓક્સિજન લેવલ ઓછું હોવાથી HR સિટી સ્કેન (હાઈ રિઝોલ્યુશન કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી) કરતા ફેફસામાં 30થી 40 ટકા કોરોનાની અસર જણાઈ. શ્વાસ લેવામાં તકલીફ હોવાથી 15 લીટર NRBM નોન રિબ્રિધર ઓક્સિજન માસ્ક પર રાખવામાં આવ્યા. ત્યારબાદ 11 ઓગસ્ટે પ્લાઝમા થેરાપી દ્વારા પ્લાઝમા આપવામાં આવ્યું.

આ પણ વાંચોઃ-આર્થિક તંગીના કારણે જ્વેલર્સ ભાઈઓએ પોતાની દુકાનમાં જ ગળાફાંસો ખાઈને કરી આત્મહત્યા

કનૈયાલાલનું બ્લડ ગ્રુપ ‘બી નેગેટિવ’ હોવાથી આ ગ્રુપનું પ્લાઝમા મળવું મુશ્કેલ હોય છે. પ્રથમ વખત તો તેમના બ્લડ ગ્રુપ ‘બી નેગેટિવ’નું પ્લાઝમા મળી રહ્યું, પરંતુ સિવિલના અનુભવી અને તજજ્ઞ તબીબોએ ICMRની ગાઈડલાઈન મુજબ ‘બી પોઝિટિવ’ ગ્રુપનું પ્લાઝમાં આપી શકાતુ હોવાથી ‘બી પોઝિટિવ’ ગ્રુપના પ્લાઝમા આપી પોઝિટિવમાંથી નેગેટિવ બનાવ્યાં છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિએ તંદુરી રોટી ખાવાની જીદ કરતા થયો કકળાટ, આવેશમાં આવી પત્નીએ ઉંદર મારવાની દવા પીધી

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! કોરોના દર્દીના પરિવારને પશુઓ સાથે કર્યો ક્વોરન્ટાઈન, વરસાદનું પાણી પીવા મજબૂર

પરિવારના અન્ય સભ્યોને અન્ય કોઈ તકલીફ ન હોવાથી હોમ આઈસોલેશનમાં રાખીને સારવાર આપવામાં આવી. આજે આખો પરિવાર કોરોના પોઝિટિવમાંથી નેગેટિવ બન્યો છે અને દાદાજી કનૈયાલાલ સિવિલ હોસ્પિટલમાંથી તા.26મી ઓગસ્ટે ડિસ્ચાર્જ થઈ ઘરે આવતાં કોરોના સામે વિજયી બનવાનો આગવો આનંદ મેળવ્યો.
" isDesktop="true" id="1017595" >

નવી સિવિલ મેડિસિન વિભાગના હેડ ડો. અશ્વિન વસાવા, ડો.અમિત ગામીત, ડો. વિવેક ગર્ગની ટીમ તેમજ રેસિડેન્ટ ડો.સંકેત ઠક્કર, ડો.પૂજા ઝાંઝરી, ન્યૂરોલોજીસ્ટ ડો.પરેશ ઝાંઝમેરાની અથાગ મહેનતથી પ્લાઝમાની વ્યવસ્થા કરીને સફળ ટ્રાન્સફ્યુઝન કરાયું હતું.
First published:

Tags: Coronavirus