Home /News /surat /Surat: સુરતમાં ઇકો ફ્રેડલી મક્કાઈના ગણેશની કરવામાં આવી સ્થાપના

Surat: સુરતમાં ઇકો ફ્રેડલી મક્કાઈના ગણેશની કરવામાં આવી સ્થાપના

સુરતમાં એક અનોખા ઇકો ફ્રેડલી ગણેશની સ્થાપના કરવામાં આવી

સુરતમાં લોકો અનોખી રીતે ગણેશની સ્થાપના કરતા હોય છે. આવા જ એક ઇકોફ્રેન્ડલી ગણેશની સ્થાપના સુરતમાં કરવામાં આવી છે . સુરતમાં એક મકાઈના ગણપતિની સ્થાપના કરવામાં આવી છે



    Mehali Patel, Surat: ભારત દેશએ તહેવારોની ઉજવણી માટે જાણીતો દેશ છે. અને હિન્દૂ ધર્મમાં ગણેશઉત્સવનું પણ ઘણું મહત્વ છે. અને સમગ્ર દેશમાં તેની ધૂમ ધામથી ઉજવણી કરવામાં આવે છે. લોકો આ વિઘ્ન હર્તાની સ્થાપના ઘરોમાં અને શેરીએ શેરીએ કરે છે. બે વર્ષ કોરોના બાદ આ વર્ષે ફરી સમગ્ર દેશમાં લોકો પેહલાની જેમ ફરી ગણેશ ઉત્સવની ઉજવણી માં જોડાયા છે. અને વાજતે ગાજતે ભગવાન ગણેશની સ્થપના કરી હતી. આ ગણેશ ઉત્સવની ઉજવણીમાં ભારતમાં મુંબઈ બાદ સુરતમાં સૌથી સારી રીતે ઉજવવામાં આવે છે. સુરતીલાલા તહેવારોની ઉજવણી સાથે હવે પર્યાવરણ પત્યે પણ જાગૃત બન્યા છે.

    હવે સુરતમાં મૉટે ભાગના મંડળોએ પીઓપોની મૂર્તિ નહિ પરંતુ માટીની મૂર્તિની સ્થાપના કરે છે. છેલ્લા ઘણા સમયથી સુરતમાં પીઓપીની મૂર્તિની સ્થાપના કરવાનું ચલણ ઘટ્યું છે. આ ઉપરાંત સુરતમાં લોકો અનોખી રીતે ગણેશની સ્થપના કરતા હોય છે. આવા જ એક ઇકોફ્રેન્ડલી ગણેશની સ્થાપના સુરતમાં કરવામાં આવી છે.સુરતમાં એક મકાઈના ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. સુરતની ડો.અદિતિ દ્વારા આ ગણેશ બનાવામાં આવ્યા છે.

    250 નંગ મકાઈનો ઉપયોગ કરી 50 કિલોના આ ગણપતિને બનાવવામાં આવ્યા છે. અને આ ગણેશ 5 ફૂટના બનાવ્યા છે. આ ગણેશની સ્થાપના સુરતની VNSGU યુનિવર્સીટીના એમફીલ થિયેટરમાં તેની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત મકાઈના રેસાનો ઉપયોગ કરી ગણેશનું વાહક ઉંદર બનાવામાં આવ્યું છે .જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

    આ પણ વાંચો:  વડનગરથી દિલ્હી વેવબોર્ડ પર જઈને વિશ્વ રેકોર્ડ સર્જશે આ બાળકો

    10 દિવસની ગણેશનું પૂજા બાદ તેની માત્ર વિસર્જનની વિધિ કરી આ મકાઈ અનાથ અને ગરીબ બાળકોમાં વહેચવામાં આવશે. જેથી તેનો સાચા અર્થમાં ઉપયોગ થશે. ડો. અદિતિ દ્વારા દર વર્ષે કંઈક અલગ રીતે જ ગણેશની સ્થાપના કરવામાં આવે છે.અગાઉના વર્ષોમાં તરબૂચ, કોપરા અને ડ્રાયફ્રુટના ગણેશની સ્થપના કરવામાં આવી હતી.

    અને આ વર્ષે મકાઈના ગણપતિની સ્થપના કરવામાં આવી છે. આ રીતે ગણેશ સ્થાપના કરવાથી તહેવારની ઉજવણી સાથે જરૂરિયાત મંદ લોકોની મદદ પણ થઇ રહે છે. અને પર્યાવરણને પણ કોઈ નુકશાન થતું નથી. આ ગણેશની સ્થાપનામાં યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. અને વિધિ પૂર્વં તેની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે. અને તેનું વિસર્જન પણ વિધિ પૂર્વક કરવામાં આવશે.

    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Gujarat surat, Latest news Surat, Surat news, સુરત સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन