Home /News /surat /Surat News: સુરતમાં પૈસાની લેતીદેતી મામલે વિવાદ, તલવારથી માથાભારે શખસના બંને કાંડા કાપી નાંખ્યા

Surat News: સુરતમાં પૈસાની લેતીદેતી મામલે વિવાદ, તલવારથી માથાભારે શખસના બંને કાંડા કાપી નાંખ્યા

આરોપીની તસવીર

Surat News: સુરતમાં પૈસાની લેતીદેતી મામલે પિતા-પુત્રોએ એક યુવક પર તલવાર વડે હુમલો કર્યો હતો અને તેના બંને કાંડા કાપી નાંખ્યા હતા. ત્યારે પોલીસે આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

સુરતઃ શહેરમાં પૈસાની લેતીદેતીમાં એક યુવક પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. પિતા-પુત્રએ હુમલો કરતા યુવકના બંને હાથ કપાઈ ગયા હતા. જેમના પર હુમલો કરવામાં આવ્યો હતો તે માથાભારે શખસ હોવાની ચર્ચા છે. ત્યારે પોલીસે આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતમાં 4 હજાર રૂપિયાની લેતીદેતીમાં બોલાચાલી થતા મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી. ત્યારે યુવક રોની પર તલવાર વડે હુમલો કરતા તેના કાંડા કપાઈ ગયા હતા. જેને લઈને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ઉશ્કેરાઈને સ્કૂલ બસના ડ્રાઇવરે ક્લિનરને મોતને ઘાટ ઉતાર્યો

પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી


મળતી માહિતી પ્રમાણે, રોનીના મિત્ર કોમલ ઢક્કનના રૂપિયા બાબતે રોની અને રાહુલ વડાપાઉં વચ્ચે રકઝક થઈ હતી. તેની અદાવત રાખી કાનજી અને તેના બે પુત્ર રોહિત તથા રાહુલે તલવારના આડેધડ ઘા માર્યા હતા. જેમાં રોનીના બંને હાથના કાંડા કપાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી ત્રણ જેટલા આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, તલવાર દ્વારા હુમલો કર્યા બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા. જ્યારે લોહીલુહાણ હાલતમાં રોનીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


પોલીસે કાર્યવાહી હાથ ધરી


રોની પર માન દરવાજા રેલ રાહત કોલોની પાસે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. કાનજી ઉર્ફે કાનો મેઘજી ગીલાતર અને તેના બે દીકરા રોહિત ઉર્ફે રાહુલ ઉર્ફે વડાપાઉં દ્વારા તલવારના ઘા ઝીંકવામાં આવ્યા હતા. ત્યારે માન દરવાજા વિસ્તારમાં માથાભારે છાપ ધરાવતા બાપ-દીકરો હુમલો કરી નાસી છૂટ્યાં હતા. આ જીવલેણ હુમલામાં અન્નુના નાનાભાઈ રોનીના બંને કાંડા કાપી નાંખવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Surat Crime, Surat crime news, Surat news, Surat police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन