Home /News /surat /Surat News: સુરત મહાનગર પાલિકાની મોટી ભૂલ, શૌચાલયમાં ભગવાન ગણપતિનું ચિત્ર બનાવાતા હોબાળો
Surat News: સુરત મહાનગર પાલિકાની મોટી ભૂલ, શૌચાલયમાં ભગવાન ગણપતિનું ચિત્ર બનાવાતા હોબાળો
હિન્દુ સંગઠન દ્વારા ભગવાનનો પ્રિન્ટ કરેલ ફોટો દૂર કરીને તેના પર કલર મારી દીધો છે.
Surat News: સુરતના કાપોદ્રા ચાર રસ્તા પર બનાવવામાં આવેલા પે એન્ડ યુઝ શૌચાલય પર પાલિકા દ્વારા ભગવાન ગણપતિનું ચિત્ર બનાવવામાં આવ્યું હતું શૌચાલયની દીવાલ પર ગણપતિનુ ચિત્ર બનાવવામાં આવતા હિન્દુ સંગઠનની ધાર્મિક લાગણી દુભાઈ હતી.
સુરત (Surat News) મહાનગર પાલિકા (SMC Controversy) હંમેશા વિવાદમાં રહ્યું છે ત્યારે વધુ એક ગંભીર બાબતને લઈને વિવાદના ઘેરામાં આવ્યું છે. સુરતના કાપોદ્રા ચાર રસ્તા પર બનાવવામાં આવેલા પે એન્ડ યુઝ શૌચાલય પર પાલિકા દ્વારા ભગવાન ગણપતિનું ચિત્ર (Lord Ganesha Picture in Toilet) બનાવવામાં આવ્યું હતું. શૌચાલયની દીવાલ પર ગણપતિનુ ચિત્ર બનાવવામાં આવતા હિન્દુ સંગઠન (VHP)ની ધાર્મિક લાગણી દુભાઈ હતી. જેને પગલે હિન્દુ સંગઠન દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ શૌચાલય પર ગણપતિનું ચિત્ર દૂર કરવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદ મહાનગરપાલિકાને ચેતવણી આપી છે. શહેરમાં કોઇપણ જગ્યાએ ભગવાન ના ચિત્રો હશે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે. હાલ તો હિન્દુ સંગઠન દ્વારા ભગવાનનો પ્રિન્ટ કરેલ ફોટો દૂર કરીને તેના પર કલર મારી દીધો છે.
વિશ્વ હિન્દુ પરિષદ મહા મંત્રી કમલેશ ક્યાડાએ આ મામલે જણાવ્યું હતું હિન્દુ ધર્મની લાગણી દુભાય છે. દર વખત ની જેમ આ વખતે પણ ધર્મની લાગણી દુભાય છે ત્યારે પાલિકા દ્વારા આવા દોરવેલ ચિત્ર દૂર કરે નહી તો આગામી દિવસોમાં આંદોલન કરીને વિરોધ પ્રદશન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
જોકે આ મામલો સામે આવતા ખુરશી પર બેસેલા પાલિકા અધિકારીઓની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે ત્યારે આ વાતને ગંભીરતા લે તે જરૂરી બન્યું છે જે પ્રકારે ચિત્રો સામે આવ્યા છે તેને લઈને હિન્દુ સંગઠનોની લાગણી દુભાઈ છે અને આ મામલે જો મહાનગરપાલિકા દ્વારા હોય તો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ નેતા કમલેશભાઇએ જણાવ્યુ હતું કે, ખાસ કરીને ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવતા હોય અને બીજા નોરતાનું આ રીતે અપમાન સુરતમાં નહીં ચલાવી લેવામાં આવે તેવું હિન્દુ સંગઠનો દ્વારા જાહેરાત કરવામાં આવી છે.