
સુરતઃસુરતમાં ગઇકાલે આવેલા રેલવે પ્રધાન સુરેશ પ્રભુને કોંગ્રેસી કાર્યકરોએ ચકમો આપીને ગળામાં કાળા કલરની માળા પહેરાવી અને ખિસ્સામાં લોલીપોપ મુકી હતી. જેને લઇ આજે અઠવા પોલીસે 12 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી છે.પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરતાં કોંગ્રેસીઓ ધરણાં પર બેઠા છે.ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે કોંગ્રેસી કાર્યકરો ધરણાં પર બેઠા છે.ગાંધી પ્રતિમા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.