Home /News /surat /Surat : સુરતની આ કંપની દર મહિને મહિલાઓને આપે છે પિરીયડ લીવ, જાણો શું છે કારણ 

Surat : સુરતની આ કંપની દર મહિને મહિલાઓને આપે છે પિરીયડ લીવ, જાણો શું છે કારણ 

આ

આ કંપની આપે છે મહિલાઓને ખાસ પિરિયડ લીવ

સુરતની ડિજિટલ માર્કેટિંગ કંપનીએ બે વર્ષથી મહિલાઓ માટે પિરીયડ સમય દરમિયાન પેઇડ લીવનું (Period leave to women) આયોજન કર્યું છે. અને તેમની આ પહેલને અન્ય કંપનીઓ દ્વારા પણ અનુસરણ કરવામાં આવી છે. 

    Nidhi Jani, Surat: ભારત જેવા દેશમાં જયારે મહિલાઓના માસિક ધર્મને લઈને આજે પણ ઘણી બધી અંધશ્રદ્ધા અને માન્યતાઓ રહેલી છે. તેવા સમયમાં મહિલાઓને (Period leave to women) અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આજે પણ ભારત દેશમાં લોકો આ વિષય પર જાહેરમાં વાત કરતા ખચકાય છે. દેશ વિદેશમાં લોકો ભેગા મળીને જયારે આ વિષય પર ચર્ચા કરતાં હોય અને રિસર્ચ કરતા હોય, ત્યારે ભારત દેશ તેમાં પાછળ ન રહી જાય તેની જવાબદારી આપણા સૌની છે. આજે આપણે સુરત (Surat)ની જ એક કંપની વિશે વાત કરવાના છે.

    સુરતમાં આવેલી આઈવિપણન (I VIPANAN) નામની ડિજિટલ માર્કેટિંગ કંપની તેમની ઓફિસમાં કામ કરતાં મહિલા કર્મચારીને દર મહિને પેઈડ પિરીયડ લીવ આપે છે. હા, તેમને બેવર્ષ પહેલા કોરોના કાળ દરમિયાન તેમની કંપનીમાં આ પોલિસી લાગુ કરી હતી. અને આજ દિન સુધી તેનું પાલન કરી રહ્યા છે.આ ઉપરાંત તેમની કંપનીમાં દરરોજ 15 મિનિટ માટે નો સ્ક્રીન ટાઈમ પણ આપવામાં આવે છે.

    આ પણ વાંચો: ગણેશ પંડાલો ફેલાવશે અંગદાન જાગૃતિનો સંદેશ: ડોનેટ લાઇફનો નવતર પ્રયોગ

    કંપનીના સ્થાપક ભૈતિક શેઠ અને તેમના પત્ની શ્રુતિ શેઠ આ પોલિસી વિશે વાત કરતા જણાવે છે કે, 2020 માં જયારે ઝોમેટો કંપનીએ આ પહેલની શરૂઆત કરી હતી ત્યારે તેમને તરત જ થયું કે જયારે આટલી મોટી કંપની આ નિર્ણય લઇ શકતી હોય તો આપણે કેમ નહી? તેઓ કહે છે કે અમારી કંપનીમાં અને ફિલ્ડમાં પણ મહિલાઓ જ વધારે હોય છે અને તેઓની સમસ્યાને આપણે અવગણના કરીએ તે યોગ્ય નથી. એટલે હાલમાં પણ અમારી કંપનીમાં આ પોલિસી શરુ છે અને અમારું જોઈને બીજી ઘણી બધી કંપનીએ આ પોલિસી તેમને ત્યાં લાગુ કરી છે. ત્યારે અમને ગર્વ થાય છે કે અમે મહિલાઓને માટે એક સારી પહેલ કરી અને લોકો આજે તેનું સન્માન કરે છે અને અનુસરણ પણ કરે છે.

    કંપનીમાં 5 વર્ષથી વધુ સમયથી કામ કરતા મહિલા કર્મચારીઓ પણ છે તેઓ News 18 સાથે વાત કરતા જણાવે છે કે , માસિક સમય દરમિયાન ઘણી તકલીફ પડે છે, મુસાફરી કરીને આવવું અને આખો દિવસ ઓફિસમાં કાર્યરત રહેવાનુ પરંતુ જયારે ઓફિસમાંથી અમને ખાસ પિરિયડ લીવ મળે અને અમારો પગાર પણ નથી કપાતો ત્યારે અમને ખુબ સારું લાગે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Surat Inspirational News, Surat news, Women Health સ્ત્રી આરોગ્ય, Women મહિલા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन