Home /News /surat /સુરતઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! કોલેજીયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઈલ કરીને રૂપિયા પડાવ્યા

સુરતઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! કોલેજીયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઈલ કરીને રૂપિયા પડાવ્યા

પ્રતિકાત્મક તસવીર

Surat Crime News: લિંબાયતમાં (limbayat) રહેતા યુવકે પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઈલ કરી (blackmail) ચાલીસ હજાર પડાવી લીધા હતા. જોકે આ યુવક દ્વારા યુવતીના ફોટા વાયરલ (Photo viral) કરવાનું કઈ અવાર નવાર પૈસાની માગણી કરવામાં આવતી હતી

સુરતઃ સુરતમાં પર્વત ગામ ખાતે રહેતી મૂળ રાજસ્થાનની કોલેજીયન યુવતીને (Rajasthan college girl) લિંબાયતમાં રહેતા યુવકે પ્રેમજાળમાં (love trap) ફસાવી બ્લેકમેઈલ કરી (blackmail) ચાલીસ હજાર પડાવી લીધા હતા. જોકે આ યુવક દ્વારા યુવતીના ફોટા વાયરલ (Photo viral) કરવાનું કઈ અવાર નવાર પૈસાની માગણી કરવામાં આવતી હતી. જોકે પૈસા આપવાનો ઈન્કાર કરતા યુવતીને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી જેને લઇને યુવતીએ સમગ્ર મામલો પરિવારને કહેતા મામલો પોલીસ મથકે (police station) પહોંચ્યો હતો

પરવટ ગામે રહેતી 21 વર્ષીય યુવતી મુળ રાજસ્થાનની વતની છે અને બીકોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે . તેણી ધો .10માં અભ્યાસ કરતી હતી ત્યારે ડુંભાલ ખાતે આવેલા ક્લાસીસમાં ટ્યુશને જતી હતી. ક્લાસીસમાં આદીલ શરીફ રાણા પણ અભ્યાસાર્થે આવતો હતો.

અભ્યાસ બાબતે યુવતીની આદીલ સાથે વાતચીત થતી હતી. ધો.12 પૂર્ણ કર્યા બાદ તેણીએ ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યું હતુ. આદિલે આ એકાઉન્ટ પર યુવતીને ફ્રેન્ડ  રિકવેસ્ટ મોકલી આપી હતી. યુવતી ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ તેઓ તે વચ્ચે નિયમિત વાતચીત થતી હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો હતો.

આ પણ વાંચોઃ-સેલવાસઃ દિલધડક Resuceનો video, યુવતીએ લગાવી મોતની છલાંગ, રાહદારી યુવકે જીવના જોખમે બચાવ્યો જીવ

તેઓ ફોન પર પણ વાતચીત કરવા લાગ્યા હતા. આદિલ યેનકેન પ્રકારે દબાણ કરી યુવતીને મળવા પણ બોલાવતો હતો . તે સમયે આદિલે યુવતી સાથેના ફોટા પણ પાડી લીધા હતા. આ રીતે ફરી મળવા બોલાવી બળજબરી કરી શારીરિક અડપલાં કરવા સાથે ચુંબન પણ કરી લીધું હતુ.

આ પણ વાંચોઃ-સુરતની ચોંકાવનારી ઘટના! નોકરે વેપારીની પત્ની સાથે આચર્યું દુષ્કર્મ, ફોટો પાડીને પડાવ્યા લાખો રૂપિયા

ત્યારબાદ આદિલ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી પૈસાની પણ માંગણી કરતો હતો . આમ , બ્લેકમેલ કરી આદિલે 40 હજાર પડાવી લીધા હતા . ત્યારબાદ પૈસા આપવાનો તેણીએ ઇન્કાર કરી દીધો હતો. જોકે, આદિલ એલફેલ મેસેજો મોકલી જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો.
" isDesktop="true" id="1190940" >

ધાક - ધમકીથી કંટાળીને આખરે યુવતીએ માતા - પિતાને વાત કરતા સમગ્ર મામલો લિંબાયત પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે લિંબાયતના આદિવ શરીફ રાણા સામે છેડતી ખંડણી અને ધાક - ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. આરોપી આદિલ હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા સાથે IELTSની પણ તૈયારી કરે છે. લિંબાયત પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Gujarati news, Surat news