
કિંમતી ધાતુની વધતી જતી માંગ અને કિંમતોની વચ્ચે ભારત સોનાનું ઉત્પાદન વધારવા માંગી રહ્યું છે. ગત વર્ષે નીતિ આયોગે ભારતમાં સોનાની ખાણ શોધવા માટે વ્યાપક સંશોધન હાથ ધર્યું છે. ખાણ મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં વર્તમાનમાં કુલ 70.1t (17.2Mt at 4.1g/t) ભંડાર છે. મોટાભાગે આ ભંડાર દક્ષિણ ભારતમાં છે. કુલ ભંડારમાંથી 88 ટકા ભંડાર કર્ણાટકમાં છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે છેલ્લા વર્ષના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ભારત ખનન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારાની સાથે સાથે નિયામક સુધારાના માધ્યમથી ઉત્પાદનમાં વાર્ષિક 20 ટનની વૃદ્ધિ કરી શકે છે.